Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટ્યુબર યશ રાઠીએ ભગવાન શ્રી રામ પર અભદ્ર ટીપ્પણી...

    સ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટ્યુબર યશ રાઠીએ ભગવાન શ્રી રામ પર અભદ્ર ટીપ્પણી કરવાનો આરોપ: હિંદુ સંગઠનોના રોષ બાદ ફરિયાદ દાખલ

    આ ઘટનામાં ફરિયાદી ભૈરવ વાહિનીના અધ્યક્ષ સાગર જયસ્વાલે પોલીસને જણાવ્યું હતું કે, ગત 8 એપ્રિલે નંદાની ચોકી પાસે આવેલા શીલા ફાર્મમાં યુથ ફોર યુ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યશ રાઠીએ ભગવાન શ્રી રામ વિશે કથિત રીતે અભદ્ર અને અપમાન જનક ટીપ્પણી કરી હતી.

    - Advertisement -

    આજ કાલ સ્ટેન્ડઅપ કોમેડીના નામે હિંદુ સમુદાય અને દેવી દેવતાઓનું અભદ્ર શબ્દો વાપરી અપમાન કરવાની જાણે ફેશન ચાલી રહી છે. મુનવ્વર ફારૂકી, કુનાલ કામરા કે પછી તન્મય ભટ, આ તમામ હિંદુ સંસ્કૃતિનું અપમાન કરી કોમેડીના નામે પોતાનું પેટીયું રળે છે. હવે આ સૂચિમાં વધુ એક નામ પણ જોડાયું છે. જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટ્યુબર યશ રાઠીએ ભગવાન શ્રી રામ પર અભદ્ર ટીપ્પણી કરી હોવાનો આરોપ લાગ્યો છે.

    યશ રાઠીએ ભગવાન શ્રી રામ પર કથિત અભદ્ર ટીપ્પણી દેહરાદુનના પ્રેમનગર વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. જેનો વિડીયો વાયરલ થતાની સાથે જ હિંદુ સમુદાય દુભાયો હતો. જેના પડઘા રૂપે હિંદુ સંગઠનોએ પ્રદર્શન પણ કર્યું હતું. આ દરમિયાન ભૈરવ વાહિનીના અધ્યક્ષની ફરિયાદ પર યશ રાઠી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    યશ રાઠીનો આ કાર્યક્રમ નંદાની ચોકી પાસે શીલા નામના એક ખાનગી ફાર્મમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ફરિયાદી ભૈરવ વાહિનીના અધ્યક્ષ સાગર જયસ્વાલે પોલીસને જણાવ્યું હતું કે, ગત 8 એપ્રિલે નંદાની ચોકી પાસે આવેલા શીલા ફાર્મમાં યુથ ફોર યુ નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યશ રાઠીએ ભગવાન શ્રી રામ વિશે કથિત રીતે અભદ્ર અને અપમાન જનક ટીપ્પણી કરી હતી.

    - Advertisement -

    ભગવાન રામના અપમાનનો વિડીયો વાયરલ

    આરોપ છે કે આ વિવાદિત કાર્યક્રમ દરમિયાન યશ રાઠીએ ભગવાન શ્રી રામ માટે અમર્યાદિત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અને આનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો અગલ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો શેર કરીને આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે, અને આ કોમેડિયન પર કાયદાકીય પગલાની માંગ કરી રહ્યાં છે.

    આ સિવાય પણ સ્થાનિક સ્તરે પણ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. જેને લઈને ગઈકાલે (11 ફેબ્રુઆરી 2023, સોમવાર) સ્થાનિક હિંદુ સમુદાય અને હિંદુ સંગઠનોએ યશ રાઠી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસે યશ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સ્ટેન્ડઅપ કોમેડિયન યશ રાઠીની ધરપકડ પણ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં