Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ઝાડ અમે વાવ્યું છે તો ફળ પણ અમે જ ખાઈશું': અબ્બુ બશીર...

    ‘ઝાડ અમે વાવ્યું છે તો ફળ પણ અમે જ ખાઈશું’: અબ્બુ બશીર અહેમદ અને પરિવારના ત્રાસથી અલ્મોડાની રોશન બાનોએ સનાતન અપનાવ્યો

    તેણે મીડિયા એજન્સીઓની સામે તે પણ સ્વીકાર્યું કે હિંદુ ધર્મમાં મહિલાઓને જે માન સન્માન અને આદર મળે છે તે અન્ય કોઈ ધર્મમાં નથી મળતું. તેણે એમ પણ જણાવ્યું કે તે પહેલાથી શ્રીમદ ભાગવત ગીતા વાંચતી આવી છે અને તે સ્વામી દયાનંદ સરસ્વતીથી પણ ખુબ પ્રભાવિત છે.

    - Advertisement -

    પ્રેમમાં કે લગ્ન બાદ મુસ્લિમ યુવતીઓ સનાતન અપનાવે તેવી ઘટનાઓ અનેક છે, પણ અબ્બુના ત્રાસથી અલ્મોડાની રોશન બાનોએ હિંદુ ધર્મ અપનાવ્યો હોવાની ઘટનાએ લોકોને બે ઘડી વિચાર કરવા મજબુર કરી દીધા છે. રોશન બાનોમાંથી રોશની બનેલી આ યુવતીએ પોતે જ પોતાના મોઢે આપવીતી કહી સંભળાવી કે કઈ રીતે તેનો પોતાનો જ પરિવાર તેને પ્રતાડિત કરો હતો. અંતે તેને મુસ્લિમ ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવાની ફરજ પડી.

    અબ્બુના ત્રાસથી અલ્મોડાની રોશન બાનોએ હિંદુ ધર્મ અપનાવ્યો હોવાની આ ઘટના ઉત્તરાખંડની છે. અલ્મોડાના થાના બઝારમાં રહેતી રોશની (રોશન બાનો) પોતાના પરિવારથી એ હદે ત્રાસી ગઈ કે તેણે ઈસ્લામ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. આ બાદ તેણે મીડિયા એજન્સીઓની સામે તે પણ સ્વીકાર્યું કે હિંદુ ધર્મમાં મહિલાઓને જે માન સન્માન અને આદર મળે છે તે અન્ય કોઈ ધર્મમાં નથી મળતું. તેણે એમ પણ જણાવ્યું કે તે પહેલાથી શ્રીમદ ભાગવત ગીતા વાંચતી આવી છે અને તે સ્વામી દયાનંદ સરસ્વતીથી પણ ખુબ પ્રભાવિત છે.

    ખાનગી ન્યુઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યો તેને હેરાન કરે, માર મારે અને ગાળો આપે તે સામાન્ય વાત છે. તે કહે છે કે 2012માં તેને સરકારી નોકરી મળી હતી. 2019 માં, જ્યારે તેણે હલ્દવાનીમાં એક ઘર ખરીદ્યું અને તેના પરિવારના સભ્યોએ તેમાં અધિકારોનો દાવો કરવાનું શરૂ કર્યું ત્યારે વસ્તુઓએ વધુ ખરાબ વળાંક લીધો. તેના પિતા અને તેનો ભાઈ તેને વારંવાર ધમકાવતા હતા અને તેની સાથે મારપીટ કરતા હતા.

    - Advertisement -

    અબ્બુ બશીર અહમદ કરતા પ્રતાડિત

    રિપોર્ટોમાં જણાવ્યા અનુસાર રોશનીએ કહ્યું હતું કે તેના અબ્બુ બશીર અહમદ તેને ખુબ પ્રતાડિત કરતા હતા અને કહેતા હતા કે ઝાડ અમે વાવ્યું છે તો ફળ પણ અમે જ ખાઈશું. અમે જન્મ આપ્યો છે તો કત્લ પણ કરી શકીએ. જે બાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પછી તેના પિતાએ માફી માગી હતી. રોશનીએ એમ પણ કહ્યું હતું કે આ પછી તે રાણીખેતમાં ભાડાના ઘરમાં રહેવા લાગી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે પરિવારના સભ્યો ત્યાં આવીને પણ તેને માર મારતા હતા. તેઓએ તેને જાનથી મારી નાખવાની અને ઘરે લઈ જવાની ધમકી આપી હતી.

    આ ઉપરાંત રોશનીએ એમ પણ કહ્યું હતું કે, અબ્બુ હોવા છતાં તે ઈચ્છતા હતા કે હું મરી જાઉં, જેથી મારી તમામ સંપતિ તેમની થઈ જાય. અંતે પરિવારની હેરાનગતિથી કંટાળીને તેણે દીકરીઓ અને મહિલાઓને માન-સન્માન આપતા સનાતન હિંદુ ધર્મ અપનાવવાનો આકરો નિર્ણય લીધો હતો. 2022માં રોશનીએ પોતાના પરિવાર સાથેના તમામ સંબંધ તોડીને તેને પોતાની સંપત્તિમાંથી બેદખલ કરી દીધા હતા. તો બીજી તરફ રોશનીએ ધમકીઓ મળવા છતાં રાણીખેત પોલીસ અને પ્રશાસનના સહયોગને પ્રશંસનીય ગણાવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં