Thursday, November 7, 2024
More
    હોમપેજક્રાઈમ'15 ઓગસ્ટે અમદાવાદમાં થશે મોટો બોમ્બ બ્લાસ્ટ': પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરી આપી...

    ’15 ઓગસ્ટે અમદાવાદમાં થશે મોટો બોમ્બ બ્લાસ્ટ’: પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરી આપી ધમકી, કોલ કરનારની થઈ ઓળખ

    ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલામાં ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ફોન કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ હતી. પોલીસ તે વ્યક્તિના આવો ધમકી ભર્યો કોલ કરવા પાછળના ઉદ્દેશ્ય અંગે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    15 ઓગસ્ટે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. સમગ્ર દેશમાં ઉજવણી અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અલગ અલગ સ્થાનો પર ઉજવણી પહેલા ‘તિરંગા યાત્રા’નું (Tiranga Yatra) પણ આયોજન થઈ રહ્યું છે. ત્યારે સ્વતંત્રતા દિવસ પહેલા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ (Ahmedabad) શહેરના પોલીસ કંટ્રોલરૂમમાં બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરવાનો ધમકી ભર્યો ફોન કોલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

    સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલરૂમને એક ધમકી ભર્યો કોલ આવ્યો હતો. આ કોલમાં એક વ્યક્તિ 15 ઓગસ્ટના (Independence Day) દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ કોલ આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

    ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચ દ્વારા આ મામલામાં ટેકનિકલ એનાલિટિક્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન ફોન કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ હતી. પોલીસ આ વ્યક્તિને પકડવા માટે પણ નીકળી ચૂકી હતી. પોલીસ તે વ્યક્તિના આવો ધમકી ભર્યો કોલ કરવા પાછળના ઉદ્દેશ્ય અંગે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    આ પહેલા અમદાવાદ-વડોદરા એરપોર્ટ ઉડાવવાની મળી હતી ધમકી

    આ અગાઉ પણ આ જ વર્ષે અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે એરપોર્ટ પર કડક સુરક્ષાની ગોઠવણ કરવામાં આવી હતી. એરપોર્ટ પર ચેકિંગની સાથે ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્કવોડને બોલાવી લેવા સહિતના પગલાં હાથ ધરવામાં આવ્યા હતા.

    એ પહેલા જૂન માહિનામાં વડોદરા એરપોર્ટ પર બોમ્બ સેટ કર્યો હોવાનો એરપોર્ટ ઓથોરિટીને ઇ-મેઈલ મળ્યો હતો. ત્યારે વડોદરા એરપોર્ટને કડક ચેકિંગ અંતર્ગત હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું હતું. આ સિવાય દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટમાં પણ બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. જેના પગલે તાત્કાલિક ફ્લાઇટનું લેંડિંગ કરવવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી પહેલા આમદવાદની 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવી હતી. ત્યારે જે સ્કૂલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તે બધી જ સ્કૂલો પર કડક સુરક્ષાની ગોઠવણ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં