Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપડોશણ સલમાની બકરી સાથે રેપ કરી રહ્યો હતો વસીમ, પકડાઈ જતાં ધક્કો...

    પડોશણ સલમાની બકરી સાથે રેપ કરી રહ્યો હતો વસીમ, પકડાઈ જતાં ધક્કો મારીને ભાગી ગયો: પોલીસે ધરપકડ કરી

    સલમાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેણે વસીમને પોતાની બકરી સાથે દુષ્કર્મ કરતા નજરે જોયા પછી વસીમને તેની કરતૂતો વિશે સવાલ પૂછ્યા તો તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    - Advertisement -

    મુઝફ્ફરનગરમાં એક વસીમ નામના ઈસમે પાડોશમાં રહેતી સલમા નામની મહિલાની બકરી સાથે બળાત્કાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સલમા બકરી સાથે બળાત્કાર કરતાં જોઈ જતાં વસીમે દોડ મૂકી હતી અને ભાગી છૂટ્યો હતો. જોકે, ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો છે. આ ઘટના રવિવાર (6 નવેમ્બર 2022)ની હોવાનું કહેવાય છે.

    રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ચારથાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલહારી ગામની છે. સ્થાનિક પોલીસને ગામના જ રહેવાસી વસીમે સલમાની બકરીનો બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ મળી હતી. મુનવ્વરની પત્ની સલમાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઘટનાના દિવસે ઘરમાં બાંધેલી તેની બકરી ગુમ થઈ ગઈ હતી. તે તેની બકરીને શોધી રહી હતી. એટલામાં એક ઘરની અંદરથી બકરીના જોરથી ચિલ્લાવાનો અવાજ આવ્યો હતો. સલમા પોતાની બકરીનો અવાજ ઓળખી ગઈ અને ઘરની અંદર ગઈ તો ત્યાં તેણે જોયું કે વસીમ બકરી સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો.

    આરોપ છે કે જ્યારે સલમાએ વસીમને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે સલમાને ધક્કો મારીને ભાગી ગયો હતો. ફરિયાદમાં પીડિતાએ બકરીની ઉંમર 1 વર્ષ દર્શાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી તો આ સમગ્ર મામલો સાચો હોવાનું જાણવા મળ્યું હતું.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે સલમાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેણે વસીમને પોતાની બકરી સાથે દુષ્કર્મ કરતા નજરે જોયા પછી વસીમને તેની કરતૂતો વિશે સવાલ પૂછ્યા તો તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ તે સલમાને ધક્કો મારીને નાસી છુટ્યો હતો. હાલ મુઝફ્ફરનગર પોલીસ દ્વારા વસીમની આઈપીસી કલમ 377, 504, 506 હેઠળ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 3/11 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં