Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત: ઓલપાડના સાયણમાં નજીવી બાબતમાં દુકાનદાર પર હુમલો, લોહીલુહાણ કરી મારી નાંખવાની...

    સુરત: ઓલપાડના સાયણમાં નજીવી બાબતમાં દુકાનદાર પર હુમલો, લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકી આપી; સાજિદ-અમજદ સહિત ત્રણ સામે ગુનો

    દુકાનદારની ફરિયાદના આધારે ત્રણ સામે પોલીસે ગુનો નોંધ્યો, શુક્રવારે સાંજના અરસામાં બની હતી ઘટના.

    - Advertisement -

    સુરતના ઓલપાડ તાલુકાના સાયણમાં મુસ્લિમ યુવકોએ દુકાનદાર પર નજીવી બાબતે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. શહેરમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા દુકાનદારે ઉપરના માળે રહેતા મુસ્લિમ પરિવારના દીકરાને બોક્સ લઈ જવા બાબતે ઠપકો આપ્યો હતો. તેની અદાવતમાં દુકાનદાર પર લાકડી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં મુખ્ય માર્ગ પર સંકલ્પ એવન્યુ નામનું કોમ્પ્લેક્સ આવેલું છે. કોમ્પ્લેક્સમાં દુકાન નંબર-6માં પંકજભાઈ બાબરભાઈ લાડ (ઉં. 52) શ્રી સાઈનાથ ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવે છે. ગત શુક્રવારે (9 જૂન, 2023) બપોરે 4.30 વાગ્યાના અરસામાં પંકજભાઈ પોતાની દુકાનમાં હતા ત્યારે ઉપરના માળે રહેતા મુસ્લિમ પરિવારનો દીકરો તેમની દુકાન પાસે આવ્યો હતો અને ત્યાં મૂકેલ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઈટનું બોક્સ લઈને ચાલવા લાગ્યો હતો. એ પછી દુકાન માલિક પંકજભાઈએ તેને ઊભો રાખીને ઠપકો આપ્યો હતો.

    લાકડી લઈને દુકાનમાં ઘૂસી ગયો સાજિદ, દુકાનદારને લોહીલુહાણ કરી નાખ્યો

    બાળકના પિતા સાજિદને આ વાતની જાણ થતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને પંકજભાઈ સાથે બદલો વાળવાનો નિર્ણય લીધો હતો. સાજિદે તેના મિત્ર અમજદ અને અન્ય લોકોને બોલાવ્યા હતા અને તેઓ લાકડી લઈને શ્રી સાઈનાથ ઇલેક્ટ્રિક દુકાનમાં ધસી આવ્યા હતા. તેમણે પંકજભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો જેમાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. એટલું જ નહીં, માથાફરેલ આરોપીઓએ દુકાન માલિકને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.

    - Advertisement -

    પંકજભાઈ પર હુમલો થયા બાદ દુકાનની આજુબાજુ દોડધામ મચી ગઈ હતી. પોલીસે આ મામલે સાજિદ, અમજદ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

    ઓલપાડમાં વધી રહ્યો છે અસામાજિક તત્વોનો ત્રાસ

    સાયણમાં મુસ્લિમ યુવકોએ દુકાનદાર પર હુમલો કર્યાની ઘટના બાદ અસામાજિક તત્વોને લઈને લોકોમાં રોષ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ઓલપાડમાં અગાઉ પણ આવા અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. પાછલા દિવસોમાં સાયણ રોડ પર જ અજાણ્યાં ઇસમોએ ભેરુનાથ ફેશન નામની દુકાન ચલાવતા દીપકભાઈની બાઈકને પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી. પોલીસ હાલ ફરાર આરોપીની શોધ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં