Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશ'હાલનો કાયદો છે સાંપ્રદાયિક... દેશમાં બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા જરૂરી...': લાલ કિલ્લા પરથી...

    ‘હાલનો કાયદો છે સાંપ્રદાયિક… દેશમાં બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા જરૂરી…’: લાલ કિલ્લા પરથી PM મોદીએ કરી UCCની વાત, અહીં જાણો શું કહ્યું

    પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એક દેશ એક ચૂંટણીને (One Nation One Election) લઈને પોતાના વિચારો પણ રજૂ કર્યા. તેમણે કહ્યું કે અત્યારે દરેક યોજના ચૂંટણી સાથે જોડાયેલી છે. તેમણે દેશના રાજકીય પક્ષોને એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે આગળ આવવાનું આહ્વાન કર્યું છે.

    - Advertisement -

    PM નરેન્દ્ર મોદીએ દેશના 78મા સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ, 2024)ના અવસર પર લાલ કિલ્લા (Red Fort) પરથી આઝાદી માટે લડનારાઓને સલામ કરી છે. વડાપ્રધાન મોદીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ હાલમાં દેશના નિર્માણ અને સંરક્ષણમાં રોકાયેલા લોકો પ્રત્યે તેમનું સન્માન વ્યક્ત કર્યું છે. સાથે જ તેઓએ UCC બાબતે પણ ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે.

    લાલ કિલ્લાની કિલ્લા પરથી પીએમ મોદીએ કુદરતી આફતમાં જેમના પરિવારજનોના મોત થયા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. PMએ પોતાના ભાષણમાં કહ્યું કે આઝાદી પહેલા 40 કરોડ દેશવાસીઓએ વંદે માતરમના બળ પર ભારતના આઝાદીના (Independence Day) સપના તરફ કદમ ઉઠાવ્યા અને ગુલામીની સાંકળો તોડી નાખી.

    પીએમ મોદીએ અહીંથી કહ્યું કે જો 40 કરોડ લોકોને ગુલામીમાંથી આઝાદી મળી શકે છે, તો 140 કરોડ ભારતીયો એક લક્ષ્ય તરફ એક દિશામાં આગળ વધે તો 2047માં આપણે વિકસિત ભારત બનાવી શકીશું. PMએ કહ્યું કે દેશ માટે જીવવાની પ્રતિબદ્ધતા વિકસિત ભારત બનાવી શકે છે.

    - Advertisement -

    દેશને UCCની જરૂર: લાલ કિલ્લા પર PM મોદી

    પીએમ મોદીએ (PM Modi) લાલ કિલ્લા પરથી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સિવિલ કોડ એક પ્રકારનો કોમ્યુનલ સિવિલ કોડ છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આ મુદ્દે ચર્ચા કરવાની અને આધુનિક સમયમાં ધર્મનિરપેક્ષ નાગરિક સંહિતા બનાવવાની જરૂર છે.

    પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી એક દેશ એક ચૂંટણીને (One Nation One Election) લઈને પોતાના વિચારો પણ રજૂ કર્યા. તેમણે કહ્યું કે અત્યારે દરેક યોજના ચૂંટણી સાથે જોડાયેલી છે. તેમણે દેશના રાજકીય પક્ષોને એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે આગળ આવવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે આ દેશ હવે સંકલ્પ સાથે આગળ વધવા માટે મક્કમ છે.

    પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકોએ પણ વિકસિત ભારતને લઈને પોતાના સૂચનો આપ્યા છે. જેમાં ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાથી લઈને મીડિયાને ગ્લોબલ બનાવવા અને સ્થાનિક સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે દેશની યુનિવર્સિટીઓને વર્લ્ડ ક્લાસ બનાવવા સુધીના સૂચનો આપવામાં આવ્યા હતા.

    PMએ સરકારની સિદ્ધિઓ ગણાવી

    સરકારની સિદ્ધિઓની ગણના લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી. તેમણે યાદ અપાવ્યું કે લાલ કિલ્લા પરથી જે પણ જાહેરાત કરવામાં આવી હતી, તેના પર કામ કરવામાં આવ્યું છે. તેમણે અહીં જલ જીવન મિશન, હર ઘર વીજળી અને સ્વચ્છતા અભિયાનમાં મળેલી સફળતાનો ઉલ્લેખ કર્યો હતો.

    પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે દેશને મોટા સુધારા કર્યા. તેમણે કહ્યું કે સુધારા પ્રત્યે તેમની સરકારની પ્રતિબદ્ધતા કોઈ મજબૂરી કે અખબારના તંત્રીલેખ માટે નથી પરંતુ દેશને મજબૂત કરવા માટે છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં જે બદલાવ આવે છે તે બૌદ્ધિક ચર્ચા માટે નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં