Wednesday, November 13, 2024
More
    હોમપેજરાજકારણ‘બિલ મુસ્લિમવિરોધી ક્યાંથી?’: JDUના વિરોધની રાહ જોઇને બેઠા હતા વિપક્ષો, લલન સિંઘે...

    ‘બિલ મુસ્લિમવિરોધી ક્યાંથી?’: JDUના વિરોધની રાહ જોઇને બેઠા હતા વિપક્ષો, લલન સિંઘે તેમને જ યાદ કરાવ્યો શીખોનો નરસંહાર, વક્ફ બિલને TDP-શિવસેનાનું પણ સમર્થન

    લલ્લન સિંઘએ આગળ કહ્યું કે, સરકાર ધર્મના નામે કોઈ ભેદભાવ નથી કરી રહી, વક્ફ એક સંસ્થા છે, મંદિર કે મસ્જિદ નથી. વિપક્ષ આખા મામલાને મઝહબી મુદ્દો બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

    - Advertisement -

    આખરે વક્ફ એક્ટમાં સુધારો કરવા માટેનું બિલ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સંસદીય અને લઘુમતી મામલાઓના મંત્રી કિરણ રિજીજૂએ આ બિલ ગુરુવારે (8 ઑગસ્ટ) લોકસભામાં રજૂ કર્યું હતું. બિલ રજૂ થાય તે પહેલાં સમગ્ર વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરવા અને બિલનો વિરોધ કરવા કાગડોળે રાહ જોઈને બેઠો હતો. અમુક સાંસદો એવા પણ પ્રશ્ન કરી રહ્યા હતા કે બિલને NDAની બે મુખ્ય સહયોગી પાર્ટીઓ JDU અને TDPની મંજૂરી મળી છે કે કેમ, તો ક્યાંક એવી પણ ધારણા હતી કે આ પાર્ટીઓ વિરોધ કરશે. પરંતુ JDU અને TDP ઉપરાંત શિવસેના સહિતની તમામ પાર્ટીઓએ બિલને ટેકો આપ્યો છે.

    JDU સાંસદ અને કૅબિનેટ મંત્રી લલન સિંઘે સંસદમાં બિલને ટેકો આપતાં કહ્યું હતું કે “કેટલાક સભ્યોને એવું લાગે છે વક્ફ કાયદામાં સરકાર દ્વારા લાવવામાં આવેલાં આ સંશોધનો મુસ્લિમ વિરોધી છે. “વિપક્ષને ક્યાંથી આ બિલ મુસ્લિમવિરોધી લાગે છે? બિલનો કયો ખંડ મુસ્લિમવિરોધી છે?” વધુમાં તેમણે કહ્યું હતું કે, “વિપક્ષ દ્વારા આયોધ્યા મંદિર અને ગુરુદ્વારાનાં ઉદાહરણો આપવામાં આવી રહ્યાં છે, પણ તેઓ મંદિરો અને સંસ્થા વચ્ચેનું અંતર પણ સમજી રહ્યા નથી.”

    વધુમાં તેમણે વક્ફ અંગે કહ્યું કે “આ મંદિર નથી, તમારી મસ્જિદ સાથે કોઈ છેડછાડ કરવાનો પ્રયત્ન નથી કરવામાં આવી રહ્યો. વક્ફ એ કાયદા દ્વારા બનાવવામાં આવેલી સંસ્થા છે. તેમાં પારદર્શિતા લાવવા માટે એક કાયદો બનાવવામાં આવી રહ્યો છે. કાયદા દ્વારા બનાવેલી કોઈપણ સંસ્થા જો નિરંકુશ હોય તો તેમાં પારદર્શકતા લાવવા માટે સરકારને કાયદો બનાવવાનો અધિકાર છે.”

    - Advertisement -

    લલ્લન સિંઘએ આગળ કહ્યું કે, સરકાર ધર્મના નામે કોઈ ભેદભાવ નથી કરી રહી, વક્ફ એક સંસ્થા છે, મંદિર કે મસ્જિદ નથી. વિપક્ષ આખા મામલાને મઝહબી મુદ્દો બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ બાબતે તેમણે કોંગ્રેસને 1984નું વર્ષ યાદ અપાવતાં કહ્યું હતું કે, ”કોંગ્રેસ સાંસદ કે. સી વેણુગોપાલ જે લઘુમતીની વાત કરી રહ્યા છે તેમણે યાદ કરવું જોઈએ કે આ દેશમાં હજારો શીખોની હત્યા કોણે કરી હતી. કોંગ્રસના રાજમાં શીખોની પકડી પકડીને હત્યા કરવામાં આવી હતી.”

    TDP અને શિવસેનાએ પણ આપ્યું સમર્થન

    વક્ફ બિલને તેલુગુ દેશમ પાર્ટી (TDP) દ્વારા પણ સમર્થન મળી ગયું છે. TDP સાંસદ જી. એમ. હરીશ બાલયોગીએ આ અંગે કહ્યું હતું કે, બિલને આમરું સમર્થન છે. બિલને સંસદીય પેનલ પાસે મોકલવામાં પણ કોઈ વાંધો નથી. ઉપરાંત તેમણે કહ્યું હતું કે “સરકારની ચિંતાની હું પ્રશંસા કરું છું, જ્યારે સત્તાનો દુરુપયોગ થાય ત્યારે ત્યારે સરકારની જવાબદારી છે કે તે વ્યવસ્થામાં સુધારા લાવવા અને પારદર્શિતા લાવવા પ્રયત્ન કરે.” તેમણે વધુમાં કહ્યું કે, “સરકારે જે હેતુથી બિલ લાવી રહી છે તે હેતુનું નિયમન કરવાની અને તેને સુવ્યસ્થિત કરવાની આવશ્યકતા છે.” તેમણે આગળ કહ્યું કે, “અમને વિશ્વાસ છે કે આ બિલ દેશના ગરીબ મુસ્લિમો અને સમુદાયની મહિલાઓને સહાય કરશે તથા પારદર્શકતા લાવવામાં મદદરૂપ બનશે.”

    આ સિવાય મહારાષ્ટ્રની શિવસેનાએ પણ વક્ફ બિલને પોતાનું બિનશરતી સમર્થન આપ્યું હતું. પાર્ટી તરફથી સંસદમાં શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે, વિપક્ષ પોતાની વૉટબેન્ક બચાવવા માટે તેનો વિરોધ કરી રહ્યો છે, તેને સમુદાયના વિકાસમાં કોઇ રસ નથી પરંતુ આ બિલ જરૂરી છે. તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે વક્ફ બોર્ડ સામે હજારો કેસ પેન્ડિંગ છે.

    કુલ 40 સંશોધનો, હવે સંયુક્ત સંસદીય સમિતિને મોકલાશે

    વક્ફ (સુધારા) બિલ 2024માં કુલ 40 સંશોધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલા 2 મહિના દરમિયાન આ સંશોધનો માટે સરકારે કુલ 70 જૂથો પાસેથી સલાહ સૂચનો લીધાં હતાં. સરકાર વાસ્તવમાં 2 બિલ લાવી રહી છે. એક બિલ દ્વારા વક્ફ એક્ટ, 1923ને નાબૂદ કરવામાં આવશે, જ્યારે બીજા બિલ દ્વારા વક્ફ એક્ટ 1995માં સુધારા કરવામાં આવશે. પ્રાથમિક ચર્ચા બાદ સરકાર પક્ષેથી બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ મોકલવા માટે સહમતિ દર્શાવવામાં આવી હતી. જેથી હવે સમિતિ બનાવીને ત્યાં બિલ મોકલવામાં આવશે. ત્યારબાદ ફરીથી ગૃહમાં ચર્ચા બાદ પસાર કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં