Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહિલા પત્રકારે બિંદી ન લગાવવા પર સંભાજી ભીડે ગુસ્સે થયા, કહ્યું- ભારત...

    મહિલા પત્રકારે બિંદી ન લગાવવા પર સંભાજી ભીડે ગુસ્સે થયા, કહ્યું- ભારત માતા વિધવા નથી

    કાર્યકર્તા સંભાજી ભીડેની લાઈવ પ્રસારણમાં બિંદી લગાવવા વાળી કોમેન્ટ જોત-જોતામાં જ વાયરલ થઈ ગઈ અને વિવાદ શરૂ થઈ ગયો હતો. સંભાજીએ સામ ટીવી ન્યૂઝની મહિલા પત્રકાર સાથે વાત કરવાની ના પાડી.

    - Advertisement -

    મહિલા પત્રકાર દ્વારા બિંદી ન લગાવવા પર મહારાષ્ટ્રના લોકપ્રિય હિંદુ કાર્યકર્તા સંભાજી ભીડે ગુસ્સે થયા હતા. અને તેમણે પત્રકાર સાથે વાત કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મહિલા પત્રકારને આંગળી બતાવતા સંભાજીએ આક્રમક રીતે કહ્યું, ભારત માતા વિધવા નથી. સંભાજીના વાંધાજનક વર્તનની નોંધ લેતા મહારાષ્ટ્ર મહિલા આયોગે નોટિસ જારી કરી છે.

    અહેવાલો અનુસાર એક ટીવી ચેનલની મહિલા પત્રકારે ભીડેનો ઈન્ટરવ્યુ લેવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા પત્રકારને જોઈને તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તે મહિલા પત્રકાર સાથે વાત નહીં કરે જેણે તેના માથા પર બિંદી ન લગાવી હોય. ભીડેએ પત્રકારને કહ્યું, ‘દરેક મહિલા ભારત માતા જેવી છે અને ભારત માતા વિધવા નથી. તેણીએ વિધવા જેવું ન દેખાવવું જોઈએ અને તેમની સાથે ચર્ચા કરવા આવતા પહેલા તેના માથા પર બિંદી લગાવવી જોઈએ.

    કાર્યકર્તા સંભાજી ભીડેની લાઈવ પ્રસારણમાં બિંદી લગાવવા વાળી કોમેન્ટ જોત-જોતામાં જ વાયરલ થઈ ગઈ અને વિવાદ શરૂ થઈ ગયો હતો. સંભાજીએ સામ ટીવી ન્યૂઝની મહિલા પત્રકાર સાથે વાત કરવાની ના પાડી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી તેમને પૂછપરછ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનું કપાળ કોરું હોવા પર સંભાજી તેની સાથે વાત કરવાની ના પાડી દે છે.

    - Advertisement -

    ભારત માતા વિધવા નથી: સંભાજી ભીડે

    ભીમા કોરેગાંવ અને મહારાષ્ટ્રના અન્ય સ્થળોએ લોકપ્રિય કાર્યકર સંભાજી ભીડે પણ જમણેરી નેતા તરીકે ઓળખાય છે. રાજ્ય મહિલા આયોગે ભિડેને તેમના નિવેદન પર તેમને નોટિસ પાઠવી છે જેમાં તેમણે એક મહિલા પત્રકારને કહ્યું હતું કે, “દરેક મહિલા ભારત માતા જેવી છે અને ભારત માતા વિધવા નથી.”

    સંભાજી ભીડે અને મહિલા પત્રકાર વિવાદ પર હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે સંભાજી ભીડે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા. બહાર આવતા જ સામ ટીવી ન્યૂઝની મહિલા પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો

    બિંદી લગાવવી કે નહીં એ મારી અંગત પસંદગી: મહિલા પત્રકાર

    સંભાજી ભીડેના આ વર્તનથી નારાજ થયેલા મહિલા પત્રકારે ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં તેઓ લખે છે કે, “અમે લોકોની ઉંમર જોઈને માન આપીએ છીએ. પરંતુ લોકો પણ સન્માનના પાત્ર હોવા જોઈએ. બિંદી લગાવવી કે ન લગાવવી તે મારી અંગત પસંદગી છે. આ લોકશાહી છે.”

    રાજ્ય મહિલા આયોગે નોંધ લીધી

    જ્યારે સંભાજી ભીડેએ ચેનલના પત્રકારને ‘બાઈટ’ આપવાની ના પાડી ત્યારે ચેનલે આ ઘટનાનો વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કર્યો હતો. અને SaamTV સમાચારના વીડિયો અને સ્ક્રીનશોટ શેર થવા લાગ્યા હતા. મહારાષ્ટ્ર મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી અને નોટિસ જારી કરી હતી.

    રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકાંકરે પણ સંભાજી ભીડેના નિવેદનની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે મહિલાના ગૌરવ અને સામાજિક કદને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાની ટિપ્પણી અપમાનજનક છે. સોનાલી ચકણકરે કહ્યું, “એક મહિલા તેના કામની ગુણવત્તા દ્વારા એક છાપ બનાવે છે.”

    કમિશને આ ઘટનાની સંજ્ઞાન લીધી અને વાયરલ વીડિયોના આધારે નોટિસ જારી કરીને કહ્યું કે, “સ્ટેટ કમિશન ફોર વુમન એક્ટ, 1993ની કલમ 12(2) અને 12(3) હેઠળ, તમારે એક મહિલા પત્રકાર સાથે વાત ન કરવાના તમારા નિર્ણય પર તમારે ખુલાસો આપવો પડશે, કારણકે તમે તેણે બિંદી ન લગાવી હતી તેના આધારે પત્રકાર સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં