ગુજરાતના (Gujarat) સુરત એરપોર્ટને (Surat Airport) બોમ્બથી ઉડાવી (Bomb Blast Threat) દેવાની ધમકી માળી હતી. આ ધમકી મળી હોવાનો મામલો સામે આવતા જ પોલીસ દોડતી થઇ ગઈ હતી. મહત્વની બાબત છે કે આગાઉ પણ અમદાવાદ સહિતના એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે.
11 ડિસેમ્બરે સુરત શહેરના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તથા એરપોર્ટ પર ચેકિંગ પણ શરૂ કરી દીધું હતું. જોકે, બાદમાં આ ધમકી એક અફવાહ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ આ ધમકી મળતાં જ સુરત શહેરના SOG, PCB, DCBએ તપાસ શરૂ કરી દીધી હતી.
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શહેર SOG, PCB, DCB દ્વારા તપાસનો ધમધમાટ। TV9Gujarati#suratairport #bombthreat #sog #pcb #bombthreatrumor #police #gujarat #tv9gujarati pic.twitter.com/YCEXU51JDB
— Tv9 Gujarati (@tv9gujarati) December 11, 2024
આ મામલે DCP રાજદીપસિંહ નકુમે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, “ધમકી મળતાં LCB તરત જ હરકતમાં આવી અને જે બંને લોકોએ ફોન કર્યો હતો તેમને પૂછપરછ માટે પકડી લીધા હતા. તેમની પૂછપરછ ચાલુ છે. આ જ દરમિયાન એરપોર્ટ પર SOG, ક્રાઈમ બ્રાન્ચ, લોકલ પોલીસ અને BDSની ટીમ બેઠક કર્યા બાદ આખા એરપોર્ટ પર ચેકિંગ કર્યું હતું. ચેકિંગ બાદ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી.”
નોંધનીય છે કે તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રેલ્વે સ્ટેશન પર 2 વ્યક્તિઓ બોમ્બ અંગે વાતચીત કરી રહ્યા હતા. ત્યારે પોલીસે આ બંને લોકોને ઝડપીને સઘન પૂછપરછ હાથ ધરી હતી. આ લોકોની પૂછપરછ ચાલી રહી છે.
ઉલ્લેખનીય બાબત છે કે આ અગાઉ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિનના એક દિવસ પહેલાં અમદાવાદ પોલીસને આવો જ એક ધમકીભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં એક વ્યક્તિ 15 ઓગસ્ટના દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ કોલ આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.