8 ડિસેમ્બરે, શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે (Shiv Sena UBT)ના કાર્યકરો પાર્ટી પ્રત્યે વફાદારીના શપથ (Loyalty Oath) લેવા માટે રત્નાગિરી જિલ્લાના હાતિસમાં પીર બાબર શેખની દરગાહ (Peer Babar Sheikh Dargah) ખાતે પહોંચ્યા હતા. આવા શપથ લેવા માટે ‘મજહબી સ્થળ’ ની પસંદગીએ સોશિયલ મીડિયા પર ચર્ચા ઉભી કરી દીધી હતી.
અહેવાલો અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન પછી પાર્ટીની અંદર જે વાતાવરણ તંગ બન્યું છે તેને દૂર કરવા માટે દરગાહની મુલાકાત લઇ શપથ લેવામાં આવી હતી. નોંધનીય છે કે દરગાહને ‘સાંપ્રદાયિક સદ્ભાવ’નું પ્રતીક માનવામાં આવે છે. અહેવાલ મુજબ સાંપ્રદાયિક સૌહાર્દના પ્રતીક એવા સ્થાનની મુલાકાત લઈને શપથ લેવાનો હેતુ પક્ષ પ્રત્યે કાર્યકરોની પ્રતિબદ્ધતાને પુષ્ટ કરવાનો હતો.
UBT party workers in Ratnagiri take oath in Pir Babur Sheikh Dargah to prove their loyalty to Uddhav Thackeray and Vinayak Raut.
— पाकीट तज्ञ (@paakittadnya) December 8, 2024
Enough said. pic.twitter.com/EivlUrjbt5
કાયકર્તાઓ દરગાહ પર કેમ ગયા?
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં શિવસેના (UBT)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી સમગ્ર રાજ્યમાં માત્ર 20 બેઠકો જ મેળવી શકી હતી, જ્યારે શિવસેના (UBT), કોંગ્રેસ અને NCP (શરદ પવાર)નું મહાવિકાસ અઘાડી ગઠબંધન માત્ર 60 બેઠકો જ મેળવી શક્યું. ખાસ કરીને કોંકણમાં થયેલી હાર વધુ દુઃખદાયી હતી કારણ કે આ સીટ ઠાકરેની આગેવાની હેઠળના જૂથનો ગઢ માનવામાં આવે છે.
પરિણામોની જાહેરાત બાદ પાર્ટીના કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. ઘણા કાર્યકરોએ ચૂંટણીમાં હાર મેળવવા બદલ કથિત રીતે વરિષ્ઠ નેતાઓ પર બેદરકારી અને અસમર્થતાનો આરોપ મૂક્યો હતો. આ અસંતોષને કારણે મીટિંગોમાં ઉગ્ર ચર્ચાઓ થઈ અને મુખ્ય હોદ્દા પરથી રાજીનામાં અપાયા, જેના કારણે પાર્ટીના કાર્યકર્તાઓમાં તણાવ વધ્યો હતો.
પક્ષની અંદર ચાલી રહેલી ઉથલ-પાથલના જવાબમાં વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ ઠાકરેના નજીકના વિનાયક રાઉતે આ મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કર્યો. અહેવાલો મુજબ પક્ષના નેતાઓએ કથિત રીતે પીર બાબર શેખ દરગાહ ખાતે વફાદારીના શપથ લેવાનો નિર્ણય કર્યો હતો કારણ કે કોંકણનું આ સ્થળ વફાદારીના શપથ લેવાની સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાયેલ હોવાનું કહેવાય છે.
આ શપથ દ્વારા હેતુ જનતાને ઈશારો આપવાનો હતો કે પાર્ટીમાં વિશ્વાસ અને એકતા જળવાઈ રહેલી છે. કાર્યકરોને હાજરી આપવા વિનંતી કરવામાં આવી હતી અને એક અનામી સ્ત્રોતે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ગેરહાજર રહ્યો તો તેને બેઈમાન અથવા પાર્ટી વિરોધી સંકેતના રૂપમાં જોવામાં આવશે.
દરગાહનો ઇતિહાસ
દિપ્રા દાંડેકર દ્વારા લખાયેલ “ગ્રે લિટરેચર એટ ધ દરગાહ ઓફ પીર બાબર શેખ એટ હાતિસ” અનુસાર, પીર બાબર શેખની દરગાહ કોંકણ પ્રદેશના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિપ્રેક્ષમાં એક અનોખું સ્થાન ધરાવે છે. તે હાતિસ ગામમાં આવેલી છે અને સૂફી સંત પીર બાબર શેખને સમર્પિત છે. દંતકથાઓ અનુસાર, તેઓ સદીઓ પહેલા ગામમાં આવ્યા હતા અને તેમના આધ્યાત્મિક જ્ઞાન અને સામાજિક કાર્ય માટે જાણીતા હતા, જેના કારણે તેઓ સ્થાનિક સમુદાયમાં આદરણીય વ્યક્તિ બન્યા હતા.
જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે ગ્રામજનોને તેમના દફનવિધિ મામલે દુવિધાનો સામનો કરવો પડ્યો કારણ કે ત્યાં વસતા મોટાભાગના સ્થાનિક લોકો હિંદુ સમુદાયના હતા. આખરે, નજીકના ઇબ્રાહિમપટ્ટનના મુસ્લિમોએ અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી. તેમના દફન સ્થળ પર “સાંપ્રદાયિક સદ્ભાવનું પ્રતીક” તરીકે દરગાહની સ્થાપના કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, હિંદુઓ અને મુસ્લિમો બંને તેની જાળવણી અને અનુષ્ઠાન વિધિઓમાં સક્રિયપણે ભાગ લે છે. વાર્ષિક ઉર્સની ઉજવણીમાં સમગ્ર પ્રદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવે છે જેમાં હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયોના લોકોનો સમાવેશ થાય છે. કોંકણી મુસ્લિમો માટે દરગાહ મહત્વની હોવા છતાં, સ્થળનું પ્રશાસન અને વહીવટ સ્થાનિક હિંદુ નાગવેકર કુળથી ખૂબ પ્રભાવિત છે.
સાંપ્રદાયિક એકતાની આખ્યાન છતાં, આ દરગાહનો ઇતિહાસ સૂક્ષ્મ તણાવને પણ પ્રકાશિત કરે છે, જેમાં હાતિસમાં મુસ્લિમ સમુદાયની ઘટતી હાજરીથી સાંપ્રદાયિક સહઅસ્તિત્વની ઐતિહાસિક ગતિશીલતા પર પ્રશ્નો ઉભા થાય છે. હાતિસમાં મુસ્લિમોનો વધુ પ્રમાણમાં વસવાટ નથી તેથી મજહબી પ્રવૃત્તિઓ માટે પાડોશી ગામોના મુસ્લિમો પર નિર્ભર રહેવું પડે છે. જે દરગાહના વારસાને પરિભાષિત કરતી વિવાદિત સ્થાનોની જટિલતા દર્શાવે છે.
રાજકીય અસરો અને ભાવિ દૃષ્ટિકોણ
દરગાહ પર શપથ ગ્રહણ સાથે, શિવસેના UBTએ આંતરિક પડકારોને ઉકેલવા અને તેના કાર્યકરો અને નેતૃત્વ વચ્ચે ફરી એકતા બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે, શિવસેનાનો હિંદુત્વ વિચારધારા સાથેનો ઈતિહાસ જોતાં, વિશ્વસનીયતાના ઈશારા માટે દરગાહની પસંદગીએ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ઉભી કરી છે. એ બાબતને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું પક્ષે તેના પરંપરાગત રેટરિકથી સંપૂર્ણપણે અલગ થવાનો નિર્ણય લીધો છે કે કેમ.
એ સ્પષ્ટ નથી કે શપથ ગ્રહણ સમારોહની પાર્ટીની અંદર ચાલી રહેલી તિરાડ પર કોઈ અસર પડશે કે કેમ. હમણાં માટે, તેણે પાર્ટીની વાર્તામાં જટિલતાનું એક સ્તર ઉમેર્યું છે, એવા સમયે જ્યારે તેણે તેની ગઠબંધન અને રેટરિકની પસંદગી પર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.