સુપ્રીમ કોર્ટે શુક્રવારે પ્રતિબંધિત સંગઠન (banned outfit) પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના (PFI) ભૂતપૂર્વ પ્રમુખ ઇ અબુબકરને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. અબુબકરે (E Abubacker) આતંકવાદ વિરોધી કાયદા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ નોંધાયેલા કેસમાં તબીબી આધાર (medical grounds) પર પોતાની મુક્તિની માંગણી કરી હતી.
ન્યાયાધીશ સુંદરેશ અને રાજેશ બિંદલની બેન્ચે કહ્યું કે તેઓ આ તબક્કે તબીબી કારણોસર જામીન આપવા માટે તેઓ તૈયાર નથી અને તેમને ટ્રાયલ કોર્ટમાં જવાની સ્વતંત્રતા છે.
#BREAKING #SupremeCourt denies bail to Popular Front of India (PFI) Chairman Abubacker E in UAPA case. pic.twitter.com/4sCOo0N6bk
— LawBeat (@LawBeatInd) January 17, 2025
રાષ્ટ્રીય તપાસ એજન્સી વતી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે અબુબકર દ્વારા ઉઠાવવામાં આવેલી બધી તબીબી તકલીફો વિવિધ સારવારો દ્વારા જોવાઈ રહી છે અને તેથી તેને જામીન આપી શકાય નહીં.
22 સપ્ટેમ્બર 2022ના રોજ, પીએફઆઈ પર મોટા પાયે કાર્યવાહી દરમિયાન, એનઆઈએ દ્વારા અબુબકરની ધરપકડ કરવામાં આવી હતી.
સરકાર PFI પર લગાવી ચૂકી છે આતંકવાદી કાયદા અંતર્ગત પ્રતિબંધ
સરકારે 28 સપ્ટેમ્બર, 2022ના રોજ PFI અને તેના અનેક સંલગ્ન સંગઠનો પર કડક આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો, અને તેમના પર ISIS જેવા વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે સંબંધો હોવાનો આરોપ મૂક્યો હતો.
અબુબકર સામેના આરોપોમાંનો એક એ છે કે તે પહેલા પ્રતિબંધિત સંગઠન સિમી સાથે સંકળાયેલો હતો અને બાદમાં પીએફઆઈનો અભિન્ન ભાગ બન્યો. તેઓ PFI ના બેંક ખાતાઓ માટે અધિકૃત સહીકર્તા પણ હતા.