Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહર ઘર ત્રિરંગા અભિયાન દરમિયાન 20 કરોડ ઘરોમાં ફરકશે રાષ્ટ્રધ્વજ, 15 દિવસમાં...

    હર ઘર ત્રિરંગા અભિયાન દરમિયાન 20 કરોડ ઘરોમાં ફરકશે રાષ્ટ્રધ્વજ, 15 દિવસમાં ₹200 કરોડના વેપારની શક્યતા, વાંચો અભિયાન બાબતે વધુ વિગત

    વડા પ્રધાને તાજેતરમાં અપીલ કરી હતી કે દેશના લોકોએ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરોમાં દિવસ-રાત ધ્વજ ફરકાવવો જોઈએ જેથી રાષ્ટ્રધ્વજ સાથે આપણો સંબંધ વધુ ગાઢ બને. સાથે જ "આઝાદીકા અમૃત મહોત્સવ" લોકભાગીદારીની ભાવના સાથે ઉજવી શકાય.

    - Advertisement -

    હર ઘર ત્રિરંગા અભિયાન દરમિયાન 20 કરોડ ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે, મોદી સરકાર દ્વારા ભારતીય ધ્વજ સંહિતામાં સુધારા બાદ હવે દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકોથી લઈને સામાન્ય નાગરિકો પણ અભિયાનને લઈને ઉત્સાહિત છે. હર ઘર ત્રિરંગા અભિયાન નો પહેલો ઉદ્દેશ્ય દેશમાં લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો છે અને બીજું, લોકોને રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે જાગૃત થાય. તાજેતરમાં આ દેશભક્તિનો પુરાવો આપતાં સમુદ્રમાં પાણીની અંદર તિરંગો લહેરાવવામાં આવ્યો હોવાની તસવીર સામે આવી હતી. તે જ સમયે, દુકાનદારોએ પણ જણાવ્યું હતું કે અએકદમજ બજારમાં ઝંડાનું વેચાણ ઘણું વધી ગયું છે.

    ‘હર ઘર તિરંગા’નો ઉદ્દેશ્ય શું?

    ઉપર જણાવ્યા મુજબ ‘હર ઘર તિરંગા’ એ દેશના લોકોમાં દેશભક્તિ જગાવવાનું અભિયાન છે. ભારત સરકાર દ્વારા ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયામાં તાજેતરના સુધારા બાદ આ અભિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાને તાજેતરમાં અપીલ કરી હતી કે દેશના લોકોએ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરોમાં દિવસ-રાત ધ્વજ ફરકાવવો જોઈએ જેથી રાષ્ટ્રધ્વજ સાથે આપણો સંબંધ વધુ ગાઢ બને. સાથે જ “આઝાદીકા અમૃત મહોત્સવ” લોકભાગીદારીની ભાવના સાથે ઉજવી શકાય.

    - Advertisement -

    સરકારે ઝડપ્યું દરેક ઘર પર ત્રિરંગો ફરકાવવાનું બીડું

    એવો અંદાજ છે કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના દિવસે આ અભિયાનમાં 20 કરોડ ઘરોમાં ત્રિરંગો લહેરાતો જોવા મળશે. સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ આ અભિયાનનો ભાગ બનશે. વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનની જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રિન્ટથી લઈને ડિજિટલ મીડિયા સુધી આ અભિયાનનો પ્રચારઅને પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

    મળશે ત્રણ સાઈઝ ત્રિરંગા

    અભિયાનને સફળ બનાવવા નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ત્રણ પ્રકારના ત્રિરંગા ધ્વજ બનાવવાની વ્યવસ્થા કરી છે. જેમાં એકનું કદ 2030 હશે. બીજાનું 1624નો અને ત્રીજો 6*9ના આકારનો હશે. આ ત્રણેય સાઈઝના ત્રિરંગા પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ હશે. લોકો ઈચ્છે તો તેને ઓનલાઈન પણ ખરીદી શકે છે.

    નાના ઉદ્યોગો માટે અવસર

    અભિયાનને સફળ બનાવવા માટે 25 કરોડ ત્રિરંગાની જરૂર પડશે. પરંતુ હાલમાં દેશમાં માત્ર 4 થી 5 કરોડ ફ્લેગ જ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, નાના ઉદ્યોગકારોમાં આ અભિયાનને લઈને ઉત્સાહ છે કારણ કે ત્રિરંગાની જરૂરિયાત પૂરી કરીને તેઓ તેમના વ્યવસાયને પણ વિસ્તૃત કરી શકે છે. મળતી જાણકારી અનુસાર, એક ધ્વજ બનાવવા માટે 10-12 રૂપિયા લાગે છે. આવી સ્થિતિમાં માત્ર એક દિવસમાં 200 કરોડનો બિઝનેસ થાય તેવી શક્યતો છે.

    ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો

    આ વર્ષે આપણો ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. ‘હર ઘર તિરંગા અભિયાન’નો શુભારંભ લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવા માટે છે. મોદી સરકાર દ્વારા કરાયેલા સંશોધન બાદ દેશનો દરેક નાગરિક પોતાના ઘરે રાત-દિવસ ધ્વજ ફરકાવવા માટે સ્વતંત્ર છે. ત્રિરંગો લહેરાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત તે છે કે, આનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે ન થાય, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને સલામ કરવા માટે તિરંગો નીચો ન કરવો જોઈએ, ધ્વજને યુનિફોર્મ કે ડ્રેસ તરીકે ન પહેરવો જોઈએ. કોઈપણ ઈમારતમાં તેનો ઉપયોગ પડદા તરીકે ન કરવો જોઈએ, વસ્તુઓને ઢાંકવા માટે વાહનમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા ત્રિરંગાની ઉપર અન્ય કોઈ ધ્વજ લહેરાવવો જોઈએ નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં