તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ પોલીસે (West Bengal Police) કથિત ઘૃણાસ્પદ ભાષણને લઈને કાયદાની વિદ્યાર્થિની શર્મિષ્ઠાની ધરપકડ (Sharmishtha) કરી છે. હિંદુ યુવતીએ વિવાદના શરૂઆતમાં જ માફી માંગી લીધી હતી, તેમ છતાં બંગાળ પોલીસ હજારો કિલોમીટર દૂર હિંદુ યુવતીની ધરપકડ માટે પહોંચી ગઈ હતી. હવે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વધુ એક સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હિંદુ યુવતી શર્મિષ્ઠા વિરુદ્ધ FIR નોંધવનારા વઝાહત ખાન (Wazahat Khan) સામે પણ બે અલગ-અલગ ફરિયાદો દાખલ (Police complaints) થઈ છે. તેના પર હિંદુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે.
વઝાહત ખાન કાદરી રશીદી કોલકાતાના રશીદી ફાઉન્ડેશનનો સહ-સંસ્થાપક છે. તેણે જ શર્મિષ્ઠા વિરુદ્ધ કોલકાતામાં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી પણ આપી હતી. પોસ્ટમાં તેણે શર્મિષ્ઠાની ધરપકડની માગણી કરી હતી અને પોતાની ફરિયાદ વિશે પણ વાત કરી હતી. ત્યારબાદ શર્મિષ્ઠાની ધરપકડને લઈને ‘જશ્ન’ પણ મનાવવામાં આવ્યો હતો.
આ દરમિયાન નેટિઝન્સે વઝાહતના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરતા સામે આવ્યું હતું કે, પયગંબર મહોમ્મદ અને ઇસ્લામના કથિત અપમાનથી ભડકેલો આ શખ્સ હિંદુ ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાની આદત ધરાવે છે. તેની ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ પણ સામે આવી છે, જેમાં તેણે હિંદુ દેવી-દેવતાઓને ગાળો આપી છે. જોકે, ઘણી પોસ્ટ તો બાદમાં તેણે ડિલીટ પણ કરી નાખી છે.
આ વિવાદિત પોસ્ટનો હવાલો આપીને વકીલ વિનીત જિંદલે દિલ્હી પોલીસ અને દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ યુનિટમાં વઝાહત ખાન વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરાવી છે. તેમણે ખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 194, 195, 356 અને IT એક્ટની કલમ 66, 67, 69 હેઠળ FIR નોંધવાની માંગણી પણ કરી છે.
‘ભગવાન કૃષ્ણ, પવિત્ર ગ્રંથો અને હિંદુ દેવતાઓનું કર્યું છે અપમાન’- ફરિયાદી
વકીલ વિનીત જિંદલે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે, “હું વઝાહત ખાન કાદરી રશીદી નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર ફરતી અત્યંત અપમાનજનક, દ્વેષપૂર્ણ અને બદનક્ષીભરી પોસ્ટ્સની શ્રેણી અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવવા માટે લખી રહ્યો છું. જેની પ્રોફાઇલ અને પોસ્ટ્સ ટ્વિટર (હવે X) જેવા પ્લેટફોર્મ પર સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે. આ વ્યક્તિએ હિંદુ સમુદાય, તેની માન્યતાઓ, પ્રથાઓ અને ભગવાન કૃષ્ણ સહિત પૂજનીય વ્યક્તિઓને ટાર્ગેટ કરતી અભદ્ર ભાષા સાથેની પોસ્ટ વારંવાર કરી છે.”
🚨 एडवोकेट वीनेत जिंदल ने @DelhiPolice और @DCP_IFSO को वज़ाहत खान क़ादरी राशिदी के खिलाफ शिकायत दर्ज कराई है।
— Adv.Vineet Jindal (@vineetJindal19) June 1, 2025
आरोप:⁰🔹 ऑनलाइन नफ़रत फैलाना⁰🔹 धार्मिक भावनाओं का अपमान⁰🔹 अभद्र और आपत्तिजनक भाषा का प्रयोग
वज़ाहत खान Rashidi Foundation का सदस्य है — वही संस्था जो Sharmistha… pic.twitter.com/oH6J6g7j9I
તેમણે વધુમાં લખ્યું કે, “પવિત્ર ગ્રંથો અને દેવતાઓની મજાક ઉડાવીને જાતીય રીતે સ્પષ્ટ અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો છે. સામાજિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાના હેતુથી સાંપ્રદાયિક ઉશ્કેરણીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખોટી માહિતી અને મોર્ફ કરેલી છબીઓ ધાર્મિક લાગણીઓની મજાક ઉડાવવા અને ઉશ્કેરવાના હેતુથી રજૂ કરવામાં આવી છે. પોસ્ટમાં ‘બળાત્કારી સંસ્કૃતિ’, ‘મૂત્ર પીનારા’ જેવા અભદ્ર શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં હિંદુ તહેવારો, દેવતાઓ અને મંદિરો (દા.ત. કામાખ્યા દેવી મંદિર) પર અપમાનજનક ટિપ્પણીઓ પણ કરાઈ છે.”
તેમણે વધુમાં લખ્યું કે, “આ પોસ્ટ્સ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો સ્પષ્ટ અને ઇરાદાપૂર્વકનો પ્રયાસ લાગે છે, જે 194, 195, 356 BNS અને IT એક્ટની કલમ 66, 67, 69 હેઠળ સજાપાત્ર ગુનો છે. હું ઉપરોક્ત નામવાળી વ્યક્તિ સામે FIR નોંધાવવા વિનંતી કરું છું. હું કોઈપણ માહિતી પ્રદાન કરવા અથવા તપાસ પ્રક્રિયામાં સહકાર આપવા તૈયાર છું.”
‘હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાઓને પહોંચી ઠેસ’- બીજી ફરિયાદ
આ ઉપરાંત વકીલ અમિતા સચદેવાએ પણ કોલકાતાના વઝાહત ખાન વિરુદ્ધ દિલ્હીમાં સાકેત પોલીસના સાયબર ક્રાઇમ સેલમાં બીજી ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં લખ્યું છે કે, “કોલકાતાના રશીદી ફાઉન્ડેશનના સહ-સ્થાપક વઝાહત ખાન કાદરી રશીદી સામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હિંદુ ધર્મ, દેવતાઓ, તહેવારો અને સંસ્કૃતિને નિશાન બનાવતી અપમાનજનક અને ભડકાઉ સામગ્રી પોસ્ટ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પોસ્ટ્સથી મારા સહિત હિંદુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ભારે ઠેસ પહોંચી છે અને તેમાં સાંપ્રદાયિક વિસંવાદિતા ભડકાવવાની ક્ષમતા પણ છે.”
Law Must Be Equal for All: No Double Standards in Justice
— Amita Sachdeva, Advocate (@SachdevaAmita) June 1, 2025
A formal complaint has been filed with the Saket Cyber Crime Cell against Wazahat Khan Qadri Rashidi (@rashidi_wazahat) for his offensive posts on X targeting Bhagwan Shri Krishna and Hindu Dharma, clearly aimed at… pic.twitter.com/421P0GMNSz
માહિતી મુજબ, વઝાહત ખાન કાદરી રશીદીએ હિંદુ ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ, તહેવારો વગેરેનું અપમાન કરતી પોતાની પોસ્ટ્સ ડિલીટ કરવાનું શરૂ કરી દીધું છે. શર્મિષ્ઠા પાનોલીએ પણ કથિત વાંધાજનક વિડીયો ડિલીટ કર્યો હતો અને માફી પણ માંગી હતી. તેમ છતાં પશ્ચિમ બંગાળ પોલીસે છેક ગુરુગ્રામ સુધી લાંબા થઈને તેમની ધરપકડ કરી હતી.