Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજે ફરિયાદના આધારે થઇ છે ઉના પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ, સમજીએ...

    જે ફરિયાદના આધારે થઇ છે ઉના પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ, સમજીએ એ સંપૂર્ણ FIR સરળ શબ્દોમાં

    અમારી પાસે ઉપલબ્ધ FIRની નકલ મુજબ 2 માર્ચ 2023ના દિવસે નોંધાયેલી આ ફરિયાદમાં ઉના પોલીસ સ્ટેશનના ASI કાંતિભાઈ રામનું નામ ફરિયાદી તરીકે બતાવાયું છે તહોમતદાર તરીકે કાજલબેન શિંગળા ઉર્ફે કાજલ હિન્દુસ્તાનીનુ નામ છે.

    - Advertisement -

    રવિવાર 9 માર્ચના રોજ ગીર-સોમનાથ જિલ્લાની ઉના પોલીસ દ્વારા હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરીને તેમને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં વાયા હતા. જે બાદ દરેક જગ્યાએ આ કાર્યવાહીનો વિરોધ થઇ રહ્યો છે. ધરપકડ માટે જવાબદાર બનેલ કાજલ હિન્દુસ્તાની સામેની FIRનો ઑપઇન્ડિયા ટીમે અભ્યાસ કર્યો છે.

    ગત 30 માર્ચ 2023ના દિવસે ગીર-સોમનાથ જિલ્લાના ઉનામાં રામનવમીના ઉપલક્ષમાં રામજી ભગવાનની એક શોભાયાત્રા યોજાઈ હતી. જે બાદ યોજાયેલ ધર્મસભામાં હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીએ ભાષણ કર્યું હતું. તે ભાષણ વિવાદિત હોવાનો આરોપ લગાવીને સ્થાનિક મુસ્લિમોએ આખા શહેરને બાનમાં લીધું હતું અને 2 દિવસ સુધી પથ્થરમારા અને આગચંપી કરી હતી. જે બાદ હવે કાજલ સિંગલા (Kajal Hindustani) મોટા ભાગના ઇસ્લામવાદીઓ સમેત કથિત ફેક્ટચેકર મોહંમદ ઝુબૈર દ્વારા ટાર્ગેટ થયેલા જોવા મળે છે.

    મુસ્લિમ ભીડ દ્વારા દબાણ ઉભું કરીને ઉના પોલીસને કાજલ હિન્દુસ્તાની સામેની FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ સાથે પીઆઇ એન.કે. ગોસ્વામીને અરજી આપવામાં આવી હતી. જે બાદ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295A, 153A અને 505 મુજબ ગુનો નોંધાયો હતો. જે પૈકી 153A અંતર્ગત કોઈપણ વ્યક્તિ બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવે તેવું નિવેદન કે ભાષણ કરે તેવા કિસ્સામાં આ ધારાનો ઉપયોગ થાય છે તથા 295 A ઉશ્કેરીણીજનક ભાષણ આપવાના કિસ્સામાં લાગુ કરવામાં આવે છે.

    - Advertisement -

    ઑપઇન્ડિયા પાસે આ FIRની કોપી ઉપલબ્ધ છે. અમારી ટીમે કાજલ હિન્દુસ્તાની સામેની FIRનો પૂરતો અભ્યાસ કર્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ FIRમાં શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    મુસ્લિમ જૂથ પછી આવવાનું કહીને જતા રહેતા પોલીસે જાતે ફરિયાદ નોંધી

    અમારી પાસે ઉપલબ્ધ FIRની નકલ મુજબ 2 માર્ચ 2023ના દિવસે નોંધાયેલી આ ફરિયાદમાં ઉના પોલીસ સ્ટેશનના ASI કાંતિભાઈ રામનું નામ ફરિયાદી તરીકે બતાવાયું છે તહોમતદાર તરીકે કાજલબેન શિંગળા ઉર્ફે કાજલ હિન્દુસ્તાનીનુ નામ છે.

    ફરિયાદમાં ઉમેરાય IPCની કલમો છે 153A, 295A અને 505.

    ફરિયાદ શું કહેવા માંગે છે

    “આ ધાર્મિક સભા દરમિયાન, તેમનું ભાષણ સ્ટેજ પરથી લાઉડસ્પીકર દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં તેમણે હિંદુ લોકોને મુસ્લિમ સમુદાયની બહેનોનું ધર્માંતરણ કરવા માટે તેમના ભાષણમાં આહ્વાન કર્યું હતું, જેનાથી મુસ્લિમ સમુદાયની મહિલાઓની ગરિમા તોડી હતી. ઉપરાંત, તેમણે મુસ્લિમ સમાજની સ્ત્રીઓ અને પુરુષોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતું ભાષણ આપ્યું હતું અને હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ઈરાદાપૂર્વક આંદોલન ફેલાવવાના હેતુથી પોતાનું ભાષણ આપ્યું હતું, જેમાં તેણે ધર્મ વિશે ઘમંડી, મનસ્વી અને બનાવટી વાતો કરી હતી. શબ્દોની નીચી પસંદગી સાથે મુસ્લિમ સમાજની નિંદા કરી.

    મુસ્લિમ ધર્મના મૌલવીઓ અંગે મુલ્લા, થુલ્લા જેવા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કરીને તેણે મૌલાનાની ટીકા પણ કરી હતી. આમ, હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અને દ્વેષની લાગણીઓને ઉત્તેજન આપીને તેમણે સભામાં ઉપસ્થિત વિશાળ સમુદાયને ઉશ્કેર્યો હતો અને ઉપસ્થિત સમુદાયને પણ તેમના ભાષણ મુજબ કાર્ય કરવા આહ્વાન કર્યું હતું, જેનાથી એકતા, ભાઈચારો અને સાંપ્રદાયિકતાનો નાશ થાય છે. શહેરની સંવાદિતા. કાજલ હિન્દુસ્તાનીએ તેના ભાષણ દ્વારા મુસ્લિમ લોકોની ધાર્મિક માન્યતાઓ અને મુસ્લિમ સમુદાયની ભાવનાઓનું અપમાન કર્યું છે અને ધર્મની નિંદા કરી છે.

    ફરિયાદના મુખ્ય મુદ્દાઓ

    અનિવાર્યપણે, મુખ્ય 4 મુદ્દા છે જેનો ફરિયાદકર્તા, ASI કાંતિભાઈ રામે તેમની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે અને FIR તેને જ આધારિત છે.

    1. તેણે હિંદુ પુરુષોને મુસ્લિમ મહિલાઓનું ધર્માંતરણ કરવા કહ્યું અને ફરિયાદી અનુસાર તે મુસ્લિમ મહિલાની ગરિમાનું અપમાન છે.
    2. આવા નિવેદનો મુસ્લિમ પુરુષો અને સમગ્ર ઇસ્લામ ધર્મનું પણ અપમાન કરે છે.
    3. તેણેમૌલવીઓને મુલ્લાઓ અને થુલ્લા કહીને અપમાનિત કર્યા.
    4. તેણે દેખીતી રીતે “નિમ્નતમ શબ્દોની પસંદગી” માં મુસ્લિમ સમુદાયની નિંદા કરવા ઇસ્લામ વિશે “બનાવટ” વસ્તુઓ સામે મૂકી.

    મુસ્લિમ સમાજ ફરિયાદ કરવાનું કહીને ફરિયાદ કરવા ન આવતા પોલીસે જાતે ફરિયાદ નોંધી

    FIRનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે પહેલા મુસ્લિમ સમાજનું ટોળું એક લેખિત અરજી લઈને પોલી પાસે પહોંચ્યું હતું. પરંતુ તેમાં અરજીકર્તા તરીકે કોઈ વ્યક્તિનું નામ નહોતું અને પાછળ જે લોકોએ સહી કરી હતી તેમના નામ પણ વંચાઈ નહોતા રહ્યા. આથી પોલીસે તેમને નામજોગ અરજી કરવા માટે કહ્યું હતું.

    જે બાદ તે ટોળું એમ કહીને ત્યાંથી નીકળી ગયું કે અમે અંદર અંદર ચર્ચા કરીને, નક્કી કરીને નામજોગ અરજી લઈને આવીશું. પરંતુ 24 કલાક સુધી કોઈ આવી અરજી લઈને આવ્યું નહીં. આ દરમિયાન પોલીસ દ્વારા સામેથી એક મુસ્લિમ આગેવાનનો સંપર્ક કરાયો હતો અને પૂછ્યું હતું કે અરજીનું શું થયું. ત્યારે તેણે જણાવ્યું કે ‘અમે કાલે નામજોગ અરજી લઈને આવીશું.’

    પરંતુ બીજા દિવસે પણ મુસ્લિમ જૂથ તરફથી કોઈ નામજોગ અરજી લઈને પોલીસ પાસે આવ્યું નહોતું અને બીજી બાજુ શહેરમાં પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. આથી સ્થિતિની ગંભીરતા જોતા પોલીસે જાતે જ કાજલ હિન્દુસ્તાની સામે FIR નોંધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં