Friday, December 6, 2024
More
    હોમપેજદેશ'રાહુલ ગાંધીની નાગરિકતા મામલે CBI કરી રહી છે તપાસ': દિલ્હી હાઈકોર્ટને અપાઈ...

    ‘રાહુલ ગાંધીની નાગરિકતા મામલે CBI કરી રહી છે તપાસ’: દિલ્હી હાઈકોર્ટને અપાઈ જાણકારી, અલ્હાબાદ HCમાં PIL દાખલ કરનાર વ્યક્તિનો દાવો

    વિગ્નેશ શિશિર વર્ચ્યુઅલ માધ્યમથી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની ડિવિઝન બેંચ સમક્ષ હાજર થયા હતા. શિશિરે કહ્યું હતું કે, તેઓ આ કેસમાં CBI સમક્ષ હાજર થયા હતા અને ખૂબ જ ગોપનીય પુરાવા રજૂ કર્યા હતા

    - Advertisement -

    બુધવારે (6 ઑક્ટોબર) દિલ્હી હાઈકોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે રાહુલ ગાંધીની (Rahul Gandhi) નાગરિકતાના (Citizenship) વિવાદમાં હવે કેન્દ્રીય એજન્સી CBI મામલાની તપાસ કરી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં આ જ મામલે અરજી કરનાર અરજદાર દિલ્હી હાઈકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા, જેમણે કોર્ટ સમક્ષ આ દાવો કર્યો હતો. જોકે, એજન્સી તરફથી આ બાબતની પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની નાગરિકતા મામલે તપાસ કરવાની માંગ સાથે કર્ણાટકના એક ભાજપના કાર્યકર્તા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી, જે મામલે હાલ સુનાવણી ચાલી રહી છે. બીજી તરફ, ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ રાહુલ ગાંધીની નાગરિકતાને પડકારતી એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ તાજેતરમાં તેમની અરજી પર કેન્દ્ર સરકારે શું કાર્યવાહી કરી તે માટે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી હતી, જેની ઉપર દિલ્હી હાઈકોર્ટ સુનાવણી કરી રહી છે.

    દરમ્યાન, 6 નવેમ્બરે વિગ્નેશ શિશિર વર્ચ્યુઅલ માધ્યમથી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની ડિવિઝન બેંચ સમક્ષ હાજર થયા હતા. શિશિરે કહ્યું હતું કે, તેઓ આ કેસમાં CBI સમક્ષ હાજર થયા હતા અને ખૂબ જ ગોપનીય પુરાવા રજૂ કર્યા હતા. CBI હાલ આ મામલે તપાસ કરી રહી છે. અલ્હાબાદ હાઈકોર્ટમાં કાર્યવાહી ઘણી આગળ વધી ગઈ છે. તેમણે કોર્ટ સમક્ષ તેમની અરજી સંબંધિત દસ્તાવેજો રેકર્ડ પર મૂકવા માટે સમયની માંગ કરી હતી.

    - Advertisement -

    ત્યારબાદ કોર્ટે શિશિરને આદેશ આપ્યો કે તેઓ પક્ષકાર બનવાની માંગ સાથેની એક અરજી અને એફિડેવિટ આગામી 2 અઠવાડિયાંની અંદર કોર્ટ સમક્ષ દાખલ કરે.

    સુનાવણી દરમિયાન કોર્ટે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે, અમે નથી ઇચ્છતા કે એક જ મામલામાં બે વિરોધાભાસી આદેશો પસાર થાય અને બે સમાનાંતર અરજીઓ પર એકસાથે સુનાવણી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની નાગરિકતા મામલે હાલ દિલ્હી અને અલહાબાદ એમ બે હાઈકોર્ટ બે જુદી-જુદી અરજીઓ પર સુનાવણી કરી રહી છે.

    જોકે કોર્ટ સમક્ષ શિશિરે દલીલ કરી કે અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ તેમની PIL પર હવે ઘણી કાર્યવાહી થઈ ચૂકી છે. બીજી તરફ, સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટ સમક્ષ હાજર થતાં કહ્યું હતું કે, તેમણે વર્ષ 2017માં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને બંને કેસોમાં જે માંગ કરવામાં આવી છે તે સામાન નથી અને જુદા-જુદા વિષયોને આવરી લે છે. હવે આ મામલે વધુ સુનાવણી 6 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

    અહીં નોંધવું જોઈએ કે, ઑગસ્ટ 2019માં સ્વામીએ કેન્દ્રને એક પત્ર લખીને રાહુલ ગાંધી બ્રિટીશ નાગરિક છે એવો દાવો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે રાહુલે બ્રિટિશ નાગરિકત્વ મેળવીને ભારતીય નાગરિકતા અધિનિયમ 1955 અને ભારતીય બંધારણની કલમ 9નું ઉલ્લંઘન કર્યું છે. કલમ 9 અનુસાર જો કોઈએ વ્યક્તિએ સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતા સ્વીકારી હોય તો તેની ભારતની નાગરિકતા આપોઆપ રદ થઈ જાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં