Monday, March 9, 2026
More
    હોમપેજગુજરાતગોધરા બાદ વડોદરામાં મુસ્લિમ ટોળાંનો હોબાળો: હિંદુ વિસ્તારને ચારે તરફથી ઘેરી નવરાત્રિ...

    ગોધરા બાદ વડોદરામાં મુસ્લિમ ટોળાંનો હોબાળો: હિંદુ વિસ્તારને ચારે તરફથી ઘેરી નવરાત્રિ મંડપ અને દુકાનમાં તોડફોડ-પથ્થરમારો કર્યાનો આરોપ, 50ની અટકાયત

    સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે મુસ્લિમ ટોળું પહેલાં પોલીસ સ્ટેશન ગયું હતું અને ત્યારબાદ તેમના વિસ્તારમાં આવી પહોંચ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે 'અલ્લાહુ અકબર'ના નારા લગાવતા-લગાવતા આ ટોળાંએ હિંદુ સમુદાયને ભયભીત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

    - Advertisement -

    ગોધરા (Godhra) બાદ હવે વડોદરામાં (Vadodara) મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) ઉત્પાત મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મોટી સંખ્યામાં મુસ્લિમ ટોળાં સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આખા પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું. વધુમાં આ ટોળાંએ હિંદુ વિસ્તારને ચારે તરફથી ઘેરી લઈને નવરાત્રિ મંડપમાં તોડફોડ કરી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પોલીસે હાલ આ ઉત્પાતની ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે.

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં હિંદુ સંગઠનના આગેવાને જણાવ્યું છે કે એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે મુસ્લિમ ટોળાં શુક્રવારના રોજ (19 સપ્ટેમ્બર) જુમ્માની નમાજ બાદ જૂનીગઢી વિસ્તારમાં એકઠા થયા હતા અને ભારે હોબાળો કરવા લાગ્યા હતા. ટોળાંએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ નજીકના હિંદુ વિસ્તારોને ઘેરી લેવામાં આવ્યા હોવાનો પણ આરોપ હિંદુ સંગઠને લગાવ્યો છે.

    અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પરિસ્થિતિ વણસતા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પથ્થરમારામાં સંડોવાયેલા 50 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    ‘ચારે બાજુથી હિંદુ વિસ્તારોને ટાર્ગેટ કર્યા’- હિંદુ સંગઠન

    હિંદુ સંગઠને વધુમાં દાવો કર્યો છે કે મુસ્લિમ ટોળાંએ સિટી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યા બાદ જૂનીગઢી અને ચીકવાડ જેવા હિંદુ વિસ્તારોને પણ ચારે બાજુથી ઘેરી લઈને ટાર્ગેટ કર્યા હતા અને પથ્થરો વરસાવ્યા હતા. ઉપરાંત, આ વિસ્તારોમાં નવરાત્રિના માતાજીના મંડપને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હિંદુ સંગઠને આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ ટોળાંએ એક હિંદુ વ્યક્તિની દુકાન તોડવાનો અને લૂંટફાટનો પ્રયાસ પણ કર્યો હતો. 

    ઘટનાસ્થળ પર હાજર હિંદુ સંગઠનના આગેવાને વધુમાં જણાવ્યું હતું કે સ્થિતિ નિયંત્રણની બહાર જતી દેખાતા તેમણે જોઇન્ટ સીપી લીના પાટીલનો સંપર્ક કર્યો હતો. જે બાદ ગણતરીની મિનિટોમાં જ પોલીસ કાફલા ખડકાઈ ગયા હતા અને સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. સંગઠનના મતે જો તાત્કાલિક પોલીસ કાર્યવાહી ન થઈ હોત તો આ ઘટના ખૂબ મોટી બનવા પામી હોત. 

    હિંદુ સંગઠને ઘટનાને લઈને જણાવ્યું છે કે મુસ્લિમ ટોળાંનો ઇરાદો લૂંટફાટ અને મારધાડ કરવાનો હતો. એજ નાના હિંદુ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવો એ ખૂબ ગંભીર બાબત છે અને તેને સાંખી ન શકાય. હિંદુ સંગઠને પ્રશ્ન ઉઠાવતા કહ્યું છે કે શુક્રવારે જ આવી ઘટનાઓ કેમ બને છે? વધુમાં તેવું પણ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિએ તેમની મજહબી ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય તો તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપવી જોઈએ, પણ આ મુસ્લિમ ટોળાંએ તેવું કરવાની જગ્યાએ આખા હિંદુ સમુદાયને ટાર્ગેટ કર્યો છે. 

    હિંદુ સંગઠને એવું પણ જણાવ્યું છે કે આ ઘટનાને લઈને સ્થાનિક ભાજપના નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હિંદુઓની પડખે આવીને ઊભા રહ્યા હતા. સ્થાનિક કોર્પોરેટર પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. હાલ આ મામલે પોલીસ બે ફરિયાદ દાખલ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર વિરુદ્ધ અને બીજી મુસ્લિમ ટોળાં વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે.

    ‘અલ્લાહુ અકબરના નારા સાથે હિંદુઓને ભયભીત કરવાનો પ્રયાસ’- પ્રત્યક્ષદર્શી

    દિવ્ય ભાસ્કર અનુસાર, આ ઘટનાને લઈને સ્થાનિક પ્રત્યક્ષદર્શી દર્શન કુંડે જણાવ્યું હતું કે મુસ્લિમ ટોળું પહેલાં પોલીસ સ્ટેશન ગયું હતું અને ત્યારબાદ તેમના વિસ્તારમાં આવી પહોંચ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા-લગાવતા આ ટોળાંએ હિંદુ સમુદાયને ભયભીત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમણે આરોપ લગાવતા કહ્યું કે પથ્થરમારા બાદ તેમણે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાઓને ડરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેમણે એવું પણ જણાવ્યું છે કે મુસ્લિમ ટોળાંએ માતાજીના મંડપને પણ નુકસાન પહોંચાડ્યું છે.

    અન્ય એક પ્રત્યક્ષદર્શી વિશાળ ઉતેજરે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પોસ્ટને લઈને વિવાદ ઊભો થયો હતો અને ત્યારબાદ મુસ્લિમ ટોળું વિસ્તારમાં ઘસી આવ્યું હતું. તેમણે કહ્યું કે, “જો કોઈ એવો બનાવ બન્યો હોય તો પોલીસને જાણ કરો, જે કાયદાકીય પગલાં લેવાના છે તે પોલીસ લેશે. જે-તે સમયે ગણેશ પ્રતિમા પર ઈંડાં ફેંકાયાં ત્યારે અમે પણ શાંતિ જાળવી અને પોલીસે કાયદાની રીતે પાઠ ભણાવ્યો. પણ આ જે માતાજીના મંડપ તોડ્યા છે, તે ભયનો માહોલ ઊભો કરવાનું ષડ્યંત્ર છે.” પ્રત્યક્ષદર્શીઓના મતે 500-700નું મુસ્લિમ ટોળું વિસ્તારમાં ઘસી આવ્યું હતું.

    આ ઘટનાને લઈને એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું છે કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થયા બાદ તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં