Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅતીક અહેમદની પત્ની જે ઘરમાં રહેતી હતી તેને યોગી સરકારે કર્યું જમીનદોસ્ત:...

    અતીક અહેમદની પત્ની જે ઘરમાં રહેતી હતી તેને યોગી સરકારે કર્યું જમીનદોસ્ત: ઘરમાંથી મળ્યા તલવાર અને બંદુક, ઉમેશપાલ હત્યા કેસમાં છે આરોપી

    આ ઘર તોડવા પહેલા સામાનને બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં તલવાર અને બંદુકો પણ હાથ લાગી છે. પોલીસએ પણ તપાસ કરી રહી છે કે આ જ બંદુકનો ઉપયોગ તો ઉમેશ પાલની હત્યામાં થયો તો નથી ને?

    - Advertisement -

    ઉમેશ પાલની ધોળા દહાડે ગોળીઓ અને ગ્રેનેડ વરસાવીને હત્યા કરવામાં અવી હતી, ત્યાર બાદ તે હત્યાકાંડનો વિડીઓ પણ વાયરલ થયો હતો. આ હત્યાકાંડે ઉત્તરપ્રદેશના જુના દિવસો યાદ કરાવી દીધા હતા. જયારે આવી ધટનાઓ રોજ થતી હતી. આ મામલે યોગી સરકાર પર વિધાનસભામાં સવાલો કરવામાં આવ્યા હતા, ત્યારે મુખ્યમંત્રી યોગીએ આરોપીઓને માટીમાં મેળવી દેવાનું કહ્યું હતું. આરોપીઓની જે થશે તે તો કાયદો નક્કી કરશે, પરંતુ હાલમાં યોગી સરકારે માફિયા અતીક અહેમદની પત્ની જે ઘરમાં રહેતી હતી તેના પર બુલડોઝર ફેરવીને માટીમાં મેળવી દીધું છે. 

    મળતી માહિતી અનુસાર, ઉમેશ પાલની હત્યાનો મામલો સામે આવ્યા બાદ અતીક અહેમદની પત્ની પરવીન પણ ગાયબ થઇ ગઈ છે. પરંતુ યોગી સરકારે એક્શન લેતા, તે જે ઘરમાં રહેતી હતી તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. જો કે પરવીન તે ઘરમાં ભાડેથી રહેતી હતી. આ ઘર પત્રકાર જફરનું છે, જેણે અતીકની પત્નીને રહેવા માટે ભાડે આપ્યું હતું. આ બે માળના ઘરને પ્રશાસને બુલડોઝરની મદદથી માટીમાં મેળવી દીધું છે. પ્રશાસને આ ઘર તોડવા પાછળનું કારણ કહ્યું છે કે આ આખું ઘર ગેરકાનૂની રીતે બનાવવામાં આવ્યું હતું, માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. 

    આ ઘર તોડવા પહેલા સામાનને બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં તલવાર અને બંદુકો પણ હાથ લાગી છે. પોલીસએ પણ તપાસ કરી રહી છે કે આ જ બંદુકનો ઉપયોગ તો ઉમેશ પાલની હત્યામાં થયો તો નથી ને? આ સિવાય સામાનમાંથી અતીકના પરિવારનો ફોટો મળ્યો છે, અન્ય એક ફોટામાં AIMIMના નેતા અસદ્દુદીન ઔવેશી પણ નજરે પડી રહ્યા છે. સાથે જ અતીક અહેમદના પુત્ર અલીના બે બે જન્મ પ્રમાણપત્રો મળી આવ્યા હતા.

    - Advertisement -

    ઘર માલિક જફર અતીકનો ખુબ નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે, તેના પર પણ પાંચથી વધુ કેસો થયેલા છે તેમાંથી અમુક કેસોમાં તો તે અતીકના સાગીરત તરીકે કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે અતીક અહેમદનું મૂળ ઘર યોગી સરકારે બુલડોઝર ફેરવીને માટીમાં મેળવી દીધું હતું, ત્યારથી અતીકનો પરિવાર આ ઘરના નિવાસ કરતો હતો. પોલીસને એ પણ માહિતી મળી છે કે અતીકની પત્ની પરવીને ઉમેશ પાલના હત્યારાઓને અહિયાં આશરો આપ્યું હતો. તેમ જ તેની સાથે આ જ ઘરમાં બેઠક કરી હતી. હાલમાં પરવીન તેના પરિવારના સભ્યો સાથે ફરાર છે તેમજ જફર પણ ફરાર થઇ ગયો છે.   

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં