Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશ'બંગાળ સરકારનું વર્તન અસંવેદનશીલ'- રાજ્યપાલ સીવી આનંદ: ગૃહમંત્રી અમિત શાહની લેશે મુલાકાત,...

    ‘બંગાળ સરકારનું વર્તન અસંવેદનશીલ’- રાજ્યપાલ સીવી આનંદ: ગૃહમંત્રી અમિત શાહની લેશે મુલાકાત, અહેવાલોમાં દાવો- વર્તમાન સ્થિતિને લઈને આપી શકે રિપોર્ટ

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ ગૃહમંત્રી અમિત શાહની અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની મુલાકાત લેશે. આ માટે તેમણે સમય પણ માંગ્યો છે. લીલી ઝંડી મળતાની સાથે જ તેઓ દિલ્હી જવા રવાના થશે.

    - Advertisement -

    કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ એન્ડ હોસ્પિટલમાં ટ્રેની મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યા બાદથી દેશભરના ડૉક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મમતા બેનર્જીની TMC સરકાર સતત સવાલોના ઘેરામાં આવી રહી છે. હાઈકોર્ટ પણ બેનર્જી સરકારને ફટકાર લગાવી ચૂકી છે. તેવામાં હવે એવી અટકળો વહેતી થઈ છે કે, સરકારની નીતિઓને લઈને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) મુલાકાત લેવાના છે. તેઓ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાની (JP Nadda) પણ મુલાકાત લેવાના છે તેમ અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ (Governor CV Anand Bose) ગૃહમંત્રી અમિત શાહની અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાની મુલાકાત લેશે. આ માટે તેમણે સમય પણ માંગ્યો છે. લીલી ઝંડી મળતાની સાથે જ તેઓ દિલ્હી જવા રવાના થશે. ગવર્નર સીવી આનંદ બોઝે કોલકાતાની ઘૃણાસ્પદ ઘટનાને લઈને કહ્યું છે કે, રાજ્યની મહિલાઓ સુરક્ષિત નથી. બંગાળની સરકારનું વર્તન અસંવેદનશીલ છે. મહિલાઓની સુરક્ષા કરવામાં બંગાળ નિષ્ફળ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ કેન્દ્રને પશ્ચિમ બંગાળની વર્તમાનની અજંપાભરી સ્થિતિને લઈને રિપોર્ટ પણ આપી શકે છે.

    નોંધનીય છે કે, તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના ગવર્નર મમતા બેનર્જી (Mamata Banerjee) નાટકીય ઢબે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પીડિત મૃતક મહિલા તબીબને ન્યાય અપાવવા રેલીનું આયોજન કર્યું હતું. તેમની આ હરકત પર રાજ્યપાલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “તેમણે ગુનેગારો વિરુદ્ધ એક્શન લેવી જોઈ. આમ રસ્તા પર ઉતરી પ્રદર્શન કરવાનું કોઈ જ ઔચિત્ય નથી. લોકોને સરકાર પાસે એક્શનની આશા હોય છે, પ્રોટેસ્ટની નહીં.” તેમના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તેમણે સીએમ મમતા બેનર્જીને પત્ર લખીને કાર્યવાહી માટે કહ્યું હતું, પરંતુ તેમને સરકાર તરફથી હજુ સુધી કોઈ જ જવાબ ન મળ્યો હોવાનો દાવો તેમણે કર્યો છે.

    - Advertisement -

    કલકત્તા હાઈકોર્ટે પણ સરકારને અવળે હાથે લીધી હતી

    નોંધવું જોઈએ કે, માત્ર રાજ્યપાલ કે વિપક્ષ જ નહીં, મહિલા તબીબની બર્બરતાથી હત્યા અને બળાત્કાર બાદ ઘટનાસ્થળે ટોળાએ કરેલી તોડફોડને લઈને પણ કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની સરકારને અવળે હાથે લીધી હતી. કલકત્તા હાઈકોર્ટે (Calcutta High Court) 14 ઑગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં (RG Kar Hospital) તોડફોડ મામલે મમતા બેનર્જીની TMC સરકારનો ઉધડો લેતા આકરા શબ્દોમાં ટિપ્પણીઓ કરી હતી. કોર્ટનું માનવું છે કે આ ઘટના એ સરકારી મશીનરીની સંપૂર્ણ નકામીનું મોટું ઉદાહરણ છે. કોર્ટે કહ્યું હતું કે, આ પ્રકારે વહીવટ કરવા કરતા સરકારે હોસ્પિટલને તાળા મારીને બંધ કરી દેવી જોઈએ અને દર્દીઓને અન્યત્ર ખસેડી દેવા જોઈએ.

    કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, “ઘટના બાદ તમે શું કરી રહ્યા છો? તકેદારી માટે શું પગલાં લેવામાં આવ્યા હતા?” દરમિયાન પોતાની નિષ્ફળતાનું ઠીકરું ટોળા પર ફોડતા સરકારે કહ્યું હતું કે એક સાથે 7000 લોકો ધસી આવ્યા હતા. જેના પર પણ કોર્ટે તેમને અવળા હાથે લીધા હતા. કોર્ટે કહ્યું હતું કે, “લોકો હોસ્પિટલમાં ઘૂસી આવે તો તેવી સ્થિતિ માટે પોલીસે ત્યાં હાજર રહેવું પડે. જો 7000 લોકો ઘૂસી ગયા હોય તો તે માનવું મુશ્કેલ નથી છે કે રાજ્ય સરકાર અસફળ સાબિત થઇ છે. આટલા લોકો કાંઈ પગે ચાલીને તો નહીં આવ્યા હોય ને? આ રાજ્ય સરકારની મશીનરીની વિફળતા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં