Sunday, May 5, 2024
More
    હોમપેજગુજરાતકચ્છમાં 5200 વર્ષ પહેલાના પ્રાચીન અવશેષો મળી આવ્યા: અનેક માનવકંકાળ સહિત ઐતિહાસિક...

    કચ્છમાં 5200 વર્ષ પહેલાના પ્રાચીન અવશેષો મળી આવ્યા: અનેક માનવકંકાળ સહિત ઐતિહાસિક ધરોહર પણ મળી આવી, 4 મહિનામાં ત્રીજા ‘પ્રાચીન નગર’ની શોધ

    ખોદકામ દરમિયાન ગોળ અને લંબચોરસ આકારના બે મકાનના પાયાના અવશેષો મળ્યા છે. જે સ્થાનિક રેતીના પથ્થરોમાંથી આયોજનપૂર્વક બનાવવામાં આવ્યા હતા. તે સિવાય માટીના વાસણો અને તેના ટુકડા પણ મળી આવ્યા છે. જેમાં નાના-મોટા માટલાઓ મળી આવ્યા છે. આ સાથે સેમી પ્રેશિયસ સ્ટોન પણ મળ્યા છે.

    - Advertisement -

    ગુજરાતના કચ્છનો સંબંધ પ્રાચીન કાળમાં સિંધુ ખીણની સભ્યતા સાથે હતો, તેને કોઈ નકારી શકતું નથી. કેટલાક વર્ષો પહેલાં જ કચ્છના ધોળાવીરામાંથી ઉન્નત પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા, જેનાથી તે સાબિત થયું હતું કે, તે શહેર પ્રાચીન સિંધુ ખીણની સભ્યતા સાથે સંકળાયેલું હતું. પરંતુ હવે સ્વતંત્ર ભારતમાં પણ સરકારના પ્રયાસો દ્વારા અનેક ઐતિહાસિક સ્થળો પર ઉત્ખનન કરવામાં આવી રહ્યું છે. તે જ અનુક્રમે હવે ફરી કચ્છમાં 5200 વર્ષ પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા છે.

    કચ્છમાં આવેલા લખપત તાલુકાના ખટિયામાં પડદા બેટમાં લગભગ 5200 વર્ષ પ્રાચીન નગરના આવેશેષો મળી આવ્યા છે. આ સાથે રેતીના પથ્થરોમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ મળી આવ્યા છે. કેરાલા યુનિવર્સિટીના પુરતાત્વીય વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અભયન જી. એસ. અને ડૉ. રાજેશ એસ.વિના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરીથી માર્ચ 2024 દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ઐતિહાસિક અવશેષો મળી આવ્યા છે.

    માટીના વાસણોના ટુકડા સહિત અનેક અવશેષો મળ્યા

    ખોદકામ દરમિયાન ગોળ અને લંબચોરસ આકારના બે મકાનના પાયાના અવશેષો મળ્યા છે. જે સ્થાનિક રેતીના પથ્થરોમાંથી આયોજનપૂર્વક બનાવવામાં આવ્યા હતા. તે સિવાય માટીના વાસણો અને તેના ટુકડા પણ મળી આવ્યા છે. જેમાં નાના-મોટા માટલાઓ મળી આવ્યા છે. આ સાથે સેમી પ્રેશિયસ સ્ટોન પણ મળ્યા છે. આ ઉપરાંત ગાય અને બકરીના જેવા પ્રાણીઓના હાડકાંના ટુકડાના અવશેષો પણ મળી આવ્યા છે. આ સાઇટ જોઈને પુરાતત્વવિદો કહી શકે છે કે, આ સાઇટ લગભગ 5000 વર્ષ કરતાં પણ પ્રાચીન હડપ્પન (સિંધુ ખીણની સભ્યતા) સંસ્કૃતિનો એક ભાગ છે.

    - Advertisement -

    આ સાથે આ વિસ્તારમાં ખોદકામ કરતાં એક જૂનું કબ્રસ્તાન પણ મળી આવ્યું છે. 5700 વર્ષ પહેલાં અહીં પશુપાલકો રહેતા હોવાનો અંદાજો લગાવાયો છે. તે પશુપાલકો કાળક્રમે તે જ જમીનમાં નામશેષ થયા હોવાનું પણ સામે આવ્યું છે. પથ્થર, માટીમાંથી બનાવેલા મણકા, મોતી, ગાય, ભેંસ, ઘેટાં-બકરા, શીપ, છીપલા, તાંબાના પણ અવશેષો અહીં હડપ્પા સભ્યતા સાથે સામ્યતા ધરાવતા વાસણોના અવશેષોની સાથે વિશિષ્ટ પ્રકારની માટીના વાસણો પણ મળી આવ્યા છે.

    ચાર મહિનામાં ત્રીજું પ્રાચીન નગર મળી આવ્યું

    2024ના વર્ષમાં ગુજરાતમાં 4 મહિનામાં ત્રીજું પ્રાચીન નગર મળી આવ્યું છે. 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ પ્રાચીન નગર મળ્યું હતું જેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરાની નજીક બીજું નગર મળ્યું હતું. ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુનું નગર મળ્યું હતું. સોનાની આશાએ લોદ્રાણીના લોકો છેલ્લાં 5 વર્ષથી ગામમાં જ્યાં ત્યાં ખોદતાં હતા અને આ ખોદકામ દરમિયાન તેમને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યાં હતા. માહિતી મળતાં ASIના પૂર્વ ADG અને પુરાતત્વવિદ અજય યાદવ અને ઓક્સફર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સન લોદ્રાણી ગામમાં પહોંચ્યાં હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં