Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક હાકલ અને બદલાયા હજારો લોકોના પ્રોફાઈલ પિક્ચર, જુઓ...

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક હાકલ અને બદલાયા હજારો લોકોના પ્રોફાઈલ પિક્ચર, જુઓ સોશિયલ મીડિયામાં દેશભક્તિની લહેર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની રવિવારની મન કી બાતનો સંદર્ભ લઈને સોશિયલ મિડિયા યુઝર્સને તેમની ડીપી તિરંગે રંગી નાખવાની અપીલ કરી હતી જેને અદભુત પ્રતિસાદ સાંપડ્યો છે.

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ટ્વીટ બાદ આખા દેશમાં દેશભક્તિની અનોખી લહેર જોવા મળી રહી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક ટ્વીટ કરીને દેશની જનતાને અનોખું આહ્વાન કર્યું હતું, તેમણે પોતાના ટ્વીટમાં પોતાના “મન કી બાત” કાર્યક્રમ ના વિડીયોમુક્યો છે અને “હર ઘર ત્રિરંગા” અભિયાન અંતર્ગત દેશના દરેક લોકોને પોતાના પ્રોફાઈલ પિકચરમાં ત્રિરંગો મુકવાનું આહ્વાન કર્યું છે.

    વડાપ્રધાન મોદી પોતાના ટ્વીટમાં લખે છે કે “આજે 2જી ઓગસ્ટ ખાસ છે! એવા સમયે જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, આપણું રાષ્ટ્ર હર ઘર તિરંગા માટે તૈયાર છે, જે આપણા ત્રિરંગાની ઉજવણી માટે એક સામૂહિક ચળવળ છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને તમે બધાને તેમ જ કરવા વિનંતી કરી છે.” વડાપ્રધાન મોદીના આ ટ્વીટમાં જોઈ શકાય છે કે વડાપ્રધાનના પ્રોફાઈલ ફોટો પણ બદલીને ત્રિરંગાનો ફોટો મુકવામાં આવ્યો છે.

    વડાપ્રધાન મોદીના આ ટ્વીટ બાદ સોશિયલ મીડ્યામાં અનોખો જવાળ જોવા મળ્યો હતો, યુઝર્સ વડાપ્રધાનનાં આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, અને હજારો લોકોએ પોતાના પ્રોફાઈલ ફોટોમાં ત્રિરંગો ધ્વજ મૂકી રહ્યા છે.

    - Advertisement -

    એક ટ્વીટર યુઝર વડાપ્રધાન મોદીના આ ટ્વીટના જવાબમાં લખે છે કે “આજે 2 ઓગસ્ટ ખાસ છે! એવા સમયે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણો દેશ હર ઘર તિરંગા માટે તૈયાર છે, જે આપણા તિરંગાની ઉજવણી માટે સામૂહિક આંદોલન છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને તમે બધાને તે જ કરવા વિનંતી કરી છે.”

    અન્ય એક યુઝર લખે છે કે “પહેલા ડીપી સાથે કોઈનું પણ એકાઉન્ટ ઓળખવું ખૂબ જ સરળ હતું હવે તે થોડું ગૂંચવણભર્યું છે પરંતુ અમારા તિરંગાના ડીપી ધરાવતા તમામ ખાતાઓ જોવાનું ખૂબ જ ગૌરવપૂર્ણ છે. તમારા ડીપીની કોપી કરી રહ્યો છું સર.”

    અન્ય એક યુઝર વડાપ્રધાન મોદીની વાત સાતે સંપૂર્ણ સહમત થઇને તેમને રીપ્લાય આપે છે કે “‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના અમૃત સમયગાળામાં આદરણીય પીએમ શ્રી @narendramodi જી ના નેતૃત્વ હેઠળ ચલાવવામાં આવી રહેલા હર ઘર તિરંગા મહાભિયાનમાં ભાગ લેતા, આજે મેં મારા તમામ સોશિયલ મીડિયા પેજ પર ત્રિરંગાને ડીપી બનાવ્યો છે. આપ સૌને આ પવિત્ર અભિયાનમાં સહભાગી થવા આમંત્રણ છે.

    અન્ય એક યુઝર પીએમ મોદીને ટાંકીને લખે છે કે “આપણા ભારત દેશના મહાન વડાપ્રધાન શ્રી. @narendramodi તેમના મન કી બાત કાર્યક્રમમાં તેમણે દરેક ઘરે ત્રિરંગો ફરકાવવાની વાત કરી હતી, હવે જુઓ કે આખા ભારતમાં ત્રિરંગો કેવી રીતે પ્રદર્શિત થશે અને તમામ લોકોની પ્રોફાઈલ પિક્ચર પર જેમ કમળ ખીલે છે, તિરંગો એ જ રીતે ખીલશે”

    અન્ય એક યુઝર પીંગલી વેંકૈયાજી ને યાદ કરીને લખે છે કે “પીંગલી વેંકૈયાજીની જન્મજયંતિ પર વડાપ્રધાનની મન કી બાતમાંથી પ્રેરણા લઈને, હું 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના ડિસ્પ્લે પિક્ચર પર રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરી રહ્યો છું. હું દરેકને તેમના પ્રદર્શન ચિત્ર તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.”

    આ ઉપરાંત પણ અનેક લોકો વડાપ્રધાન મોદીના આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આપણો ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. ‘હર ઘર તિરંગા અભિયાન’નો શુભારંભ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવા માટે છે. મોદી સરકાર દ્વારા કરાયેલા સંશોધન બાદ દેશનો દરેક નાગરિક પોતાના ઘરે રાત-દિવસ ધ્વજ ફરકાવવા માટે સ્વતંત્ર છે. આ ઉપરાંત આ અભિયાન દ્વારા દેશમાં 15 દિવસમાં ₹200 કરોડના વેપારની થવાની શક્યતા છે, એક રીતે જોવા જઈએ તો આ અભીયાન નાના ઉદ્યોગો માટે અવસર બની શકે તેમ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં