Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવલસાડ: બસમાં તરૂણીની છેડતી કરતો હતો 65 વર્ષીય ઇમરાન હુસૈન, લોકોએ પકડીને...

    વલસાડ: બસમાં તરૂણીની છેડતી કરતો હતો 65 વર્ષીય ઇમરાન હુસૈન, લોકોએ પકડીને જાહેરમાં મેથીપાક ચખાડ્યો; પોલીસ હવાલે કરાયો 

    બપોરે શાળા છૂટ્યા બાદ તરૂણી વલસાડથી ધરમપુર જવા નીકળી હતી ત્યારે તેણે ઈમરાનને ઓળખી કાઢ્યો હતો અને હિંમત દાખવીને બસમાં જ ઉધડો લીધો હતો.

    - Advertisement -

    વલસાડમાં શાળામાં ભણતી હિંદુ તરૂણીની છેડતી કરવા બદલ એક 65 વર્ષીય મુસ્લિમ શખ્સને લોકોએ જ પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસના હવાલે કરી દીધો હતો. ઇમરાન હુસેન બીલીમોરીયા નામના આ ઈસમે અગાઉ ત્રણેક વખત એક વિદ્યાર્થીનીની છેડતી કરી હતી, આખરે શનિવારે હત્થે ચડી ગયો હતો. મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. 

    વધુ વિગતો અનુસાર, ધરમપુર રહેતી એક હિંદુ તરૂણી વલસાડની એક શાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને રોજ એસટી બસમાં અવરજવર કરે છે. રોજ વલસાડ અપ-ડાઉન કરતા ઇમરાન હુસેને અગાઉ ત્રણેક વખત તેનો હાથ પકડીને છેડતી કરી હતી. એક રિપોર્ટ અનુસાર, તે શાળાએ આવતી-જતી અન્ય પણ વિદ્યાર્થીનીઓની છેડતી કરવાના પ્રયાસ કરતો હતો. 

    શનિવારે (15 જુલાઈ, 2023) બપોરે શાળા છૂટ્યા બાદ તરૂણી વલસાડથી ધરમપુર જવા નીકળી હતી ત્યારે તેણે ઈમરાનને ઓળખી કાઢ્યો હતો અને હિંમત દાખવીને બસમાં જ ઉધડો લીધો હતો. જેના કારણે ડરનો માર્યો ઇમરાન અધવચ્ચે અબ્રામા નજીક એક હોટેલ પાસે ઉતરી ગયો હતો. ત્યારબાદ તેની પાછળ તરૂણી પણ ઉતરી ગઈ અને આરોપીને પકડીને બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. 

    - Advertisement -

    તરૂણીએ ઈમરાનની કરતૂતો વિશે જણાવતાં લોકો અને ત્યાંથી પસાર થતી મહિલાઓએ તેને પકડીને ઢીબી નાંખ્યો અને જાહેરમાં જ ધોલાઈ કરી નાંખી હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ જતાં તેમણે સિટી પોલીસને જાણ કરી હતી, જેની એક ટીમે ઘટનાસ્થળે પહોંચીને આરોપીને હિરાસતમાં લઇ લીધો હતો. 

    મોડી સાંજે તરૂણીએ ફરિયાદ નોંધાવ્યા બાદ તેના આધારે પોલીસે ઇમરાન હુસૈન વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. મીડિયા અહેવાલોએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આરોપી ઇમરાન વલસાડના ધમડાચી હાઈ-વે પર આવેલા FCIના ગોડાઉનમાં બિલિંગ વિભાગમાં કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરે છે. તે મૂળ નવસારીનો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં