Sunday, November 3, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનએકને લગ્નની લાલચ આપી કર્યો રેપ, બીજી સાથે કરી લીધી સગાઈ: ઇન્ફ્લુઅન્સર...

    એકને લગ્નની લાલચ આપી કર્યો રેપ, બીજી સાથે કરી લીધી સગાઈ: ઇન્ફ્લુઅન્સર ‘Oye Indori’ની વધી મુશ્કેલી, ફરિયાદ બાદથી છે ફરાર

    પોલીસ દ્વારા 376ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે શોધખોળ ચાલુ કરી છે. જોકે, ફરિયાદ નોંધાઈ ત્યારથી જ રોબિન ફરાર થઇ ગયો છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયામાં લાખો ફોલોવર્સ ધરાવતા ‘ઓયે ઇન્દોરી’ (Oye Indori) ઈર્ફે રોબિન જિંદલ નામના ઇન્ફ્લુઅન્સરની મુશ્કેલીઓ વધી રહી છે. તેના ઉપર આરોપ છે કે તેણે એક ડિવોર્સી મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેનું યૌન શોષણ કર્યું અને અંતે કોઈ બીજી યુવતી સાથે સગાઇ કરી લીધી. આ મામલે પીડિત મહિલા દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જે પછી રોબિન જિંદલ ફરાર છે.

    અહેવાલો પ્રમાણે મંગળવારે (19 ડિસેમ્બર 2023) પીડિત મહિલા દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે. પીડિત મહિલાની ઉંમર અંદાજે 22 વર્ષ છે. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે તે શહેરમાં એક ફ્લેટ શોધી રહી હતી તે દરમિયાન રોબિન જિંદલ ઉર્ફે ‘ઓયે ઇન્દોરી’ સાથે તેની પહેલીવાર મુલાકાત થઇ હતી. સોશિયલ મીડિયામાં રોબિન ખુબ પ્રખ્યાત છે. મુલાકાત બાદ બંને પ્રેમ સંબંધમાં જોડાયા હતા. રોબિને યુવતીને લગ્ન કરવાનું વચન આપી તેની સાથે અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનું યૌન શોષણ કર્યું હતું.

    યુવતીએ જણાવ્યું કે સંબંધમાં આવ્યા બાદ બંને લગ્ન પણ કરવાના હતા. પરંતુ લગ્ન થાય એ પહેલાં જ ખબર પડી કે રોબિન ઉર્ફે ‘ઓયે ઇન્દોરી’એ કોઈ બીજી યુવતી સાથે સગાઇ પણ કરી લીધી છે. જે પછી પીડિત યુવતીને ખ્યાલ આવ્યો હતો કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે. હવે પીડિત મહિલાએ આ ઘટના વિશે પોલીસ ફરિયાદ કરી છે. જેમાં પોલીસ દ્વારા 376ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે શોધખોળ ચાલુ કરી છે. જોકે, ફરિયાદ નોંધાઈ ત્યારથી જ રોબિન ફરાર થઇ ગયો છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર રોબિન જિંદલના ઇન્સ્ટાગ્રામ પર 74 લાખ, યુટ્યુબ ઉપર 78 લાખ અને ફેસબુક પર 4 લાખ જેટલા ફોલોવર્સ છે. રોબિન જિંદલ તેના ઉપનામ ‘ઓયે ઇન્દોરી’થી પ્રસિદ્ધ છે. રોબિને થોડા સમય પૂર્વે જ ઇન્દોરની એક ભવ્ય હોટેલમાં એક યુવતી સાથે સગાઇ કરી હતી. જેમાં સોશિયલ મીડિયાના મોટા ઇન્ફ્લુઅન્સર્સ હાજર હતા. સગાઇની જાણ પીડિત યુવતીને થતા તેણે હવે રોબિન સામે પોલીસ ફરિયાદ કરી છે.

    એમઆઈજી સ્ટેશનના એસઆઈ સચિન આર્યએ જણાવ્યું કે રોબિન જિંદલ (Oye Indori) સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે. ફરિયાદમાં રોબિન ઉપર લગ્નની લાલચ આપી રેપ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ રોબિન ફરાર છે જેની તપાસ પોલીસ પ્રશાસન કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં