Tuesday, September 17, 2024
More
    હોમપેજક્રાઈમસલમાન અઝહરીને છોડવાની માંગ સાથે એકઠા થયા ઇસ્લામી ટોળાં: બેનરો-પોસ્ટરો સાથે કર્યો...

    સલમાન અઝહરીને છોડવાની માંગ સાથે એકઠા થયા ઇસ્લામી ટોળાં: બેનરો-પોસ્ટરો સાથે કર્યો હોબાળો, મૌલનાઓએ પણ દુઆ પઢીને આપ્યું સમર્થન

    મૌલાના અકીલ રઝવીએ કહ્યું હતું કે, તે મુફ્તીની સાથે છે. મૌલાના અકીલે એમ પણ કહ્યું કે, જો કોઈ કોઈ 'સાહબી' વિરુદ્ધ બોલશે તો તેનો અવાજ અને જીભ બંધ કરી દેવામાં આવશે. મુફ્તી સલમાન અઝહરીની મુક્તિ માટે મંચ પરથી દુઆ પણ પઢવામાં આવી હતી.

    - Advertisement -

    જાન્યુઆરી 2024માં ગુજરાતનાં (Gujarat) જૂનાગઢ (Junagadh) ખાતે મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેમાં તેણે હિંદુઓની તુલના કુતરા સાથે કરી હતી. આવા જ ભાષાનો તેણે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આપ્યા હતા. જોકે, ઝડપી કાર્યવાહી બાદ આજે મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari) જેલમાં બંધ છે. તોપણ તેના કટ્ટરપંથી સમર્થકો તેને બહાર કાઢવા માટેના પ્રયાસમાં લાગી રહેલા છે. જાણવા મળી રહ્યું છે કે, બરેલીમાં (Bareli) મુસ્લિમ ટોળાએ તેને છોડવાની માંગ કરતા બેનરો અને પોસ્ટરો સાથે હોબાળો કર્યો હતો. મુસ્લિમ ટોળાંએ ભડકાઉ ભાષણ આપનાર મુફ્તીની મુક્તિ માટે પ્રદર્શન કર્યું હતું. આ કટ્ટરપંથી ટોળાંઓ તો ઠીક, પરંતુ મૌલાનાઓએ પણ સલમાન અઝહરીને સમર્થન આપ્યું છે અને અઝહરીનો સાથ આપવાની વાત કહી છે.

    અહેવાલ અનુસાર, આ ઘટના બરેલીની આલા હઝરત દરગાહમાં ઉર્સ-એ-રઝવી દરમિયાન બની હતી. ઑગસ્ટના અંતમાં બરેલીમાં આલા હઝરત દરગાહ ખાતે ઉર્સ-એ-રઝવીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશ સહિત વિદેશોમાં રહેતા મુસ્લિમો પણ તેમાં ભાગ લેવા માટે આવ્યા હતા. 30 ઑગસ્ટના રોજ આ કાર્યક્રમનું સમાપન થવાનું હતું. સમાપન દરમિયાન જ મુસ્લિમોનું ટોળું બેનરો અને પોસ્ટરો લઈને ત્યાં પહોંચ્યું હતું. આ બાદ આ ટોળાએ મુફ્તી સલમાન અઝહરીની મુક્તિની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન જ મુસ્લિમોના ટોળાએ હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો હતો.

    અઝહરી અને પેલેસ્ટાઇન માટે મૌલનાએ પઢી દુઆ

    આ બાદ કાર્યક્રમના મંચ પર હાજર રહેલા મૌલાનાઓએ સૂત્રોચ્ચાર કરી રહેલ ટોળાને શાંત પાડ્યું હતું અને મુફ્તી સલમાન અઝહરીને છોડવાની માંગને સમર્થન પણ આપ્યું હતું. મંચ પર હાજર મૌલાના અકીલ રઝવીએ કહ્યું હતું કે, તે મુફ્તીની સાથે છે. મૌલાના અકીલે એમ પણ કહ્યું કે, જો કોઈ કોઈ ‘સાહબી’ વિરુદ્ધ બોલશે તો તેનો અવાજ અને જીભ બંધ કરી દેવામાં આવશે. મુફ્તી સલમાન અઝહરીની મુક્તિ માટે મંચ પરથી દુઆ પણ પઢવામાં આવી હતી. મૌલાનાએ ટોળાને અપીલ કરી હતી કે, જ્યારે પણ તેમને બહાર આવી વિરોધ માટે સૂચના આપવામાં આવે ત્યારે તેઓ બહાર આવે. મૌલાના સલમાન અઝહરીની મુક્તિની માંગ કરનારા ટોળાએ પેલેસ્ટાઇન માટે પણ દુઆ પઢી હતી.

    - Advertisement -

    શું હતી સમગ્ર ઘટના

    મુફ્તી સલમાન અઝહરીએ 31 જાન્યુઆરી, 2024 ના રોજ ગુજરાતના જૂનાગઢમાં એક કાર્યક્રમમાં હિંદુઓની સરખામણી કૂતરા સાથે કરી હતી. તેણે ભડકાઉ ભાષણ આપતા કહ્યું હતું કે “મુસલમાનો ઘબરાઓ મત, અભી ખુદા કી શાન બાકી હૈ. અભી ઇસ્લામ જિંદા હૈ, અભી કુરાન બાકી હૈ, યે ઝાલીમ કાફિર ક્યાં સમજતા હૈ, જો રોજ હમસે ઉલજતા હૈ, અભી તો કરબલા કા આખરી મૈદાન બાકી હૈ. કુછ દિન કી ખામોશી હૈ, કિનારા આયેગા…આજ કુત્તો કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” આ બાદ તેની વિરુદ્ધ ગુજરાતમાં FIR પણ નોંધવામાં આવી હતી.

    મુફ્તી સલમાન અઝહરીનો લોકોને ઉશ્કેરતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાદ ગુજરાત ATSએ મુંબઈ જઈને તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેનો વધુ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી રહ્યો હતો. મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ FIR નોંધવામાં આવી હતી. તેની સામે રમખાણો ભડકાવવાથી લઈને સંપત્તિને નુકસાન પહોંચાડવા સુધીના કેસ નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે, મુફ્તી સલમાન અઝહરી ફેબ્રુઆરી 2024થી ગુજરાતની જેલમાં બંધ છે. ત્યારે તેને જેલમાંથી છોડાવવા માટે મુસ્લિમ ટોળાએ બરેલીમાં હોબાળો કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં