Sunday, February 2, 2025
More
    હોમપેજદુનિયાપનામા નહેર બાદ હવે ગ્રીનલેન્ડ પર પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નજર: કહ્યું- ડેન્માર્કે...

    પનામા નહેર બાદ હવે ગ્રીનલેન્ડ પર પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નજર: કહ્યું- ડેન્માર્કે કબજો અમેરિકાને સોંપી દેવો જોઈએ, આમ કરવાની તાતી જરૂરિયાત

    ટ્રુથ સોશિયલ પરની પોતાની પોસ્ટમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, કેન હોવરી ડેનમાર્કના રાજ્યમાં રાજદૂત તરીકે સેવા આપશે. PayPal સહ-સ્થાપક અને અન્ય કંપનીઓમાં વેન્ચર કેપિટલ ફંડ ધરાવતા હોવરીએ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન સ્વીડનમાં રાજદૂત તરીકે સેવા આપી હતી.

    - Advertisement -

    22મી ડિસેમ્બરના રોજ અમેરિકાના (America) ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ગ્રીનલેન્ડ (Greenland) પર નિયંત્રણ લાદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આમ કરવાની ‘તાતી જરૂરિયાત’ છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીનલેન્ડ ઉત્તર અમેરિકા ખંડનો એક હિસ્સો તો છે, પરંતુ તે સ્વાયત્ત પ્રદેશ તરીકે ડેનમાર્કના રાજ્યનો ભાગ છે.

    ટ્રુથ સોશિયલ પરની પોતાની પોસ્ટમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, કેન હોવરી ડેનમાર્કમાં રાજદૂત તરીકે સેવા આપશે. PayPal સહ-સ્થાપક અને અન્ય કંપનીઓમાં વેન્ચર કેપિટલ ફંડ ધરાવતા હોવરીએ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન સ્વીડનમાં રાજદૂત તરીકે સેવા આપી હતી. પોસ્ટમાં ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે, “સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતાના હેતુઓ માટે, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને લાગે છે કે ગ્રીનલેન્ડનું સ્વામિત્વ અને નિયંત્રણ મેળવવું તે ખૂબ જ આવશ્યક છે.”

    જોકે, આ કોઈ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ લેવામાં રસ દાખવ્યો હોય. વર્ષ 2019માં ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે, તેઓ ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ ખરીદવા માંગે છે. નોંધવું જોઈએ કે, ગ્રીનલેન્ડ તેના કુદરતી સંસાધનો અને ભૌગોલિક રાજકીય સુસંગતતા માટે જાણીતું છે. જોકે, ડેનમાર્કના આ પ્રદેશ પર કબજો જમાવવાની તેમની ઈચ્છાને કારણે ડેન્માર્કના નેતાઓ દ્વારા ટ્રમ્પ વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ડેન્માર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સેને સ્પષ્ટપણે કહ્યું હતું કે, ગ્રીનલેન્ડ વેચાઉ નથી. દ્વીપ યાત્રા દરમિયાન તેમણે કહ્યું હતું કે, “ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી મૂકવામાં આવ્યું. ગ્રીનલેન્ડ ડેનિશ નથી, ગ્રીનલેન્ડ ગ્રીનલેન્ડનું જ છે.”

    - Advertisement -

    ફ્રેડરિક્સનની આ ટિપ્પણી બાદ ટ્રમ્પે આ વાતનો વળતો જવાબ ડેનમાર્કના પીએમ સાથેની બેઠક રદ કરીને આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્રીનલેન્ડના ઉત્તર-પશ્ચિમ કિનારે યુએસ સ્પેસ ફોર્સ બેઝ, પિટુફિક સ્પેસ બેઝ (જે અગાઉ થુલે એર બેઝ તરીકે ઓળખાતું હતું) આવેલું છે. આ ટાપુ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત છે. તે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક સ્થાન અને આર્કટિક અને રશિયા સહિતના કેટલાક દેશો સાથેની નિકટતા અમેરિકાને લોભાવે છે.

    પનામા નહેર પર પણ નિયંત્રણ ઈચ્છે છે ટ્રમ્પ

    અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ લાદવાની ઈચ્છા વ્યક્ત કરી તે પહેલાં તેમણે પનામા કેનાલ પર પણ નિયંત્રણ મેળવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમની તાજેતરની એક ટિપ્પણીમાં તેમણે પનામા નહેરનું નિયંત્રણ અમેરિકાને પરત કરવાની ‘ધમકી’ આપી હતી. ટ્રમ્પે નહેરમાંથી પસાર થવા માટે અમેરિકન જહાજોના માર્ગ માટે પનામા ચાર્જની ફી અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

    તેમની ટિપ્પણીનો જવાબ આપતા પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ કહ્યું હતું કે, તેમના દેશની સ્વતંત્રતા સાથે કોઈ જ બાંધછોડ નહીં થાય. તદુપરાંત તેમણે અમેરિકન જહાજોના પસાર થવા માટે લેવામાં આવતી ફીના મુદ્દે બચાવ કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં અમેરિકન જહાજો પાસે ફી લેવામાં મનમાની નથી કરવામાં આવી રહી.

    નોંધવું જોઈએ કે, પનામા નહેરનું નિર્માણ 1914માં કરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બર 1999 સુધી તેનો કબજો અમેરિકા પાસે હતો અને તે જ નહેરનું સંચાલન કરતું. ત્યારબાદ 1977માં થયેલી સંધિઓના આધારે પનામા નહેરનું નિયંત્રણ પનામાને સોંપવામાં આવ્યું હતું. પનામા કેનાલ અંગેના અમારા વિગતવાર અહેવાલને વાંચવા અહીં ક્લિક કરો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં