મંગળવારે (17 ડિસેમ્બર) ભારતીય સરહદી વિસ્તારોમાં સ્ટારલિંક સેટેલાઇટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા મ્યાનમાર (Myanmar) સાથે જોડાયેલા આતંકવાદી જૂથો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે તેમની પાસે સ્ટારલિંકના ઉપકરણો મળી આવ્યા હતા. જે બાદ સ્પેસએક્સના (SpaceX) માલિક ઇલોન મસ્કે (Elon Musk ) જણાવ્યું છે કે ભારતમાં હજુ સુધી સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ (Starlink satellite internet) સેવાનો ઉપયોગ કરી શકાયો નથી.

મસ્કે જણાવ્યું છે કે ભારત પર સ્ટારલિંક સેટેલાઇટ બીમ બંધ છે અને હાલમાં સ્ટારલિંક સેટઅપનો ભારતની પ્રાદેશિક સરહદોની અંદર ઉપયોગ કરી શકવો શક્ય નથી.
Correct
— Elon Musk (@elonmusk) December 17, 2024
કુકી આતંકીઓ પાસેથી મળ્યા હતા સ્ટારલિંક ડિવાઇસ
17 ડિસેમ્બરે, ભારતીય સેનાએ મણિપુરના સંઘર્ષ વિસ્તારોમાં કાર્યરત કુકી આતંકવાદી (Kuki militant) જૂથો પાસેથી કેટલાક સ્ટારલિંક સાધનો જપ્ત કર્યા પછી Xના ભારતીય વપરાશકર્તાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ભારતમાં સ્ટારલિંક હજી કાર્યરત ન હોવાથી, કેટલાક આતંકવાદી જૂથો અને ગુનેગારો સરહદી વિસ્તારોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા હતા.
ભારતીય ક્ષેત્રમાં સ્ટારલિંકના સાધનો મળી આવ્યા હોવાની આ પહેલી ઘટના નથી. નવેમ્બરમાં, આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક ભારતીય જળસીમામાં મ્યાનમારનું એક જહાજ જપ્ત કરવામાં આવ્યું હતું જ્યારે તે 6 ટનથી વધુ મેથની (Meth Drug) દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અન્ય ગુનાહિત સામગ્રી ઉપરાંત, સુરક્ષા દળોએ ડ્રગના દાણચોરો પાસેથી અદ્યતન GPS ઉપકરણો સાથેનું સ્પેસએક્સ સ્ટારલિંક ઉપકરણ પણ મેળવ્યું હતું.