હોમપેજમંતવ્યદેશનું હિત જેમાં જળવાતું હોય, દેશનું ગૌરવ જેમાં વધતું હોય એવી ઘણી...

દેશનું હિત જેમાં જળવાતું હોય, દેશનું ગૌરવ જેમાં વધતું હોય એવી ઘણી ફિલ્મો હવે બનવા લાગી છે

2014 બાદ એક પછી એક ઘણી અગત્યની ફિલ્મો આવી જે અગાઉના જમાનામાં બનવી જોઈતી હતી પણ ન બની. આવી ફિલ્મો બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને નથી બનતી, રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને બને છે, પ્રજાની જાગૃતિ માટે બને છે, દેશના સમકાલીન ઇતિહાસના એક પ્રકરણને લોકો સુધી પહોંચાડવા માટે બને છે.

- Advertisement -

2008ની 26મી નવેમ્બરે દસ પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કરીને 166 નિર્દોષોની હત્યા કરી એ ઘટનાને ‘ઍન ઍક્ટ ઑફ વૉર’ ગણવી જોઈએ, ટેરેરિસ્ટ અટેક તરીકે નહીં. શા માટે? કારણ કે એમાં પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાની લશ્કરનું સમર્થન હતું. આ વાત આપણા જેવા નાગરિકો સુધી મીડિયાએ કદાચ પહોંચાડી હશે પણ યાદ નહીં હોય.

26/11ની ઘટના પછી અજમલ કસાબ જીવતો પકડાયો અને તેના પર અદાલતમાં કેસ ચાલ્યો તે વખતે ભારતના ગૃહ મંત્રીએ સલાહ આપી હતી કે એક જ ચાર્જશીટ શું કામ દાખલ કરો છો. અલગ અલગ ચાર-પાંચ ઘટનાઓ એ રાત્રે બની છે દરેક માટે ચાર્જશીટ કરો. એક જ ચાર્જશીટ કરવાના ફાયદા મંત્રીશ્રીને પબ્લિક પ્રોસિકયુટર ઉજ્જવલ નિકમે સમજાવ્યા.

આ માહિતી પણ મીડિયાએ કદાચ આપી હશે. આપણને યાદ નથી. કોઈ જીવતાજાગતા અને હજુય પોતાના ફિલ્ડમાં કાર્યરત હોય એવી જાણીતી વ્યક્તિ વિશે કેટલી હિન્દી ફિલ્મો બની હશે? ઉજ્જવલ નિકમ દ્વારા લડાયેલા અને જીતાયેલા આ કેસ વિશેની ફિલ્મમાં હીરોનું નામ ઉજ્જવલ નિકમ છે. ‘પ્રહાર’ ફિલ્મ બે દિવસ પહેલાં રિલીઝ થઈ છે. ઉજ્જવલ નિકમે કેવી રીતે આ આખો કેસ હૅન્ડલ કર્યો તેની બારીકમાં બારીક વિગતો આ ફિલ્મમાં તમને જોવા મળે છે. કસાબને ફાંસીએ લટકાવવાની ઉતાવળ શા માટે ન કરવી જોઈએ,  સરકાર આ કેસ પાછળ, કસાબને જીવતો રાખીને એને બિરયાની ખવડાવવા પાછળ, અમારા ટૅક્સના પૈસા બરબાદ કરે છે— એને બદલે એને તાત્કાલિક ફાંસી આપી દો. આવી માગણી એ વખતે આવેશમાં આવી ગયેલા કેટલાક લોકો મીડિયાના માઈક સામે કરતા હતા. કેસ ઝડપથી આટોપી લેવાઈ ગયો હોત તો ભારતે શું શું હાંસિલ ન કર્યું હોત તે જાણવા ‘પ્રહાર’ ફિલ્મ જોવી પડે.

2014 બાદ એક પછી એક ઘણી અગત્યની ફિલ્મો આવી જે અગાઉના જમાનામાં બનવી જોઈતી હતી પણ ન બની. આવી ફિલ્મો બોક્સ ઓફિસને ધ્યાનમાં રાખીને નથી બનતી, રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને બને છે, પ્રજાની જાગૃતિ માટે બને છે, દેશના સમકાલીન ઇતિહાસના એક પ્રકરણને લોકો સુધી પહોંચાડવા માટે બને છે.

- Advertisement -

આદિત્ય ધરે ‘ધુરંધર’ બનાવતાં પહેલાં ‘આર્ટિકલ 370’ બનાવી. બહુ જ ડિફિકલ્ટ સબ્જેક્ટ. પણ બનાવી. સુંદર બની. ઓટીટી પર છે. બંધારણની 370મી કલમ ક્યારે, કેવા સંજોગોમાં અને કેવી મેલી મુરાદથી ઘડાઈ એની તપશીલ આ ફિલ્મમાંથી મળશે.  આ કલમ દૂર કરવાનું કામ કોઈ નહીં કરી શકે એવો ફાંકો કૉન્ગ્રેસીઓ અને ફારુક અબ્દુલ્લા જેવા એમના કાશ્મીરી પિઠ્ઠુઓનો હતો. મોદી-શાહની જોડીએ લોહીનું એક ટીપું ન વહે એવી શાંતિથી ધીરજપૂર્વક તમામ તકેદારી લઈને કેવી રીતે આ કામ કર્યું તે જાણવા ‘આર્ટિકલ 370’ તમારે જોવી જ પડે.

કોરોના વખતે આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપની ‘ફાઇઝર’ ભારતનું ગળું દબાવીને અબજો રૂપિયા ઓકાવવામાં માગતી હતી. રાહુલ, કેજરીવાલ અને મીડિયાવાળા ‘ફાઇઝર’ની દલાલી કરી રહ્યા હતા. મોદી સરકારે આ પ્રચંડ આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂક્યા વગર કેવી રીતે દેશી વેક્સિન ઝડપથી તૈયાર કરી અને કરોડો ભારતીયોને વિનામૂલ્યે આપવાની તોતિંગ વ્યવસ્થા કેવી રીતે કરી તે વિશે વિવેક અગ્નિહોત્રીએ નાના પાટેકરને લઈને ‘વૅક્સિન વૉર’ બનાવી. ફરી એકવાર ઘણો જ અઘરો વિષય. કોઈ હિંમત ન કરે આવા શુષ્ક વિષય પર હિન્દી ફિલ્મ બનાવવાની. પણ બનાવી. સુંદર બનાવી.

‘વૅક્સિન વૉર’, ‘આર્ટિકલ 370’ અને હવે ‘પ્રહાર‘— કમર્શ્યલ વેલ્યુ ધરાવતો વિષય ન હોવા છતાં, મનોરંજનનો મસાલો નાખ્યા વિના સુંદર ફિલ્મ કેવી રીતે બનાવાય તે શીખવા જેવું છે આ ફિલ્મો દ્વારા.

ફિલ્મ એક સશક્ત માધ્યમ છે. મનોરંજન માટે તો ફિલ્મો છે જ છે ને એમાં કશું ખોટું પણ નથી. પરંતુ માહિતી માટે અને જાગૃતિ માટે પણ આ એક પાવરફુલ માધ્યમ છે. અત્યાર સુધી લેફ્ટિસ્ટો આ માધ્યમને પોતાના બદઇરાદાઓ માટે વાપરતા આવ્યા હતા. હવે પ્રવાહ પલટાયો છે. દેશનું હિત જેમાં જળવાતું હોય, દેશનું ગૌરવ જેમાં વધતું હોય એવી ફિલ્મો બનવા લાગી છે.

સત્યજીત રાયથી માંડીને મૃણાલ સેન, શ્યામ બેનેગલ વગેરેને આર્ટ ફિલ્મના નામે ખૂબ માથે ચડાવવામાં આવ્યા. આ અને એમના જેવા બીજા કેટલાક ફિલ્મકારો ખરેખર ક્રિએટિવ હતા પણ એમની સર્જનશીલતાનો ઉપયોગ શેમાં થતો? ભારતને હલકું ચીતરવામાં. શોષિતો અને પીડિતોનો આ દેશ છે, અન્યાય અને ગરીબીમાં સબડતી પ્રજાનો આ દેશ છે એવા નેરેટિવવાળી ફિલ્મો બનાવીને આ ડાબેરી માનસિકતા ધરાવતા ફિલ્મકારોએ એક જમાનામાં ખૂબ વાહવાહી લૂંટી, અનેક અવોર્ડ્સ મેળવ્યા અને અફકોર્સ પૈસા પણ.

2014 સુધી ‘પરઝાનિયા’, ‘હૈદર’, ‘ઝખ્મ’, ‘મિશન કશ્મીર’ અને ‘માચીસ’ જેવી ઍન્ટીન‌ૅશનલ ફિલ્મો આવતી રહી. આ ફિલ્મો ભારતની સનાતન પરંપરાનો અનાદર કરનારી હતી. ભારતના ટુકડેટુકડા કરવા માગતી ગૅન્ગને ઉત્તેજન આપનારી હતી. આ ફિલ્મના સર્જકો પ્રતિભાશાળી હતા પરંતુ એમણે પોતાની કળાનો ઉપયોગ દેશને બદનામ કરવામાં કર્યો. 2014 પછી આમાંના મોટાભાગના લોકો સંતાઈ ગયા છે. એમને ફાયનાન્સ મળતું ઓછું થઈ ગયું છે. વખત જતાં તેઓ તેઓએ પોતાની દુકાનોના શટર પાડીને વિદેશભેગા થઈ જવું પડશે.

મીડિયા જ્યારે પોતાની ફરજ ચૂકી જતું હોય ત્યારે ફિલ્મકારોએ એ કામ કરવું જોઈએ. 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડ વિશે વિક્રમ મેસીની ‘સાબરમતી એક્સપ્રેસ’ જેવી ફિલ્મ આવી ખરી પણ બહુ પ્રભાવશાળી નહોતી. ભલે, આપણે ત્યાં સ્ટીવન સ્પીલબર્ગની ‘શિન્ડલર્સ લિસ્ટ’ ન બને, હૉલિવુડ જેટલું બજેટ ભારતીય ફિલ્મ પાસે ન હોય, સ્વાભાવિક છે. પણ 2002નાં ગુજરાતનાં રમખાણોની આગમાં હજુ પણ પોતાની ભાખરી શેકી રહેલા કેટલાક જાણીતા ડાબેરી ગુજરાતીઓ અને પોતાના પિત્ઝા શેકી રહેલા ઈટાલિયન નસ્લના હિન્દુદ્વેષી કૉન્ગ્રેસીઓનાં જુઠ્ઠાણાંઓને અડધો ડઝન ફિલ્મો દ્વારા ખુલ્લાં પાડવાની શક્યતા ખુલ્લી છે.

ફિલ્મો જ્યાં ન બને ત્યાં દસ્તાવેજી ફિલ્મો- ડૉક્યુમેન્ટરીઝ બનવી જોઈએ.  વેબ સીરીઝ બનવી જોઈએ. બનશે જ.

ઇઝરાયલ પર 2026ની 7મી ઑક્ટોબરે હમાસના આતંકવાદીઓએ હુમલો કરીને 1200થી વધુ નિર્દોષોની હત્યા કરી તે વિશે પહેલાં એક દસ્તાવેજી ફિલ્મ બનાવવામાં આવી-હમાસના પૉઈન્ટ ઑફ વ્યૂથી! ઉલટા ચોર કોટવાલ કો ડાંટે. ઇઝરાયલે બદલો લઈને વળતો હુમલો કરીને ગાઝા અને વેસ્ટ બૅન્કમાં રહેતા પેલેસ્ટાઇની મુસ્લિમોને કેવી રીતે મારી નાખ્યા તે વિશે ‘નાઝા’ નામની એક દસ્તાવેજી ફિલ્મ બની. આરબ મુસ્લિમોએ પોતાનું વિક્ટિમ કાર્ડ ખેલ્યું જેની ડાબેરીઓએ ખૂબ પ્રશંસા કરી.

આ ફિલ્મ રિલીઝ થઈ અને ઇઝરાયલની બદનામી શરૂ થઈ. ઇઝરાયલે તાબડતોબ ‘નાઝા: ધ રિયલ ટ્રુથ’ નામની ડૉક્યુમેન્ટરી બનાવીને રિલીઝ કરી અને ‘નાઝા‘માં કેવું જુઠ્ઠાણું છે તે ઉઘાડું પાડ્યું.

આ તો થઈ દસ્તાવેજી ફિલ્મોવાળી વાત. વેબ સિરીઝનો દાખલો લો. ‘ફૌદા’ની પાંચમી સીઝનના એપિસોડ 7 અને 8 જરૂર જોઈ લેજો. કંપી જશો. ઑક્ટોબરે 7ના હુમલાની વાત એમાં છે. દસ દસ્તાવેજી ફિલ્મો જે કામ ન કરી શકે તે ઇફેક્ટ માત્ર આ બે એપિસોડ દ્વારા ઊભી થઈ શકી છે.

આ વખતની 15મી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પ્રવચન કરતી વખતે ભારતનો પાવર કેવી કેવી રીતે વધી શકે એની એક યાદી આપી હતી. સાત વિષયો હતા જેમાંનો સાતમો હતો સોફ્ટ પાવરનો અને આ સોફ્ટ પાવર કેવી રીતે વધારવો એની માહિતી આપતાં મોદીજીએ ફિલ્મોની પણ વાત કરી.

દેશનું ગૌરવ જાળવવા માટે શબ્દોની તાકાત તો કામની છે જ છે.  આપણે દાયકાઓથી એના સાક્ષી છીએ. વિઝ્યુઅલ મીડિયમની તાકાત શબ્દો કરતાં અનેકગણી છે. નસીબદાર છીએ કે 2014 પછી આ તાકાતનો પણ આપણને પરચો થઈ રહ્યો છે.

લાસ્ટ બૉલ

પચાસ વર્ષથી કેટલાય લોકોએ મને ખતમ કરી નાખવાની કોશિશ કરી…પણ કોઈ મારો વાળ પણ વાંકો નથી કરી શક્યો. જા, તારાથી થાય તે કરી લે!

—સુપરસ્ટાર રજનીકાંત ( ‘જેલર–2’માં)

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં