ગુજરાત પોલીસની (Gujarat Police) ટીમે ચેન્નાઈથી (Chennai) એક યુવતીની ધરપકડ (Girl arrested) કરી છે. આ યુવતીએ એકતરફી પ્રેમના કારણે અનેક રાજ્યોના શહેરોમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી (Bomb threats) આપી હતી. તેની ઓળખ રેને જોશીલ્ડા (Rene Joshilda) તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. તે રોબોટિક્સમાં ક્વોલિફાઇડ છે અને ડેલોયટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તેના પ્રેમીના અન્ય યુવતી સાથે લગ્ન થઈ જતાં તેણે આખા દેશમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની વિવિધ ધમકીઓ આપી હતી અને અમદાવાદ પ્લેન ક્રેશની (Ahmedabad Plane Crash) જવાબદારી પણ લીધી હતી. અમદાવાદ પ્લેન ક્રેશનો ઉલ્લેખ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ હતી અને યુવતીને ચેન્નાઈથી ઉઠાવી લાવી હતી.
JCP ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલે આ કેસને લઈને સંપૂર્ણ માહિતી આપી છે. પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, આરોપી યુવતી મૂળ તમિલનાડુની છે અને એન્જિનિયર છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે પોતાની ઓફિસમાં કામ કરતા યુવકને પ્રેમ કરતી હતી, પણ યુવક તેની સાથે લગ્ન કરવા માંગતો નહોતો, જેથી તેણે પ્રેમમાં પાગલ થઈને અલગ-અલગ મહત્વની જગ્યાઓ અને સંસ્થાઓમાં ઇમેઇલ કરીને બૉમ્બની ધમકીઓ આપી દીધી હતી.
બનાવટી ઇમેઈલના આધારે આપતી હતી ધમકીઓ
તપાસમાં સામે આવ્યું છે કે, આ યુવતી Divijprabhakar અને Pakistanweb જેવા નામ સાથે બનાવટી ઇમેઈલ આઈડી બનાવતી હતી. તે ડાર્ક વેબ, VPN વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરીને ધમકીભર્યા ઇમેઇલ કરતી હતી. દિવ્યજ્યોત સ્કૂલ, બીજે મેડિકલ કોલેજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને જીનીવા સ્કૂલ ખાતે પણ આ યુવતીએ મેઇલ કરીને ધમકીઓ આપી હતી. આ યુવતીએ કુલ 11 રાજ્યોમાં મેઇલ કરીને ધમકી આપી હતી અને 11 રાજ્યોની પોલીસને હંફાવી હતી. જે બાદ તેણે અમદાવાદમાં ધમકીઓ આપી હતી અને પ્લેન ક્રેશની જવાબદારી પણ લીધી હતી. તે પછી તે અમદાવાદ પોલીસના હાથે ચડી ગઈ હતી.
#WATCH | Gujarat | Ahmedabad Cyber Crime unit has arrested a Chennai-based accused who was sending hoax bomb threats in different states
— ANI (@ANI) June 23, 2025
JCP Crime Branch, Sharad Singhal says, "…The main accused in the case is Reni Joshilda from Chennai. She is qualified in robotics and… pic.twitter.com/sch60WWTsP
પોલીસ અધિકારી શરદ સિંઘલે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી યુવતી દિવિજ પ્રભાકર નામની વ્યક્તિને પ્રેમ કરતી હતી, પણ ફેબ્રુઆરી 2025માં તેણે અન્ય કોઈ યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. તેનો બદલો લેવા માટે યુવતીએ ડાર્ક વેબનો સહારો લીધો હતો અને દિવિજના નામે એક નકલી ઇમેઇલ આઈડી બનાવીને ધમકીભર્યા મેસેજ કર્યાં હતા. તેણે તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પણ તેમ છતાં એક નાની ભૂલના કારણે તે પકડાઈ ગઈ હતી અને ત્યારબાદ અમદાવાદ પોલીસ ચેન્નાઈ જઈને તેને ઊંચકી લાવી હતી.
પોલીસે વધુમાં એવું પણ જણાવ્યું છે કે, આ કેસ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નહોતો. 11 રાજ્યની પોલીસ સાયબર ગુનેગારને ટ્રેક કરવા માટે રોકાયેલી હતી. યુવતી પાસેથી ઘણા ડિજિટલ અને કાગળના પુરાવા મળી આવ્યા છે, જેનાથી એક મોટા સાયબર ક્રાઇમ મોડ્યુલનો પર્દાફાશ થયો છે. જોકે, પોલીસે તેની નાની ભૂલ પકડી પાડી હતી અને તેની ધરપકડ કરી લીધી હતી.
અમદાવાદ પ્લેન ક્રેશની પણ લીધી જવાબદારી- પોલીસ
પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના 21 સ્થળોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. છેલ્લો મેઇલ તેણે સિવિલ હૉસ્પિટલમાં કર્યો હતો અને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. વધુમાં પોલીસે એવું કહ્યું કે, આરોપી યુવતીએ તે પણ કબૂલ્યું હતું કે, તેણે જ અમદાવાદમાં પ્લેન ક્રેશ કર્યું હતું. આરોપી યુવતીએ પ્લેન ક્રેશની જવાબદારી પણ લીધી હતી. તે પહેલાં પણ તે અનેક ધમકીઓ આપી ચૂકી હતી.
અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી લેનારની ધરપકડ; પ્રેમમાં પાગલ 'ટેકનોક્રેટ' યુવતીની કરતૂત#Ahmedabad #AhmedabadPlaneCrash #GujaratiNews #GujaratSamachar pic.twitter.com/k2fcYhWb2n
— Gujarat Samachar (@gujratsamachar) June 23, 2025
પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આરોપી યુવતીની એક ભૂલ પોલીસને ત્યાં સુધી લઈ ગઈ હતી. તેણે વિચાર્યું હતું કે તે ડાર્ક વેબ પર અદ્રશ્ય રહેશે, પણ અમદાવાદ સાયબર ક્રાઇમ યુનિટની તીક્ષ્ણ નજરે તેને જાળમાં ફસાવી દીધી હતી. હાલ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.