Sunday, July 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવાત અતીક અહમદના આતંકની: રાજુ પાલ પર કર્યો હતો ગોળીઓનો વરસાદ, જજો...

  વાત અતીક અહમદના આતંકની: રાજુ પાલ પર કર્યો હતો ગોળીઓનો વરસાદ, જજો પણ કેસ સાંભળવા તૈયાર ન હતા, 188 વધુ કેસોનો આરોપી હાલ ગુજરાતની જેલમાં બંધ

  અતીક પર અલગ અલગ 188થી વધુ મામલાઓ ચાલી રહ્યા છે, તેના પર ચાલી રહેલા કેસ બાબતે તેણે એક વાર કહ્યું હતું કે મને આ બાબત પર ગર્વ છે.

  - Advertisement -

  ઉત્તરપ્રદેશમાં એક સમયે માફિયા રાજ જ ચાલતું હતું, જેનાથી આખો દેશ વાકેફ છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીમાં આ લોકો સમયે સમયે શરણ લેતા રહ્યા અને પોતાનું કદ વધારતા રહ્યા. જેમાં આઝમ ખાન અને મુખ્તાર અન્સારી જેવા લોકોનો સમાવેશ થાય છે. તેવું જ એક નામ એટલે અતીક અહેમદ. હાલમાં જ ઉમેશ પાલ હત્યાકાંડમાં ફરી અતીક અહમદનું નામ ચર્ચામાં છે. તો જાણીએ શું હતો રાજુ પાલ હત્યાકાંડ? કેમ ઉમેશ પાલની હત્યા કરવામાં આવી છે. 

  થોડા દિવસ પૂર્વે ઉતરપ્રદેશમાં એક લાઈવ હત્યા થઇ, જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં અતિ વાયરલ થયો. જેમાં દેખી શકાય છે કે કેટલાક લોકો ઉમેશ પાલ પર બંદુકની ગોળીઓનો વરસાદ કરી રહ્યા છે, એટલામાં સંતોષ ન મળતા હત્યારાઓએ ગ્રેનેડ બોમ્બ પણ ફેક્યા હતા. આ આખા કાંડમાં બે લોકોના જીવ ગયા જેમાં ઉમેશ પાલ અને તેનો અંગરક્ષક યુપી પોલીસનો જવાન સંદીપ નિશાદ સામેલ છે. સંદીપની ઉંમર ફક્ત 25 વર્ષની જ હતી, તે એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. 

  ઉમેશ પાલ હત્યાકાંડના તાર જોડાય છે, ઈ.સ.2005માં ધારાસભ્ય રાજુ પાલની હત્યા સાથે. મારનાર ઉમેશ પાલએ રાજુ પાલની હત્યાનો મુખ્ય સાક્ષી હતો. આ પહેલી વાર નથી કે તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ તેનું અપહરણ કરીને અતીક ની મરજી અનુસાર ગવાહી અપાવી હતી. હાલમાં થયેલ ઉમશની હત્યામાં અતીક અહેમદનો જ હાથ છે. તેનો દીકરો જ આ હત્યાકાંડનો મુખ્ય સુત્રધાર છે. 

  - Advertisement -

  રાજુ પાલની હત્યા તે સમયે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે રાજુ પાલ પોતે એક સમયે અતીક અહેમદ માટે જ કામ કરતો હતો. પરંતુ બાદમાં રાજુ પાલ તેનાથી અલગ થયો હતો. રાજુ પાલે અતીકના ભાઈ વિરુદ્ધમાં ચુંટણી લડવાનું નક્કી કર્યું હતું. રાજુ પાલે બહુજન સમાજ પાર્ટીનો હાથ પકડ્યો હતો. સામે અતીકનો ભાઈ અશરફ ઉભો હતો. પરંતુ અતીક અહેમદના ભાઈ અશરફ અલ્હાબાદ પશ્ચિમથી રાજુ પાલ સામે હારી ગયો હતો. 

  બસ, આ વાતનો બદલો લેવા માટે અતીક અહેમદે રાજુ પાલની હત્યા કરવી હતી. આ ઘટનાને જે રીતે અંજામ આપવામાં આવ્યો હતો, તે ખુબ જ ખૌફનાક હતો. અતીકના ગુંડાઓએ રાજુ પાલ પર બેફામ ગોળીઓ વરસાવી હતી. રાજુ પાલના સમર્થકો તેને ઘાયલ હાલતમાં લઇ હોસ્પિટલ તરફ ભાગ્ય હતા, ત્યારે અતીકના લોકોએ તેનો પીછો કરીને ગાડી રોકી ફરીથી ગોળીઓના વરસાદ કર્યો હતો. તે લોકો કોઈ પણ સંજોગોમાં રાજુને જીવતો રહેવા દેવા માંગતા હતા નહીં. અંતે રાજુ પાલની ખુબ જ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. રાજુની હત્યાના ફક્ત 09 દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા. રાજુની પત્ની પૂજાના હાથની મહેંદીનો રંગ પણ હજુ ઉડ્યો ન હતો. આ હત્યાકાંડ બાદ ત્યાં પેટા ચુંટણીનું આયોજન થયું હતું, પરંતુ ત્યારે ફરીથી અતીકનો ભાઈ અશરફ જીત્યો હતો, તેની સામે મૃતક રાજુ પાલની પત્નીની હાર થઇ હતી. 

  છેલ્લા કટલાક સમયથી અતીક અહેમદની રાજકીય કારકિર્દી ખતમ થવાના આરે છે, માટે પોતાના પરિવારનો દબદબો જાળવી રાખવા માટે જ ઉમેશ પાલની ખુબ ક્રૂર રીતે હત્યા અંજામ આપ્યો છે. વર્તમાન યોગી સરકારે અતીક અહેમદની લગભગ 400 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર શ્રાવસ્તીથી ચૂંટણી લડ્યો હતો, પરંતુ તેણે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

  અતીક પર અલગ અલગ 188થી વધુ મામલાઓ ચાલી રહ્યા છે, તેના પર ચાલી રહેલા કેસ બાબતે તેણે એક વાર કહ્યું હતું કે મને આ બાબત પર ગર્વ છે. હાલમાં અલગ અલગ મામલામાં જેલ ભોગવી રહેલો અતીક અહેમદ હજુ પણ પોતાની ગુનાખોરીની દુનિયાને જાળવી રાખવા માંગે છે. તમે ખાલી આ ઘટના પરથી તેના ખૌફનું અનુમાન લગાવી શકશો કે, એકવાર તેણે જમાનત માટે કોર્ટમાં અરજી કરી હતી તો 10 જજો તે કેસમાંથી હટી ગયા હતા. 11માં જજે આવીને તેને જમાનત આપી હતી. ઈ.સ. 2019માં જ તેણે એક વેપારીને માર માર્યો હતો. ત્યારે તે યુપીણ દેવરિયા જેલમાં હતો. આ એક જ મામલો નથી કે તેણે જેલમાંથી અપરાધ કર્યો હોય, આવી અસંખ્ય વારદાતો થઇ હતી. માટે જ હાલમાં અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. 

  અતીક અહેમદ 1989માં અલ્હાબાદ પશ્ચિમથી જીતીને પહેલીવાર વિધાનસભામાં પહોંચ્યો હતો. તેણે 25,000 (33%) થી વધુ મત મળ્યા. 1991 માં, અતીક અહેમદે અલ્હાબાદ પશ્ચિમથી તેની બીજી ચૂંટણી લડી. તેમાં 51% મતો મેળવીને જંગી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં તેને 36,000થી વધુ વોટ મળ્યા હતા. 1993ની વિધાનસભા ચૂંટણીમાં તેને 56,000 મત મળ્યા અને 49% વોટ શેર મળ્યો. 1996માં તેને મળેલા મતોની સંખ્યા જ નહીં પરંતુ મતની ટકાવારી પણ વધી. તેને કુલ મતોના 53% એટલે કે લગભગ 73,000 મત મળ્યા.

  2002 માં, તેને મળેલા મતોની સંખ્યામાં અને મતોની ટકાવારીમાં મોટો ઘટાડો થયો હતો અને તે તેની બીજી ચૂંટણીમાં મળેલા મતોની સંખ્યાની આસપાસ રહ્યો હતો, પરંતુ તેમ છતાં તે જીતવામાં સફળ રહ્યો હતો. આ રીતે તેણે પાંચ વખત અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા પર વિજય મેળવ્યો. તે પ્રથમ ત્રણ ચૂંટણી અપક્ષ તરીકે લડ્યો હતો. 1996 માં મુલાયમ સિંહ યાદવની નજીક આવ્યો પછી, તે સપાની ટિકિટ પર ચૂંટણી જીત્યો. એ જ રીતે, 2002 માં, તે અપના દળના સ્થાપક સોનેલાલ પટેલના વિશ્વાસુ બન્યો અને તેમની ટિકિટ પર ચૂંટણી જીત્યો. તે તેની પાર્ટીનો અધ્યક્ષ પણ હતો.

  યોગી રાજમાં અતીકની સ્થિતિ ખુબ કમજોર થઇ હોવાની ચર્ચા છે, હાલમાં અતીકના લોકો જમીનના ધંધામાં જંપલાવ્યું છે. કારણ કે જમીન વિવાદના જેટલા પણ કેસ બન્યા છે, તેમાં મોટા ભાગના લોકો અતીકના હોવાનું ખુલ્યું છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં