Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનિકાહની દાવતમાં રસગુલ્લા ન મળતાં ધીંગાણું, એકનું મોત, 35 ઈજાગ્રસ્ત: મુખ્ય આરોપી...

    નિકાહની દાવતમાં રસગુલ્લા ન મળતાં ધીંગાણું, એકનું મોત, 35 ઈજાગ્રસ્ત: મુખ્ય આરોપી આરિફ પકડાયો

    નજીવી બાબતમાં બે જૂથો બાખડ્યા, જાન નિકાહ વગર જ પરત ફરી.

    - Advertisement -

    લગ્નપ્રસંગ દરમિયાન બે સામાન્ય બોલચાલ થવાના કિસ્સાઓ બનતા રહે છે પરંતુ નજીવી વાતમાં કોઈની હત્યા કરી નાંખવામાં આવી હોય તેવો સંભવતઃ પ્રથમ કિસ્સો ઉત્તર પ્રદેશના આગ્રામાં બન્યો છે. અહીં એક નિકાહ દરમિયાન ભોજનમાં રસગુલ્લા ન મળતાં બે પક્ષો બાખડી પડ્યા હતા અને એકની હત્યા પણ કરી નાંખી હતી. 

    ઘટના 26 ઓક્ટોબરની રાત્રિની હોવાનું કહેવાય છે. અહીં એત્માદપુર પોલીસ મથકે વિસ્તારના મહોલ્લા શેખાનની છે. અહીં રહેતા ઉસ્માન નામના વ્યક્તિની બે પુત્રીઓ ઝૈનાબ અને શાઝિયાના નિકાહ ખંદૌલીના રહેવાસી વાકરના પુત્રો જાવેદ અને રાશિદ સાથે થવાના હતા. 

    નિકાહ યોજાયા તે દિવસે જાન લગ્નસ્થળે પહોંચ્યા બાદ નાસ્તો પીરસવામાં આવી રહ્યો હતો ત્યારે એક જાનૈયાએ રસગુલ્લા માંગ્યા હતા. જેથી રસગુલ્લા પીરસતી વખતે પ્લેટની જગ્યાએ જમીન પર પડી ગયા. ત્યારબાદ જાનમાં આવેલા શાહરૂખ અને ભોજન પીરસતા યુવક વચ્ચે બોલાચાલી થઇ અને તે મારપીટમાં પરિણમી હતી અને બંને તરફથી ચમચા અને ખુરશી, ટેબલ વડે છૂટા હાથે મારામારી શરૂ થઇ ગઈ હતી. 

    - Advertisement -

    મારામારી દરમિયાન જાનમાં આવેલા આરિફ નામના ઇસમે 20 વર્ષીય સની પર હુમલો કરી દીધો હતો જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ, શાહરૂખ, સાનુ, નાઝિમ અને શાહિદ સહિત ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જેમની હાલ સારવાર ચાલી રહી છે. 

    આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તેના પુત્રને પાઇપ મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના નાકમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેણે શાક કાઢવાનો ચમચો સનીની છાતીમાં મારી દીધો હતો, જેના કારણે તેને ઇજા પહોંચી અને લોહી પણ વહેવા માંડ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, સનીનું મોત હૃદયમાં કાણું પડવાથી અને લોહી જામી જવાથી થયું હતું. 

    ઘટના બાદ સનીના કાકાએ 9 લોકો સામે નામજોગ અને બાકીના અજ્ઞાત લોકો સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને સની પર હુમલો કરનાર આરોપીને પકડી લીધો હતો. 

    આ મામલે પશ્ચિમ આગ્રાના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 26-27ની રાત્રિએ એક લગ્નમાં રસગુલ્લાને લઈને વિવાદ થયો, જેમાં એક સમૂહે એક વ્યક્તિની છાતી પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થઇ ગયું. ફરિયાદી પક્ષની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    અહેવાલો અનુસાર, આ ધીંગાણું થવાના કારણે અને એક વ્યક્તિનું મોત થવાના કારણે બંને નિકાહ રદ થઇ ગયા હતા અને જાન પરત ફરી હતી. દુલ્હનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે સામેના પક્ષેથી કારની માંગ કરવામાં આવી રહી હતી, જેના કારણે આ વિવાદ થયો હતો. બીજી તરફ, તેમના પિતાએ બીજા યુવકોની શોધખોળ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં