Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉમેશ પાલ હત્યાકાંડમાં નવો ખુલાસો: વોટ્સએપથી નિર્દેશ આપતો હતો અતીક અહમદ; ગેંગસ્ટરની...

    ઉમેશ પાલ હત્યાકાંડમાં નવો ખુલાસો: વોટ્સએપથી નિર્દેશ આપતો હતો અતીક અહમદ; ગેંગસ્ટરની પત્નીએ સીએમ યોગીને પત્ર લખ્યો

    પોતાના પતિને બચાવવા માટે અતીકની પત્ની આવી સામે. મુખ્ય મંત્રી યોગીને લખ્યો પત્ર.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલની હત્યાના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે, આખો કેસ હાઈપ્રોફાઈલ બની ગયો છે. ઉત્તરપ્રદેશનો સૌથી મોટા માફિયામાનો એક અતીક અહેમદનું નામ આવ્યા બાદ હવે આ મામલા પર આખા દેશની નજર બની છે. ઉત્તરપ્રદેશની વિધાનસભામાં પર આ મામલો ગરમાયો હતો. જેમાં યોગી સરકાર પર સવાલ થયા હતા, જેમાં યોગીએ ગુંડાઓને માટીમાં મિલાવી દઈશું તેવું કહ્યું હતું. એક નવા ખુલાસા અનુસાર અતીક અહેમદ વોટ્સપ પર તેની ગેંગને નિર્દેશ આપતો હતો.

    હવે આ મામલે વધુ મોટો ખુલાસો થયો છે, મળતી માહિતી મુજબ ઉમેશ પાલની હત્યામાં 06 લોકો નહિ પરંતુ કુલ 13 લોકો સામેલ હતા. જેમાં 07 લોકોને બેકઅપ પ્લાન તરીકે રાખવામાં આવ્યા હતા. એનો અર્થ એ થાય છે કે અતીકના ગુંડાઓ કોઈ પણ સંજોગોમાં ઉમેશને છોડવા માંગતા ન હતા. 

    આ એક જ ખુલાસો નહી પરંતુ તેની સાથે બીજા બે ખુલાસો પણ થયા છે, જેમાં સૌથી મોટો ખુલાસો એ છે કે આ આખુ ષડ્યંત્ર પ્રયાગરાજમાં આવેલી મુસ્લિમ હોસ્ટેલમાં ઘડવામાં આવ્યું હતું. ત્યાં જ એક રૂમ બેસીને આ 13 લોકોએ કેવી રીતે હત્યા કરવી તેની ગોઠવણી કરી હતી. બીજો ખુલાસોએ થયો છે કે આ આખી ઘટનાને અંજામ આપવા માટે આદેશ અતીક અહેમદે જ આપ્યો હતો. એવી પણ વાત મળી છે કે અતીક અહેમદ વોટ્સપના માધ્યમથી આ લોકો સાથે જોડયેલો રહી, નિર્દેશ આપતો હતો. સાથે અતીકનો ભાઈ અશરફ પણ જોડાયેલ છે. જો કે બંને ભાઈ હાલમાં જેલમાં છે, જેમાં અતીક ગુજરાતની સાબરમતી જેલમાં છે.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશ પોલીસેના છેલ્લા ત્રણ દિવસમાં બે મોટી સફળતા મળી છે, જેમાં આ ઘટના વખતે ગાડી ચલાવનારને ઠાર માર્યો છે તેમજ આ ષડ્યંત્રનો હિસ્સો રહેનાર ઇલાહબાદ હાઇકોર્ટનો વકીલ સદાકત ખાનની ધરપકડ કરી છે.જો કે અન્ય લોકોની ખોજ ચાલુ છે. 

    પોલીસે સઘન પુછતાછ કરતા,  સદાકત ખાને તમામ વાતો જણાવી દીધી હતી. જેમાં તેને ઉપર જણવ્યા મુજબના ખુલાસાઓ કર્યા હતા. તેણે પોલીસને જણાવ્યું હતું કે આખી ઘટનાને અંજામ આપવા માટે અતીક અહેમદ પોતે વોટ્સપ પર નિર્દેશ આપતો હતો, જેમાં અતીકનો ભાઈ અશરફ પણ વોટ્સપ પર આદેશ આપતો હતો. 

    આ બધી ઘટના વચ્ચે હવે અતીક અહેમદની પત્નીની શાઇસ્તા પરવીનની એન્ટ્રી થઇ છે, તેણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખી પોતાના પતિ અને પુત્રને બચાવી લેવા માટે અરજ કરી છે. તેણે પત્રમાં લખ્યું હતું કે “ઉમેશ પાલની હત્યા થઇ તે દુખદ છે, પરંતુ તેની પત્ની પૂજા પાલે મારા પરિવારના સભ્યોનું આમાં નામ લીધું છે, જેમાં મારા પતિ અને પુત્રનું પણ નામ છે. આ નામો એક ષડ્યંત્રનો ભાગ છે. હું તમને અરજ કરું છું કે ઉમેશ પાલ હત્યાની સીબીઆઈ તપાસ કરશો.” આ મામલે ષડ્યંત્ર રચવાનો આરોપ પણ ભાજપાના જ એક મંત્રી પર લગાડ્યો હતો. 

    તમને જણાવી દઈએ કે અતીક અહેમદનો એક સમયે સમગ્ર રાજ્યમાં ડર હતો. તેના પર 188 જેટલા કેસો પણ નોધાયા છે. તેનો ડર એટલો હતો કે 10 જજોએ તેનો કેસ સાંભળવા માટે જ મનાઈ કરી દીધી હતી. આજે એજ અતીકને બચાવવા તેની પત્ની યોગીને ચિઠ્ઠી લખી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં