Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધ કેરાલા સ્ટોરી ફિલ્મની મુખ્ય અભિનેત્રી અદા શર્માનો અકસ્માત, સામાન્ય ઈજાઓ થઇ:...

    ધ કેરાલા સ્ટોરી ફિલ્મની મુખ્ય અભિનેત્રી અદા શર્માનો અકસ્માત, સામાન્ય ઈજાઓ થઇ: મળી ચૂકી છે જાનથી મારી નાખવાની ધમકીઓ

    ધ કેરાલા સ્ટોરીની અભિનેત્રી અદા શર્માએ ફિલ્મની અસંખ્ય વિવાદો છતાં ધ કેરાલા સ્ટોરીની અપાર સફળતા માટે પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો.

    - Advertisement -

    હાલ દેશભરના થિયેટરોમાં ધૂમ મચાવતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’માં મુખ્ય પાત્ર ભજવતી અભિનેત્રી અદા શર્માનો માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલો બાદ તેણે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કે, તેની તબિયત સારી છે અને અકસ્માત મોટો નથી. તેણે પોતાને મળેલા મેસેજ અને ચાહકોના પ્રેમ બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી. તેણે જણાવ્યું કે, તેની આખી ટીમ ઠીક છે અને કોઈ ગંભીર ઘટના બની નથી.

    ધ કેરાલા સ્ટોરી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અદા શર્માને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ ફિલ્મને અમુક રાજકીય પક્ષો અને જૂથો તરફથી ટીકાનો ભોગ બનવું પડ્યું છે જેમનો આક્ષેપ છે કે ફિલ્મ પર વાસ્તવિક ન હોવાનો આરોપ લગાવતા રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.

    ધ કેરાલા સ્ટોરીની અભિનેત્રી અદા શર્માએ ફિલ્મની અસંખ્ય વિવાદો છતાં ધ કેરાલા સ્ટોરીની અપાર સફળતા માટે પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે, ફિલ્મના ટીઝર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ટીકા પણ ખૂબ કરવામાં આવી, પરંતુ તમે પ્રેક્ષકોએ ‘ધ કેરાલા સ્ટોરી’ને નંબર વન ફિલ્મ બનાવી દીધી. પ્રેક્ષકો જીતી ગયા. હવે અમે આંતરરાષ્ટ્રીય સ્તરે જઈશું.

    - Advertisement -

    આ ફિલ્મમાં કેરળની એ હિંદુ યુવતીઓની વાત છે જેમનું તેમના મુસ્લિમ મિત્રોએ બ્રેનવૉશ કરી નાંખ્યું હતું અને ત્યારબાદ તેઓ ઇસ્લામમાં ધર્મપરિવર્તિત થઇ ગઈ હતી. જ્યાંથી તેમના નિકાહ કઈ રીતે થયાં અને કઈ રીતે ISIS કેમ્પ સુધી પહોંચી તેની વાર્તા કહેવામાં આવી છે. ફિલ્મ 5 મે, 2023ના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મ અત્યાર સુધીમાં 100 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં