Friday, December 27, 2024
More
    હોમપેજરાજકારણસંભલમાં સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના મહોલ્લામાં ત્રાટકી પોલીસ ટીમ: હિંસાની તપાસ...

    સંભલમાં સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના મહોલ્લામાં ત્રાટકી પોલીસ ટીમ: હિંસાની તપાસ કરવા ચલાવાયેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા ડ્રગ્સ અને હથીયાર

    સંભલ પોલીસ 9 ડિસેમ્બર 2024ના સોમવારના રોજ સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના મહોલ્લામાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે લગભગ 13 મકાનોની તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને મુલ્લા આસિફ નામના આરોપીના ઘરેથી સ્મેકના (ડ્રગ્સ) 90થી પણ વધુ પેકેટ મળી આવ્યા હતા.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં ગત 24 નવેમ્બરના રોજ સંભલની શાહી જામા મસ્જિદનો સર્વેક્ષણ (Survey of Shahi Jama Masjid) કરવા ગયેલી પ્રશાસન ટીમ પર હુમલો કરીને હિંસા ફેલાવનાર ટોળા વિરુદ્ધ કાર્યવાહીના ચાલી રહી છે. દરમિયાન સંભલ પોલીસે (Sambhal Police) મેગા ઓપરેશન ચલાવીને સમાજવાદી પાર્ટીના સાંસદ (SP MP) ઝિયાઉર રહેમાન બર્કના (Ziaur Rahman Barq) મહોલ્લામાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન સાંભળ પોલીસને ઝિયાઉર રહેમાન બર્કના નજીકના જ મકાનોમાં ગેરકાયદેસર હથીયારો અને ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ત્વરિત પગલા લઈને કેટલાકની ધરપકડ પણ કરી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર સંભલ પોલીસ 9 ડિસેમ્બર 2024ના સોમવારના રોજ સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના મહોલ્લામાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે લગભગ 13 મકાનોની તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને મુલ્લા આસિફ નામના આરોપીના ઘરેથી સ્મેકના (ડ્રગ્સ) 90થી પણ વધુ પેકેટ મળી આવ્યા હતા. દરમિયાન પોલીસે તાજવર અને મહેબર નામના આરોપીના ઘરે દરોડા પાડતા ત્યાંથી દેશી બનાવટના હથિયાર મળી આવ્યા હતા. પોલીસે બંનેના ત્યાંથી 315 બોરના દેશી કટ્ટા મળી આવતા હત્યાના મામલે જેલની સજા કાપીને બહાર આવેલા મહેબરની અને તાજવરની ધરપકડ કરી લીધી હતી.

    હિંસામાં મરેલા લોકોને વાગી હતી 315 બોરની ગોળીઓ

    અહીં નોંધવું જોઈએ કે પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ હિંસા સમયે જે લોકોના ગોળી વાગવાથી મોત થયા હતા, તે ગોળીઓ પણ 315 બોરની જ હતી અને અહીં આરોપીઓના ઘરેથી જે હથીયાર મળ્યા છે, તે પણ એટલા જ કેલિબરના છે. આ આખી કાર્યવાહી દરમિયાન પોલીસે સમાજવાદી પાર્ટીના સાંસદના ઘર પાસેથી કેટલાક વાહન પણ સીઝ કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. આ મામલે સંભલ પોલીસ અધીક્ષક કૃષ્ણ બિશ્નોઈએ જણાવ્યું હતું કે, આ સર્ચ ઓપરેશન ઇન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા બાદ ચલાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    પોલીસે જણાવ્યું સર્ચ ઓપરેશનનું કારણ

    તેમણે કહ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે અહીં બહારના કેટલાક સંદિગ્ધ લોકો હાજર છે. તે લોકો શા માટે આવ્યા છે તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. SP બિશ્નોઈના જણાવ્યા અનુસાર આ સર્ચ ઓપરેશન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી આખા વિસ્તારને સુરક્ષિત ન કરી લેવામાં આવે. આ સર્ચ ઓપરેશન બપોરે 3 વાગ્યાના આરસામાં ચલાવવામાં આવ્યું હતું અને તેમાં એસપી, એસએસપી, સીઓ સહિત ભારે માત્રામાં પોલીસ બેડો જોડાયો હતો. આ સિવાય RAF અને RRFની ટુકડીઓ પણ સર્ચમાં શામેલ હતી.

    વાસ્તવમાં આ કાર્યવાહી શાહી જામા મસ્જિદના સર્વેક્ષણ સમયે થયેલી હિંસાની તપાસ માટે કરવામાં આવી રહી છે. કેસમાં અત્યાર સુધીમાં 39 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય સેંકડો લોકોની પૂછપરછ પણ તપાસ દરમિયાન કરવામાં આવી છે. આ કેસમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક પર પણ FIR નોંધવામાં આવી છે. તેમના પર કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાને ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં