Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ તેનું સૌથી મોટું હથિયાર બહાર કાઢ્યું! પુતિનની...

    યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ તેનું સૌથી મોટું હથિયાર બહાર કાઢ્યું! પુતિનની હાજરીમાં પરમાણુ કવાયદ શરૂ, રશિયન રક્ષા મંત્રીએ રાજનાથ સિંહને કર્યો ફોન

    રશિયાએ દર વર્ષે યોજાતી પરમાણુ કવાયદ ફરીથી હાથ ધરી છે. આ વખતે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ આ પ્રસંગે હાજરી આપી હતી અને યુક્રેન યુદ્ધ દરમ્યાન થઇ રહેલી આ કવાયદથી વિશ્વભરમાં તણાવ વધી ગયો છે.

    - Advertisement -

    રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 8 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ બંને તરફથી કોઈજ પરિણામ આવ્યું નથી. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા એક પરમાણુ કવાયદનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ સમગ્ર વિશ્વમાં હંગામો મચી ગયો છે. રશિયાની સ્ટ્રેટેજિક ન્યુક્લિયર ફોર્સે આ કવાયદ કરી હતી. દૂર પૂર્વ અને આર્કટિક તરફ બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો પણ છોડવામાં આવી હતી. અમેરિકાને ‘ન્યૂ સ્ટાર્ટ આર્મ્સ ટ્રીટી’ હેઠળ આ કવાયદ વિશે પહેલાથી જ જાણ કરવામાં આવી હતી.

    જો કે આ રશિયાની વાર્ષિક પરમાણુ કવાયદ હતી, પરંતુ યુક્રેન યુદ્ધની વચ્ચે તેના આચરણને કારણે તણાવ વધી ગયો છે. રશિયાએ આરોપ લગાવ્યો છે કે યુક્રેન હવે યુદ્ધમાં ‘ડર્ટી બોમ્બ’નો ઉપયોગ કરી રહ્યું છે. આ એક પ્રકારનો બોમ્બ છે, જે વિસ્ફોટકો સાથે કિરણોત્સર્ગી સામગ્રી મિક્સ કરીને બનાવવામાં આવે છે. જો કે પશ્ચિમી દેશો આ આરોપને ખોટા ગણાવી રહ્યા છે. સાથે જ યુક્રેનનું કહેવું છે કે આ દાવાથી લાગે છે કે રશિયા પોતે જ આવી તૈયારીઓ કરી રહ્યું છે.

    રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેના 5 દિવસ પહેલા ન્યુક્લિયર ડ્રિલ થઈ હતી. બીજી તરફ, નાટો ઉત્તર-પશ્ચિમ યુરોપમાં ‘સ્ટેડફાસ્ટ નૂન’ નામની લશ્કરી કવાયત પણ કરી રહ્યું છે. તેમાં 14 દેશોનો સમાવેશ થાય છે. રશિયા હજુ પણ દક્ષિણ અને પૂર્વ યુક્રેનમાં સ્થિર છે. રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ કહ્યું છે કે આ કવાયત એટલા માટે કરવામાં આવી હતી કે જો દુશ્મન પરમાણુ હુમલો કરે છે, તો અમે સંપૂર્ણ તાકાત સાથે પરમાણુ હથિયારોથી જવાબ આપી શકીએ.

    - Advertisement -

    બીજી તરફ, રશિયાના સંરક્ષણ પ્રધાને પણ તેમના ભારતીય સમકક્ષ રાજનાથ સિંહ સાથે ફોન પર વાત કરી છે. રાજનાથ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈપણ પક્ષ દ્વારા કોઈપણ કિંમતે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને આ મામલો વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ. યુક્રેન પાસે પરમાણુ હથિયારો ન હોવાથી રાજનાથ સિંહનો આ સંદેશ રશિયા અને પશ્ચિમી દેશો માટે હતો. આ ફોન કૉલ પર, રશિયન સંરક્ષણ પ્રધાને રાજનાથ સિંહ સાથે ‘ડર્ટી બોમ્બ’ની આશંકા સહિત અન્ય યુદ્ધ પરિસ્થિતિઓ વિશે પણ વાત કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં