Wednesday, April 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મને શ્રીલંકામાં એશિયા કપ રમવો ગમશે’: આર અશ્વિને PCBની ભારતમાં વર્લ્ડ કપ...

    ‘મને શ્રીલંકામાં એશિયા કપ રમવો ગમશે’: આર અશ્વિને PCBની ભારતમાં વર્લ્ડ કપ ન રમવાની આપેલી ધમકીની હવા કાઢી

    અશ્વિને એમ પણ જણાવ્યું હતું કે આ અગાઉ ઘણી ટુર્નામેન્ટ દુબઈમાં રમાઈ છે પરંતુ જો એશિયા કપ શ્રીલંકામાં પાકિસ્તાનથી શ્રીલંકા ખસેડવામાં આવશે તો તેને ગમશે.

    - Advertisement -

    પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ ચેરમેન રમીઝ રાજાએ ધમકી આપી હતી કે જો ભારત આ વર્ષે રમનારા એશિયા કપમાં રમવા માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ વર્ષના અંતે ભારતમાં રમાનાર વર્લ્ડ કપમાં ભાગ લેવા નહીં જાય. રમીઝ રાજા બાદ PCBના નવા ચેરમેન નજમ સેઠીએ પણ બે દિવસ અગાઉ આવી જ ધમકી આપી છે. પરંતુ એ હકીકત છે કે આજનાં સંજોગોમાં ભારત ક્યારેય પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા નહીં જાય. આ હકીકતને સમજતાં ભારતનાં ચેમ્પિયન ઓફ સ્પિનર આર અશ્વિને પોતાને ક્યાં એશિયા કપ રમવો ગમશે એની સ્પષ્ટતા કરી છે.

    પોતાની યુટ્યુબ ચેનલમાં બોલતાં રવિચંદ્રન અશ્વિને કહ્યું હતું કે, “એશિયા કપ આમ તો પાકિસ્તાનમાં થવાનો હતો. પરંતુ ભારતે જાહેર કર્યું છે કે જો આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે તો અમે તેમાં ભાગ નહીં લઈએ. આથી જો તમારે (PCB) જો અમને એશિયા કપમાં રમતાં જોવા હોય તો તેનું વેન્યુ બદલી નાખો.”

    અશ્વિને એ બાબત સાથે સહમતી વ્યક્ત કરી હતી કે એવું વારંવાર બન્યું છે કે અમે ત્યાં (પાકિસ્તાનમાં) રમવા નથી જતાં એટલે એ લોકો અહીં રમવા નથી આવતાં. તેણે જો કે એમ પણ ઉમેર્યું હતું કે આ વર્ષે નવેમ્બરમાં ભારતમાં રમાનાર વર્લ્ડ કપ રમવા પાકિસ્તાન ભારત નહીં આવે એ શક્ય નથી.

    - Advertisement -

    આર અશ્વિને જણાવ્યું હતું કે છેવટે આ વર્ષનો એશિયા કપ શ્રીલંકામાં રમાય એવું તેને લાગે છે જે આવનારા વર્લ્ડ કપની તૈયારી માટે મહત્ત્વનું રહેશે. અશ્વિને એમ પણ જણાવ્યું હતું કે આ અગાઉ ઘણી ટુર્નામેન્ટ દુબઈમાં રમાઈ છે પરંતુ જો એશિયા કપ શ્રીલંકામાં પાકિસ્તાનથી શ્રીલંકા ખસેડવામાં આવશે તો તેને ગમશે.

    હજી થોડાં દિવસ અગાઉ જ એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલેકે ACCની બેઠક બેહરીનમાં મળી હતી જેમાં તેણે એશિયા કપનું વેન્યુ ફાઈનલ કરવાનું હતું. પરંતુ આ નિર્ણય હવે આવતા મહીને માર્ચ મહિનામાં મળનારી બેઠક પર ટાળી દેવામાં આવ્યો હતો.

    પાકિસ્તાનમાં રમનાર એશિયા કપ રમવા ભારત નહીં આવે તે બાબતે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદ પોતાની આકરી પ્રતિક્રિયા આપી ચુક્યા છે. જો પાકિસ્તાન એશિયા કપ પોતાનાં દેશમાં જ રમાડવાની જીદ પકડી રાખશે અને ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય તો આ ટુર્નામેન્ટનાં સ્પોન્સર્સ પોતાની સ્પોન્સરશીપ પરત ખેંચી શકે છે. આવા સંજોગોમાં આર્થિક સંકટ સાથે ઝઝુમતાં PCBને મોટો આર્થિક ફટકો પડી શકે છે.

    બદલાની ભાવના સાથે જો પાકિસ્તાન ભારતમાં રમાનાર ICC વર્લ્ડ કપ માટે અહીં નહીં આવે તો ICC તરફથી ભાગ લેનાર દરેક ટીમોનાં બોર્ડને નફામાંથી જે રકમ ફાળવવામાં આવે છે તે તેને નહીં મળે. આટલું જ નહીં ICC ટુર્નામેન્ટમાં ન રમવા બદલ ICC તેનાં પર કડક પગલાં પણ લઇ શકે છે. આમ PCB પર હાલમાં બેવડી તલવાર લટકી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં