Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણ'મિસ ઇન્ડિયાના લિસ્ટમાં એક પણ દલિત, આદિવાસી, OBC નહીં': મીડિયા અને બ્યુરોક્રેસીમાં...

    ‘મિસ ઇન્ડિયાના લિસ્ટમાં એક પણ દલિત, આદિવાસી, OBC નહીં’: મીડિયા અને બ્યુરોક્રેસીમાં જાતિ શોધ્યા બાદ રાહુલ ગાંધીએ હવે નવું ચાલુ કર્યું, થયા ટ્રોલ

    છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ દરેક જગ્યાએ જાતિવાદને વચ્ચે લાવી રહ્યા છે. સૌંદર્ય પ્રતિયોગિતામાં પણ જાતિવાદ ઘૂસાડતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "90 ટકા લોકો સિસ્ટમનો હિસ્સો નથી. અલ્પસંખ્યક પણ તેમાં આવે છે."

    - Advertisement -

    કોંગ્રેસના ‘યુવા’ નેતા અને પૂર્વ અધ્યક્ષ તેમજ વર્તમાનમાં લોકસભામાં નેતા વિપક્ષ એવા રાહુલ ગાંધીએ ફરી એક વાર એવું નિવેદન આપ્યું છે જેને સાંભળીને લોકો અચરજમાં મૂકાઈ ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત ‘સંવિધાન સંમેલન’માં તેમણે સુંદર મહિલાઓ માટેની સ્પર્ધા ‘મિસ ઇન્ડિયા’ને લઈને એવો દાવો કર્યો કે સહુ કોઈ ચોંકી ઉઠ્યા. ત્યાં પણ જાતિવાદ ઘૂસાડી દેતાં તેમણે કહ્યું કે, “90% લોકો સિસ્ટમનો ભાગ નથી, હું તો મિસ ઇન્ડિયાનું લિસ્ટ જોઈ રહ્યો હતો, તેમાં કોઈ જ દલિત, OBC, આદિવાસી નથી.”

    છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ દરેક જગ્યાએ જાતિવાદને વચ્ચે લાવી રહ્યા છે. સૌંદર્ય પ્રતિયોગિતામાં પણ જાતિવાદ ઘૂસાડતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “90 ટકા લોકો સિસ્ટમનો હિસ્સો નથી. લઘુમતીઓ પણ તેમાં આવે છે. તેમની પાસે દરેક પ્રકારની પ્રતિભા છે, પરંતુ તેમ છતાં તેઓ સિસ્ટમ સાથે જોડ્યા નથી. આ જ કારણ છે કે અમે જાતિ જનગણનાની માંગ કરી રહ્યા છીએ.”

    રાહુલ ગાંધીના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં લોકોએ પોલ ખોલી

    રાહુલ ગાંધીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓનું વાવાઝોડું ફૂંકાયું. અનેક યુઝરોએ સૌંદર્ય પ્રતિયોગિતામાં પરાણે જાતિવાદ લાવવાનો આરોપ લગાવતાં રાહુલ ગાંધીના નિવેદન પર આકરી ટિપ્પણીઓ કરી. લોકોએ કહ્યું કે રાહુલ ગાંધી હવે સરકારી નોકરીઓની જેમ આવી સ્પર્ધાઓમાં પણ અનામત માંગી રહ્યા છે કે શું? કેટલાક યુઝરોએ તો તથ્યો સામે લાવીને રાહુલ ગાંધીના નિવેદનની પોલ ખોલી દીધી હતી. કારણકે સૌંદર્ય પ્રતિયોગિતા જીતેલી મહિલાઓમાં અનેક લઘુમતી, ST/SC/OBC સમુદાયમાંથી આવે છે.

    - Advertisement -

    ભાજપ નેતા તજિંદર પાલ સિંઘ બગ્ગાએ પોતાના X હેન્ડલ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધીના નિવેદનની પોલ ખોલી નાખી હતી. તેમને મિસ ઇન્ડિયા પ્રતિયોગિતા જીતેલી મહિલાઓનું લિસ્ટ જાહેર કર્યું. તેમણે લખ્યું, “રાહુલ ગાંધી મૂરખ છે, પરંતુ નિવેદન આપતાં પહેલાં કમસેકમ એક વાર નજર મારી લીધી હોત તો આટલી ઠેકડી ન ઊડી હોત. ચાલો તેમનું જ્ઞાનવર્ધન કરીએ.” તેમણે આ પોસ્ટમાં દેશ સ્વતંત્ર થયો, એટલે કે 1947થી લઈને 1013 સુધીની એક સૂચિત જાહેર કરી જેમાં સૌન્દર્ય પ્રતિયોગિતા વિજેતાઓનાં નામ છે. આ લિસ્ટમાં એસ્ટર વિક્ટોરિયા અબ્રાહમ, ઇન્દ્રાણી રહેમાન, ફેરીઅલ કરીમથી માંડીને નાયરા મિર્ઝા, અંજુમ મુમતાઝ, ફરઝારા હબીબ, સોનું વાલિયા, ગુલ પનાગ, સારાહ જેન ડાયસ, નવનીત કૌર ઢીલ્લનના નામનો સમાવેશ થાય છે.

    માત્ર બગ્ગા જ નહીં, અન્ય ઘણા યુઝરોએ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકપ્રિય પત્રકાર અને બહુચર્ચિત X યુઝર અજીત ભારતીએ પણ રાહુલની વાત પર કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “મેં ગાંધી પરિવારનું લિસ્ટ જોયું, તેમાં એક પણ દલિત, અલ્પસંખ્યક નથી.”

    પોલિટિકલ કોમેન્ટેટર મિ. સિન્હાએ પણ રાહુલ ગાંધીને મૂરખ ગણાવીને તેમણે ખોટી અને તથ્ય વગરની માહિતી આપી હોવાનું કહીને કટાક્ષ કર્યો હતો.

    અહીં નોંધવું અનિવાર્ય છે કે મિસ ઇન્ડિયા એક સૌંદર્ય સ્પર્ધા છે, જેમાં ભાગ લેતી મહિલાઓને તેમની સુંદરતા, વિશેષતાઓ તેમજ તેમની બુદ્ધિમતાના આધારે આંકવામાં આવે છે. આ પ્રકારની સ્પર્ધાઓમાં કોઈ ‘ક્વોટા કે અનામત’ની સિસ્ટમ હોતી નથી. બીજી મહત્વની અને તદ્દન સામાન્ય વાત એ છે કે આવી સ્પર્ધાઓ ખાનગી સંસ્થાઓ અને સંગઠનો યોજતાં હોય છે અને સરકારોને તેની સાથે સ્નાન સૂતકનોય સંબંધ નથી હોતો.

    નોંધવા જેવી બાબત એ પણ છે કે એક તરફ રાહુલ ગાંધી પોતે જ કહે છે કે દાયકાઓથી દેશમાં જાતિગત વસતીગણતરી નથી થઈ, ને બીજી તરફ તેઓ પોતે જ એવો દાવો કરે છે કે અનુસુચિત જાતિઓ, જનજાતિઓ, અન્ય પછાત વર્ગો તેમજ લઘુમતીઓની સંખ્યા દેશના 90% છે. આ વાત પણ સરળતાથી સમજાય એવી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં