Wednesday, November 13, 2024
More
    હોમપેજમિડિયાશૉ બાદ પણ કેમેરામેને ઘરમાં રેકૉર્ડ કર્યો ભાજપ પ્રવક્તાનો વિડીયો, રાજદીપ સરદેસાઈએ...

    શૉ બાદ પણ કેમેરામેને ઘરમાં રેકૉર્ડ કર્યો ભાજપ પ્રવક્તાનો વિડીયો, રાજદીપ સરદેસાઈએ નાખી દીધો સોશિયલ મીડિયા પર: શાઝિયા ઇલ્મીએ કહ્યું- કોર્ટ જઇશ

    શાઝિયા ઈલ્મીનું કહેવું છે કે, શૉ પૂર્ણ થયા બાદ પણ શા માટે તેમની પ્રાઇવેટ સ્પેસને દેખાડવામાં આવી રહી હતી. શૉ ખતમ થાય બાદ પણ શા માટે તેમના શરીરને વારંવાર બતાવવામાં આવી રહ્યું હતું. જ્યારે તેમણે પત્રકારને જવા માટે કહ્યું તોપણ તે શા માટે નહીં ગયો. કેમેરા ફેરવીને ફોલો શા માટે કરવા લાગ્યો.

    - Advertisement -

    ભારતોય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા શાઝિયા ઈલ્મી અને ‘ઇન્ડિયા ટુડે’ના કન્સલ્ટિંગ એડિટર રાજદીપ સરદેસાઈ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિવાદ શરૂ થઈ ગયો છે. આ વિવાદ 26 જુલાઈના રોજ ‘ઇન્ડિયા ટુડે’ પર એક કાર્યક્રમ બાદ શરૂ થયો હતો. રાજદીપ સરદેસાઈએ કાર્યક્રમ બાદ એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરીને જણાવ્યું કે, તેમના પત્રકાર સાથે ઈલ્મીએ ગેરવર્તણૂક કરી છે. જ્યારે બીજી તરફ ઈલ્મીએ કહ્યું કે, ગેરવર્તણૂક તેમણે નથી કરી, પરંતુ શૉ દરમિયાન રાજદીપ સરદેસાઈ અને શૉ બાદ તેમના વિડીયો જર્નાલિસ્ટે તેમની સાથે કરી છે. ઈલ્મીનો આરોપ છે કે, તેમણે માઇક ઉતારી દીધા બાદ પણ તેમના ઘરમાં તેમનો વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો હતો.

    શુક્રવાર (26 જુલાઈ)ના ‘ઇન્ડિયા ટુડે’ના પ્રાઇમ ટાઈમ ડિબેટમાં શાઝિયા ઈલ્મી પેનલિસ્ટ હતા. આ દરમિયાન જ રાજદીપ સરદેસાઈએ તેમનું માઇક બંધ કરવા માટેનું કહી દીધું હતું. શાઝિયા આવા વ્યવહારને લઈને ખુરશી પરથી ઉઠવા લાગ્યા હતા. પહેલાં તેમણે માઇક ઉતાર્યું અને ત્યારબાદ તેઓ શર્ટમાંથી માઇક નિકાળી રહ્યા હતા. આ દરમિયાન પણ તેમને કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી રહ્યા હતા. તેમ છતાં શાઝિયાએ કોઈપણ પ્રતિક્રિયા આપી નહોતી. હદ ત્યારે થઈ ગઈ, જ્યારે ઈલ્મી ફ્રેમમાંથી નીકળી ગયા તો પણ વિડીયો જર્નાલિસ્ટે કેમેરો તેમની તરફ કરી દીધો. આ વ્યવહારને લઈને શાઝિયા ઈલ્મી ગુસ્સે થઈ ગયા હતા. તેમણે પત્રકારને તેમના ઘરેથી નીકળી જવા માટે કહ્યું હતું.

    રાજદીપે તે જ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો

    આ આખો વિવાદ માત્ર કાર્યક્રમ પૂરતો સીમિત હતો. પરંતુ રાજદીપ સરદેસાઈ આ વિવાદને ટ્વિસ્ટ કરીને સોશિયલ મીડિયા પર લઈ આવ્યા હતા. જે વિડીયોમાં શાઝિયાને રેકોર્ડ કરવામાં આવ્યા હતા, તે જ વિડીયોને આધાર બનાવીને રાજદીપ સરદેસાઈએ શાઝિયા ઈલ્મી પર નિશાન સાધ્યું હતું. તેમણે ઈલ્મીની તે X પોસ્ટ પટ જવાબ આપતા આ વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ફરીવાર શૉમાં ફેડર (વોલ્યુમ ઓછું કરવા માટે વપરાતું ડિવાઇસ) નીચે કરવાના પ્રયાસ નહીં કરતાં. સરદેસાઈએ X પર પોસ્ટ કરીને તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે, તે લોકોની કોઈ ભૂલ નહોતી, પરંતુ શાઝિયા ઈલ્મી જ ગેરવર્તણૂક કરી રહ્યા હતા.

    - Advertisement -

    સરદેસાઈએ X પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, “શાઝિયા ઈલ્મી મેમ, હું મારા દરેક ગેસ્ટનું સન્માન કરું છું. ફેડર માત્ર એટલા માટે ઓછું કરવામાં આવ્યું હતું કે, વાતોમાં અથડામણ ના થાય અને શૉમાં હોબાળો ન થઈ જાય. જો તમને મારાથી કે સેનાના કોઈપણ જનરલથી ફરિયાદ હતી તો નિસંદેહ તે તમારો વિશેષાધિકાર છે. હું તેનું પણ સન્માન ક્રૂ છું. પરંતુ તમે માઇકને ઝટકો આપો અને અમારા વિડીયો જર્નાલિસ્ટને અબશબ્દો કહો અને તેને ઘરની બહારનો રસ્તો બતાવો તે યોગ્ય નથી. તે ફક્ત તેનું કામ કરી રહ્યા હતા.”

    શાઝિયા ઈલ્મીએ આપી કોર્ટની ચેતવણી

    રાજદીપ સરદેસાઈની X પોસ્ટ બાદ આ વિવાદે વધુ તૂત પકડયું હતું. સરદેસાઈની પોસ્ટ બાદ ઈલ્મીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી. તેમણે પોસ્ટ કરીને કહ્યું કે, “જ્યારે તમે મારુ અપમાન કરો છો અને કહો છો કે, શાઝિયાનું માઇક કટ કરી દો, તો હું તમારા શૉમાં શા માટે રહું? માત્ર એટલા માટે કે, મે તમને પૂછ્યું હતું કે, શું તમને લાગે છે કે, તમામ સંરક્ષણ પ્રમુખ જુઠ્ઠ બોલી રહ્યા છે. ભાજપ પર જ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને ભાજપના પ્રવક્તા જ બોલી નહોતા શકતા. તમારા વિશે ખબર નથી, પણ મને આત્મસન્માન છે.” ત્યારબાદ શાઝિયા ઈલ્મીએ કેમેરામેનના વ્યવહાર વિશેની વિગતો આપી અને જણાવ્યું કે, તેમણે કેમેરામેનને શા માટે બહાર જવાનું કહ્યું.

    પોતાની અન્ય એક પોસ્ટમાં શાઝિયા ઈલ્મીએ આખી ઘટના સંપૂર્ણ માહિતી આપી છે. વિડીયોમાં તેમણે તે જગ્યાને બતાવી છે, જ્યાં તેઓ બેઠા હતા અને શૉમાં સામેલ થયા હતા. તેમણે જણાવ્યું કે, તેમના પગમાં બે અઠવાડિયાથી ફ્રેકચર છે અને જ્યારે તેઓ ‘ઇન્ડિયા ટુડે’ના કાર્યક્રમ સાથે જોડાયા, ત્યારે પણ તેમને પગમાં પ્લાસ્ટર મારેલું હતું. તેમણે જણાવ્યું કે, શૉમાં રાજદીપે ખૂબ જ ઉદ્ધતાઈથી તેમના માઇકને કટ કરવા માટે કહ્યું હતું. આ જ ઘટના પર તેમણે કહ્યું હતું કે, હવે તેઓ ઉઠી રહ્યા છે અને ચર્ચામાં ભાગ નહીં લે.

    ત્યારબાદ શાઝિયાએ કેમેરામેન વિશેની પણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, કેમેરામેન સતત તેમને જ બતાવતો રહ્યો હતો. તેણે બતાવ્યું કે, કેવી રીતે શાઝિયાએ માઇક કાઢ્યું, પછી ઊઠીને જતાં હતા. શાઝિયાનું કહેવું છે કે, આ ઘટનાને લઈને તેઓ શર્મસાર થઈ ગયા હતા, કારણ કે પહેલાં તેમને લાગ્યું હતું કે, વિડીયોમાં માત્ર અપર બોડી પર જ ફોકસ છે, પરંતુ બાદમાં જાણ થઈ કે, વિડીયોમાં આખું શરીર દેખાઈ રહ્યું હતું. તેમણે પત્રકારને ઘણીવાર કહ્યું કે, તે માઇક બંધ કરે, પરંતુ તેણે માઇક બંધ કર્યું નહોતું. ઉલ્ટાનું જ્યાં શાઝિયા જઈ રહ્યા હતા, ત્યાં પણ તે પત્રકાર પાછળ-પાછળ ભાગી રહ્યો હતો.

    શાઝિયા ઈલ્મીનું કહેવું છે કે, શૉ પૂર્ણ થયા બાદ પણ શા માટે તેમની પ્રાઇવેટ સ્પેસને દેખાડવામાં આવી રહી હતી. શૉ ખતમ થાય બાદ પણ શા માટે તેમના શરીરને વારંવાર બતાવવામાં આવી રહ્યું હતું. જ્યારે તેમણે પત્રકારને જવા માટે કહ્યું તોપણ તે શા માટે નહીં ગયો. કેમેરા ફેરવીને ફોલો શા માટે કરવા લાગ્યો. જ્યારે કહેવાયું કે, રેકોર્ડ ના કરો, ત્યારે જ તેણે કેમેરા બંધ કરવાની જરૂર હતી. શાઝિયાએ કહ્યું છે કે, આ મામલે તેઓ કોર્ટમાં જશે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે, તેમણે કહ્યું છે કે, કાયદાકીય કાર્યવાહી માટેના પુરાવા રાજદીપ સરદેસાઈએ પોતે જ આપી દીધા છે. હવે તેઓ આ વિવાદને કોર્ટમાં લઈને જઈ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં