Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ"રાહુલ ગાંધીનું નહીં ઘર દેશવાસીઓનું છે… પત્રકારો પર બહાદુરી બતાવનાર સુપ્રીમકોર્ટમાં નાક...

    “રાહુલ ગાંધીનું નહીં ઘર દેશવાસીઓનું છે… પત્રકારો પર બહાદુરી બતાવનાર સુપ્રીમકોર્ટમાં નાક રગડીને માફી માંગે છે”: સ્મૃતિ ઈરાની આક્રમક મૂડમાં

    રાહુલ ગાંધી વારંવાર અદાણીનું નામ નરેન્દ્ર મોદી સાથે જોડીને હુમલો કરવા બાબતે સ્મૃતિ ઈરાનીએ એક ઈ.સ.2009નો ફોટો બતાવ્યો હતો. જેમાં રોબર્ટ વાડ્રા ગૌતમ અદાણી સાથે હાથ મિલાવી રહ્યા છે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ગત રોજ એક પ્રેસ વાર્તા કરીને તેમણે કહ્યું જતું કે મારા વિરોધમાં ષડ્યંત્ર એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ અદાણી વિરોધમાં બોલે છે.  આજે અમેઠીથી સાંસદ અને ભાજપા નેત્રી સ્મૃતિ ઈરાનીએ એક પ્રેસ વાર્તા કરીને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. સ્મૃતિ ઈરાનીએ ઘર ખાલી કરવા બાબતે પણ કહ્યું હતું કે આ ઘર કોઈનું નથી પરંતુ દેશની જનતાનું છે. 

    મળતી માહિતી અનુસાર, આજ રોજ કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ આજે એક પ્રેસ વાર્તા કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદીજીની ઈમેજ બગાડવા માંગે છે. આ પ્રયત્નો તેઓ વર્ષોથી કરી રહ્યા છે. પરંતુ તેમાં સફળ થઇ રહ્યા નથી. એટલે નહીં અટકતા હવે રાહુલ ગાંધી મોદીજીનો વિરોધ કરતા કરતા આખા OBC સમાજનું અપમાન કરી રહ્યા છે. સાથે સાથે વિદેશમાં જઈને દેશ વિરોધી વાતો કરે છે. 

    વધુમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ પહેલીવાર નથી કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ કોઈ પછાત જાતિનું અપમાન કર્યું હોય. આ પહેલા જયારે મહામહિમ દ્રોપદી મુર્મુજીની ચુંટણી થઇ રહી હતી, ત્યારે પણ આ કોંગ્રેસના નેતાઓએ તેમના વિષે અભદ્ર ભાષા વાપરી હતી, આટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ તો એક દલિત નેતા પાસે પોતાના ચપ્પલ પણ ઉપડાવ્યા હતા. 

    - Advertisement -

    રાહુલ ગાંધીએ બે દિવસ અગાઉ આપેલા નિવેદન પર જવાબ આપતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે આ એ રાહુલ ગાંધી છે, જે સુપ્રીમ કોર્ટમાં નાક રગડીને માફી માંગી હતી અને હવે બહાર આવીને પત્રકારો પર બહાદુરી બતાવે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ માફી મામલે કહ્યું હતું કે “હું ગાંધી છું સાવરકર નહીં.”

    રાહુલ ગાંધીએ સાંસદ તરીકે મળેલા ઘરને ખાલી કરવા માટે આપેલી નોટીસ બાબતે સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે “આ ઘર કોઈ વ્યક્તિ વિશેષનું નથી, પરંતુ ભારત દેશના નાગરિકોનું છે.” રાહુલ ગાંધી વારંવાર અદાણીનું નામ નરેન્દ્ર મોદી સાથે જોડીને હુમલો કરવા બાબતે સ્મૃતિ ઈરાનીએ એક ઈ.સ.2009નો ફોટો બતાવ્યો હતો. જેમાં રોબર્ટ વાડ્રા ગૌતમ અદાણી સાથે હાથ મિલાવી રહ્યા છે. તેમણે આ ફોટાને રજુ કરીને સામો પ્રહાર કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં