Saturday, December 7, 2024
More
    હોમપેજદેશસંભલ હિંસા બાદ આજે જુમ્માની પ્રથમ નમાજ, રાજુ થશે સર્વે રિપોર્ટ: 10...

    સંભલ હિંસા બાદ આજે જુમ્માની પ્રથમ નમાજ, રાજુ થશે સર્વે રિપોર્ટ: 10 જિલ્લાની પોલીસ, 20 CCTV અને ડ્રોન, મેટલ ડિટેક્ટર, PAC-RAFની 17 ટીમો; યુપી પોલીસ હાઈએલર્ટ પર

    જુમ્માની નમાજની સાથે જ જામા મસ્જિદનો સર્વે રિપોર્ટ પણ આજે કોર્ટમાં રજૂ થવાનો છે. ત્યારે હવે ફરીથી કોઈ હોબાળો ન થાય તે માટે સંભલમાં જિલ્લા કોર્ટની બહાર પણ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સંભલ જિલ્લામાં (Sambhal Violence) રવિવારે જામા મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા પછી શુક્રવારની નમાજ દરમિયાન તકેદારીના ભાગરૂપે (Jumma Namaz) વિવિધ સ્થાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જુમ્માના આગલા દિવસે પોલીસે (UP Police High Alert) સંભલના જામા મસ્જિદવાળા વિસ્તારમાં ફ્લેગ માર્ચ પણ યોજી હતી. આ ઉપરાંત સ્થાનિક મુસ્લિમ મૌલવીઓ સાથે પણ પોલીસે બેઠક કરી હતી. સર્વેક્ષણનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ થવાનો છે ત્યારે આ બંને બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ હાઈએલર્ટ પર છે.

    24 નવેમ્બરે જામા મસ્જિદના સર્વેક્ષણ દરમિયાન સંભલ જિલ્લામાં હિંસા ભડક્યા બાદ જુમ્માના દિવસે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ મામલે ASPએ જણાવ્યું હતું કે તેમણે કહ્યું, “આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને અમે કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ.”

    સંભલમાં શાહી જામા મસ્જિદના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે, જેથી ચેકિંગ વિના કોઈ અંદર ન જઈ શકે. વિસ્તારમાં 20 નવા CCTV કેમેરા પણ લગાવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ ડ્રોનના માધ્યમથી પણ આસપાસના વિસ્તાર પર નજર રાખી રહી છે.

    - Advertisement -

    એક દિવસ પહેલા જ ડિવિઝનલ કમિશનર આંજનેય કુમાર સિંઘે જણાવ્યું હતું કે શુક્રવારની નમાજને ધ્યાનમાં રાખીને પોલીસ દળે ફ્લેગ માર્ચ યોજી હતી. ઉપરાંત પોલીસે શાંતિ સમિતિઓ, વિવિધ મસ્જિદોના મૌલવીઓ અને સામાન્ય લોકો સાથે બેઠકો પણ કરી હતી. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રીતે થશે.

    પોલીસે મૌલવી સાથે બેઠક કરી હતી. જે પછી મૌલવીઓએ આસપાસના વિસ્તારના તેમની સ્થાનિક મસ્જિદમાં જ નમાજ અદા કરવા અપીલ કરી હતી. આંજનેય કુમાર સિંઘે જણાવ્યા મુજબ તમામ તૈયારીઓ બાદ પણ સાવધાનીના પગલા રૂપે સંભલમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

    કલમ 163 હેઠળ પ્રતિબંધ હુકમ

    કોઈ ભડકાઉ ભાષણ કે પોસ્ટ કરીને વાતાવરણ ડહોળાય નહીં તેના માટે સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે પહેલાથી જ જિલ્લામાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધિત હુકમ લાદ્યો છે. શુક્રવારની નમાજના સંદર્ભમાં, જિલ્લા મેજિસ્ટ્રેટે લગભગ 70 મેજિસ્ટ્રેટ તૈનાત કર્યા છે જેથી કડક દેખરેખ હેઠળ રાખવામાં આવે.

    ઉપરાંત જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓને 18 સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. તેમને સૂચના આપવામાં આવી છે કે નમાજના સમયે પાંચથી વધુ મુસ્લિમો એકસાથે ભેગા ન થવા જોઈએ અને જો ભેગા થયેલા દેખાય તો તેમને રોકવામાં આવે. પોલીસ પ્રશાસને પીએસી (પોલીસ પેરામિલિટરી ફોર્સ)ની 15 ટીમો અને રેપિડ એક્શન ફોર્સની (RAF) 2 ટીમો તૈનાત કરી છે. ઉપરાંત 10 જિલ્લાની પોલીસ પણ લોકોની ગતિવિધિઓ સક્રિયપણે નજર રાખી છે.

    સર્વેનો રિપોર્ટ થશે રજૂ

    બીજી તરફ જુમ્માની નમાજની સાથે જ જામા મસ્જિદનો સર્વે રિપોર્ટ પણ આજે કોર્ટમાં રજૂ થવાનો છે. ત્યારે હવે ફરીથી કોઈ હોબાળો ન થાય તે માટે સંભલમાં જિલ્લા કોર્ટની બહાર પણ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. સર્વેક્ષણ કર્યા બાદ ASIએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે, જે 29 નવેમ્બરે સંભલ જિલ્લા ન્યાયાલયમાં રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત મસ્જિદના સર્વેક્ષણના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી, આ અરજી પર પણ જુમ્માના દિવસે જ સુનાવણી થવાની છે.

    સર્વેક્ષણનાં આદેશ બાદ ભડકી હતી હિંસા

    નોંધનીય છે કે ગત ગુરુવારે 21 નવેમ્બરના રોજ કોર્ટે સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈનની અરજી પર મસ્જિદમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. જે પછી સર્વેક્ષણ દરમિયાન આયોજનબદ્ધ રીતે હિંસા કરવામાં આવી હતી. હિંસામાં હાજર આરોપીઓની ધરપકડ કરતા સામે આવ્યું હતું કે હાજર પોલીસકર્મીઓને જીવતા સળગાવી દેવા સહિતના ષડ્યંત્ર રચાયા હતા.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં