Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતરંગી કપડા પહેરવા પંકાયેલી ઉર્ફી જાવેદની ઇસ્લામિક દેશ દુબઈની પોલીસે કરી અટકાયત:...

    અતરંગી કપડા પહેરવા પંકાયેલી ઉર્ફી જાવેદની ઇસ્લામિક દેશ દુબઈની પોલીસે કરી અટકાયત: ટૂંકાં કપડાં પહેરીને વિડીયો શૂટ કરવાનો આરોપ

    ઉર્ફી જાવેદ પહેલી વાર વિવાદોમાં નથી પડી, ભારતમાં પણ તેના ટૂંકા વસ્ત્રોના કારણે તેના વિરોધમાં અશ્લીલતા ફેલાવવા બદલ કેસ નોધાયા જ છે.

    - Advertisement -

    સોશિયલ મીડીયાના વ્યાપ બાદ સેલેબ્રિટીમાં એક નવો વર્ગ ઊભો થયો જે સોશિયલ મીડીયા થકી લોકોમાં યેનક્રેન પ્રકારે પ્રચલિત થયા છે. તેવુ એક નામ ઉર્ફી જાવેદ છે. જે પોતાના અંતરંગી અને ટૂંકાં કપડાંના થકી પ્રચલિત થઈ છે. ઘણા ટીવી શોમાં આવી ચૂકેલી ઉર્ફેી જાવેદ પોતાના બેબાકપણાના કારણે પણ ચર્ચામાં રહી છે. પોતે મુસ્લિમ હોવાના કારણે ઈસ્લામીઓ દ્વારા ઘણીવાર ધમકીઓ મળી હોવા છતાં પોતાની મસ્તીમાં રહેનારી ઉર્ફી હાલ દુબઇ પહોંચી છે, જ્યાં તે મુશ્કેલીમાં ફસાઈ છે.

    હાલમાં ઉર્ફી જાવેદ પોતાના કેટલાક પ્રોજકેટો માટે ઈસ્લામિક દેશ દુબઈમાં છે. દુબઇ એક આરબ દેશ છે ત્યાં ઈસ્લામિક શાસન હોવા છતાં પ્રવાસન હેતુથી કેટલીક છુટો આપવામાં આવી છે. ઉર્ફી જાવેદ પણ હમણાં ત્યા પોતાના વિડીયો શૂટ માટે દુબઈ ગઈ છે. પરંતુ ત્યાં તેણે એક વિડીયો બનાવી પોસ્ટ કર્યો છે જે દુબઈના લોકોને યોગ્ય લાગ્યોના હતો તેણે ટૂંકા કપડા પહેરીને તે વિડીયો શુટ કર્યો હતો.

    આ વાત દુબઈની પોલીસ સુધી પહોંચતા તેણે ઉર્ફી જાવેદની અટકાયત કરી હતી. આ અંગેની માહિતી ઈન્ડીયા ટુડે નામના અખબારે પોતાના વિશેષ આર્ટિકલમાં માહિતી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે “દુબઈમાં આવી રીતે જાહેર સ્થળો પર ટૂંકા કપડા પહેરી વિડાયો શુટ કરવો ગેરકાયદેસર છે. જેના કારણે ઉર્ફીની અટકાયત કરવામાં આવી હતી.” જો કે હજુ પણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી કે કપડાંના કારણે અટકાયત થઈ છે કે જાહેર સ્થળ પણ વિડીયો શુટ કરવા બાબતે.

    - Advertisement -

    એક રિપોર્ટ અનુસાર ઉર્ફીની અટકાયત બાદ તેનું ભારત આવવાનું કેન્સલ થઇ શકે છે. દુબઈની પોલીસ તેની ભારત આવવાની ટીકીટ પણ કેન્સલ કરી શકે છે. યાદ રહે કે દુબઈ એક ઇસ્લામિક કાયદો ધરાવતો દેશ છે, જ્યાં શરિયા કાયદો લાગુ છે. જ્યાં મહિલાઓને વિશેષ છૂટ આપવામાં આવતી નથી. પરંતુ દુબઈનું અર્થતંત્ર પ્રવાસન પર આધાર રાખતું હોવાથી પ્રવાસી લોકો માટે મંજુરી લઈને કેટલીક છૂટો આપવામાં આવે છે. તેવી જ છૂટો અંતર્ગત ઉર્ફી ત્યાં પોતાનો વિડીયો શૂટ કરવા ગઈ છે. 

    ઉર્ફી જાવેદ પહેલી વાર વિવાદોમાં નથી પડી, ભારતમાં પણ તેના ટૂંકા વસ્ત્રોના કારણે તેના વિરોધમાં અશ્લીલતા ફેલાવવા બદલ કેસ નોંધાયા જ છે. પરંતુ તેણે પોતાનો રસ્તો છોડ્યો નથી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં