Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપત્રકાર રૂબિકા લિયાકતે ધનતેરસની ઉજવણી કરતાં ભડકી ઉઠ્યા કટ્ટરપંથીઓ, કહ્યું- મુસ્લિમ હોવાનો...

    પત્રકાર રૂબિકા લિયાકતે ધનતેરસની ઉજવણી કરતાં ભડકી ઉઠ્યા કટ્ટરપંથીઓ, કહ્યું- મુસ્લિમ હોવાનો ઢોંગ કરે છે, અલ્લાહ બધું જોઈ રહ્યા છે

    રૂબિકા લિયાકત રામનગરી અયોધ્યા ગયાં હતાં, જ્યાં તેમણે ધનતેરસના દિવસે વાસણોની ખરીદી કરી હતી.

    - Advertisement -

    જાણીતાં ન્યૂઝ એન્કર રૂબિકા લિયાકત કાયમ કટ્ટરપંથીઓના નિશાને રહે છે. અવારનવાર તેમને હિંદુ પરંપરાઓ અનુસરવાના કારણે કે કટ્ટરપંથી ઇસ્લામીઓ સામે બોલવા માટે ધમકીઓ-ગાળો મળતી રહે છે. હવે ધનતેરસ ઉજવવાના કારણે રૂબિકા પર કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા હતા અને રૂબિકા લિયાકતને ટ્રોલ કરવા માંડ્યા હતા. 

    હકીકતે રૂબિકા લિયાકત રામનગરી અયોધ્યા ગયાં હતાં, જ્યાં તેમણે ધનતેરસના દિવસે વાસણોની ખરીદી કરી હતી. જેની તસ્વીરો ટ્વિટર પર પોસ્ટ કરીને તેમણે લખ્યું કે, ‘રામલલ્લાએ બોલાવી અને હું હાજર થઇ ગઈ. ધનતેરસ પર અયોધ્યામાં થઇ વાસણોની ખરીદી. પહેલાં મા ફોન કરીને યાદ કરાવતી હતી, આ વખતે બહેને કહ્યું કે, ધાતુ જરૂરથી ખરીદજે.’

    રાશિદ હાશ્મી નામના એક યુઝરે લખ્યું કે, ‘અલ્લાહની લાનત હોય તારી પર. નોકરી માટે ઈમાન ખરાબ કરવું શું યોગ્ય છે?’

    - Advertisement -

    અલ્તાફ અલી ભાટી નામના એક યુઝરે આને પાખંડ ગણાવ્યું હતું અને કહ્યું કે, ‘ગુલામી’ માટે આવું બધું કરવું પડે છે. 

    ઝમીર શેખ નામના યુઝરે કહ્યું હતું કે, ‘ક્યારેક મુસ્લિમ બની જાય છે, ક્યારેક હિંદુ બની જાય છે. આ શું ચાલી રહ્યું છે?’

    આમિર ઉસ્માનીએ લખ્યું કે, ‘ક્યારેક મહાકાલ તો ક્યારેક રામલલા બોલાવે છે, ખબર નહીં હજુ કેટલા ભગવાન બોલાવશે.’ તેમણે આગળ કહ્યું કે, હવે તો બસ આવા લોકોએ નામકરણ કરી લેવું જોઈએ, દેખાડો કરવાની શું જરૂર છે? 

    શબાબ નામના યુઝરે રૂબિકાનું ટ્વિટ ક્વોટ કરીને પૂછ્યું કે, ‘શું તું મુસ્લિમ છે?’

    અફઝલ નામના યુઝરે રૂબિકા લિયાકતને નામ બદલી લેવા માટે કહ્યું હતું. 

    પરવેઝ આલમે ‘તારી ઔકાત શું છે’ તેમ કહીને રૂબિકા લિયાકત વિશે અપમાનજનક ભાષા વાપરી હતી. 

    હબીબ નામના યુઝરે રૂબિકા લિયાકતને લાચાર ગણાવીને કહ્યું કે, આવી ‘ગુલામી’ કરવા કરતાં તેમણે કોઈકના ઘરે વાસણ સાફ કરી લેવાં જોઈએ. 

    એક યુઝરે કહ્યું કે, તો પછી શા માટે મુસ્લિમ હોવાનો ઢોંગ કરે છે?

    જોકે, રૂબિકા લિયાકતને ઇસ્લામી કટ્ટરપંથીઓ ગાળો આપતા હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલાં પણ જ્યારે જયારે તેમણે મંદિરોની તસ્વીરો શૅર કરી કે આવા મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો ત્યારે તેમણે કટ્ટરપંથીઓના રોષનો ભોગ બનવું પડ્યું છે. જોકે, રૂબિકા જ નહીં અન્ય પણ ઘણી હસ્તીઓનું કટ્ટરપંથીઓએ આ પ્રકારનું ટ્રોલિંગ કર્યું હોય તેવા કિસ્સાઓ અવારનવાર બનતા રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં