Saturday, October 5, 2024
More
    હોમપેજદેશ'યે નયા ભારત હૈ, ઘર મેં ઘૂસકર મારતા હૈ': કાશ્મીરની ધરતી પરથી...

    ‘યે નયા ભારત હૈ, ઘર મેં ઘૂસકર મારતા હૈ’: કાશ્મીરની ધરતી પરથી ગર્જ્યા પીએમ મોદી, યાદ કરી ઉરી સર્જિકલ સ્ટ્રાઈક

    PM મોદીએ પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ, નેશનલ કૉન્ફરન્સ અને PDP પર આકરા પ્રહારો કર્યા. તેમણે વર્તમાન ભારત અને તેની ક્ષમતાઓ વિશે પણ વાત કરી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, ઘાટીમાં પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

    - Advertisement -

    આગામી 1 ઓકટોબર 2024ના રોજ જમ્મુ કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ ચરણમાં ચૂંટણી થવા જઈ રહી છે. બંદીપોર, બારામુલા, ઉધમપુર, જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લાની 40 બેઠકો માટે ઘાટીના નાગરિકો મતદાન કરવાના છે. તેવામાં શનિવારે (28 સપ્ટેમ્બર 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં વિશાળ જનસભા સંબોધી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ, નેશનલ કૉન્ફરન્સ અને PDP પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વર્તમાન ભારત અને તેની ક્ષમતાઓ વિશે પણ વાત કરી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, ઘાટીમાં પહેલી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં વિશાળ જનસભાને સંબોધતા પોતાના વક્તવ્યના શરુઆતમાં જ વીર ભગત સિંઘને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “વીર ભગત સિંઘની જન્મજયંતિ પર હું કરોડો યુવાઓના પ્રેરણાસ્ત્રોત ભગત સિંઘને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.” ત્યારબાદ તેમણે આગળ કહ્યું કે, “જમ્મુ કાશ્મીરના લોકો કોંગ્રેસ, PDP અને નેશનલ કૉન્ફરન્સ, ત્રણ ખાનદાનથી ત્રસ્ત છે. તે લોકો બંધારણના સહુથી મોટા દુશ્મન છે. લોકો ફરી એ જ પરિસ્થિતિ નથી ઈચ્છતા જેમાં ભ્રષ્ટાચાર હોય. અહીંની જનતા આતંકવાદ, અલગતાવાદ, ખૂન-ખરાબો નથી ઈચ્છતી. લોકો અમન અને શાંતિ ઈચ્છે છે. લોકો ભાજપની સરકાર ઈચ્છે છે. છેલ્લા કેટલાક સમયમાં મને ઘાટીના અલગ-અલગ વિસ્તારોમાં જવાનો અવસર મળ્યો, ભાજપને લઈને લોકોનો ઉત્સાહ અનેરો છે.”

    આ નવું ભારત, ઘરમાં ઘૂસીને મારે છે

    વડાપ્રધાન મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે, “રાજ્યનો એક મોટો ભાગ બોર્ડરને અડીને આવેલો છે. તમે માત્ર એ સમય યાદ કરો, જેમાં ગમે ત્યારે સીમા પર ગોળીઓ વરસતી. દરેક દિવસે મીડિયામાં ખબરો ચાલતી કે, ફરી સીઝ ફાયરનું ઉલંઘન. પેલી તરફથી ફાયરિંગ થતા ને કોંગ્રેસ સફેદ ઝંડા દેખાડતું. પરંતુ ભાજપની સરકારે ગોળીનો જવાબ ગોળીથી આપવાનું શરૂ કર્યું તો પેલી તરફના લોકોની (પાકિસ્તાન) બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. આજના દિવસે જ સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી. ભારતે દુનિયાને દેખાડી દીધું હતું કે, આ નવું ભારત છે, તે ઘરમાં ઘૂસીને મારે છે.”

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને કોંગ્રેસને પણ અવળા હાથે લીધી. તેમણે કહ્યું હતું, “આજની કોંગ્રેસ પાર્ટી અર્બન નક્સલીઓના કબજામાં છે. કોંગ્રેસ તે પાર્ટી છે, જેણે આપણી ફોજ પાસે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતા. કોંગ્રેસ તે પાર્ટી છે, જે આજે પણ સર્જીકલ સ્ટ્રાઈકને લઈને પાકિસ્તાનની ભાષા બોલે છે. દેશ માટે પ્રાણ ન્યોછાવર કરતા લોકોનું કોંગ્રેસે ક્યારેય સન્માન નથી કર્યું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં