Saturday, July 27, 2024
More
    હોમપેજદેશ‘કસાબે નહીં, RSS પ્રેરિત પોલીસકર્મીએ હેમંત કરકરેને મારી હતી ગોળી’: મહારાષ્ટ્રના કૉંગ્રેસ નેતાનો...

    ‘કસાબે નહીં, RSS પ્રેરિત પોલીસકર્મીએ હેમંત કરકરેને મારી હતી ગોળી’: મહારાષ્ટ્રના કૉંગ્રેસ નેતાનો બફાટ, ભાજપે કહ્યું- હવે સમજાય છે પાકિસ્તાનથી દુઆઓ કેમ આવે છે

    ભાજપ ઉમેદવાર ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે, આ પાયાવિહોણું નિવેદન છે અને તેઓ આ નિવેદનથી દુઃખી છે. તેમણે કહ્યું કે, "મે ક્યારેય નહોતું વિચાર્યું કે રાજનેતા આટલા નિમ્ન સ્તર સુધી પહોંચી જશે. રાજનૈતિક લાભ માટે તેઓ મારું નહીં, પરંતુ 26/11ના હુમલામાં માર્યા ગયેલા તે 166 લોકો અને તમામ ઈજાગ્રસ્તોનું અપમાન કરી રહ્યા છે"

    - Advertisement -

    મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, મુંબઈ હુમલામાં મૃત્યુ પામેલા IPS હેમંત કરકરે પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબની નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી (RSS) પ્રેરિત એક પોલીસ કર્મચારીની બંદૂકની ગોળીથી મર્યા હતા. આટલું જ નહીં, તેમણે ક્સાબને ફાંસીના માંચડે પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વકીલ અને ભાજપ ઉમેદવાર ઉજ્જવલ નિકમને ગદ્દાર પણ કહી દીધા.

    કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં વીરગતિ પામેલા IPS અધિકારી હેમંત કરકરે આતંકવાદી અજમલ કસાબની નહીં, પરંતુ એક પોલીસ કર્મચારીની બંદૂકમાંથી ચાલેલી ગોળીથી મૃત્યુ પામ્યા હતા. કોંગ્રેસી નેતા આટલે ન અટકતાં તેમણે કહ્યું હતું કે, જે પોલીસ કર્મચારીની ગોળીથી અધિકારી મર્યા તે પોલીસ કર્મચારી RSSથી પ્રેરિત હતો.

    કોંગ્રેસી નેતાએ આગળ કહ્યું કે, “હેમંત કરકરેની હત્યાનો મામલો સરકારી વકીલ ઉજ્જવલ નિકમ દ્વારા દબાવી દેવામાં આવ્યો. તપાસ દરમિયાન સામે આવેલી મહત્વપૂર્ણ માહિતીઓને પણ દબાવી દેવામાં આવી. ભાજપે તે જ વ્યક્તિને ટીકીટ આપી. મારો ભાજપને તે સવાલ છે કે તેઓ એક ગદ્દારને કેમ બચાવી રહ્યા છે અને તેને લોકસભા લડવાની ટિકીટ કેમ આપી રહ્યા છે? આવું કરીને ભાજપ ગદ્દારોને બચાવી રહ્યું છે.”

    - Advertisement -

    કોગ્રેસી નેતાના આ નિવેદન બાદ ભાજપ આકરા પાણીએ

    કોંગ્રેસના નેતાના આ પ્રકારના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. આ મામલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, “અમે ઉજ્જવલ નિકમને ટીકીટ આપી તો કોંગ્રેસ-એનસીપીના નેતા કહે છે કે ઉજ્જવલે અજમલ કસાબની બદનામી કરી. તેમને અજમલ કસાબની ચિંતા છે જેણે મુંબઈમાં હુમલા કર્યા. અમે ઉજ્જવલ નિકમ સાથે છીએ અને મહા વિકાસ આઘાડી અજમલ કસાબના પક્ષમાં. નિર્ણય આપે લેવાનો છે કે કોની સાથે ઉભું રહેવું છે.”

    આ મામલે ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ પણ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “હવે સમજાઈ રહ્યું છે કે કોગ્રેસ પાર્ટી માટે પાકિસ્તાનથી આટલી દુઆઓ કેમ આવી રહી છે. મહારાષ્ટ્રના કોંગ્રેસના સહુથી વરિષ્ઠ અને વિપક્ષ નેતા વિજય વડેટ્ટીવાર 26/11 મામલે પાકીસ્તાનને ક્લિનચીટ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે શહીદ હેમંત કરકરેની હત્યા પાકિસ્તાની આતંકવાદીએ નહીં, પરંતુ હિંદુઓએ કરી છે અને તેને છુપાવવાનું કામ ઉજ્જવલ નિકમે કર્યું છે.”

    પૂનાવાલાએ વધુમાં કહ્યું કે, “ઉજ્જવલ નિકમે રાષ્ટ્રહિત માટે પોતાની વકીલાતના માધ્યમથી આતંકવાદીઓને ફાંસીના માંચડા સુધી પહોંચાડ્યા. તે નિકમને તેઓ દેશદ્રોહી કહી રહ્યા છે. દેશદ્રોહી તે છે એ નક્સલવાદીઓને શહીદ કહે છે, જે સેનાને બળાત્કારી કહે છે. કોંગ્રસ પાર્ટી આજે રાષ્ટ્રની સુરક્ષા જીવવા મુદ્દાઓ પર વોટબેંકની રાજનીતિ કરી રહ્યું છે. પાકિસ્તાન સતત કોંગ્રેસને સમર્થન આપી રહ્યું છે. જો આ કોંગ્રેસ પાર્ટીનું અધિકારીક નિવેદન નથી તો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જ કહે કે તેમના નેતા પર કાર્યવાહી કરવામાં આવશે?”

    ધાર્યું નહોતું કે રાજનેતાઓ આટલી નિમ્ન કક્ષાએ પહોંચશે- નિકમ

    તો બીજી તરફ મુંબઈના ઉત્તર મધ્ય લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ઉજ્જવલ નિકમે કહ્યું હતું કે, આ પાયાવિહોણું નિવેદન છે અને તેઓ આ નિવેદનથી દુઃખી છે. તેમણે કહ્યું કે, “મેં ક્યારેય નહોતું વિચાર્યું કે રાજનેતા આટલા નિમ્ન સ્તર સુધી પહોંચી જશે. રાજનૈતિક લાભ માટે તેઓ મારું નહીં, પરંતુ 26/11ના હુમલામાં માર્યા ગયેલા તે 166 લોકો અને તમામ ઈજાગ્રસ્તોનું અપમાન કરી રહ્યા છે”

    નિકમે આગળ જણાવ્યું કે, “તેઓ કસાબને નિર્દોષ માને છે. ત્યાં સુધી કે પાકિસ્તાન પોતે માની ચૂક્યું છે કે કસાબ આ આતંકવાદી હુમલામાં સામેલ હતો. કસાબને સજા અપાવવા જે પગલાં લીધા તેને ભારતના નાગરિકો સારી રીતે જાણે છે. આગામી 4 જૂને તેમને આવા આરોપોનો જવાબ મળી જશે. હું હતાશ થઈને આપવામાં આવેલા ખોટા નિવેદનો પર વધુ પ્રતિક્રિયા આપીને મામલાને વધારવા નથી માંગતો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં