Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPFIનું ISIS સાથેનું કનેક્શન સામે આવ્યું, જેહાદમાં સામેલ થવા સીરિયા ગયા હતા...

    PFIનું ISIS સાથેનું કનેક્શન સામે આવ્યું, જેહાદમાં સામેલ થવા સીરિયા ગયા હતા સંગઠનના સભ્યો: તપાસમાં ખુલાસો

    કેરળમાંથી PFIના અનેક સભ્યો સાઉદી અરબ, તૂર્કી વગેરે દેશોમાંથી થઈને સીરિયા પહોંચ્યા હોવાનો ખુલાસો.

    - Advertisement -

    રાષ્ટ્રવ્યાપી કાર્યવાહી બાદ પ્રતિબંધિત કરી દેવામાં આવેલા કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI વિશે વધુ વિગતો બહાર આવી છે. તપાસ કરતી એજન્સીઓએ જણાવ્યું છે કે આ સંગઠનના આતંકવાદી સંગઠન ISIS સાથે પણ સબંધો હતા અને તેના સભ્યો સીરિયામાં જેહાદમાં સામેલ થવા માટે પણ ગયા હતા. 

    રિપોર્ટ અનુસાર, સુરક્ષા એજન્સીઓની નજરમાંથી બચવા માટે પીએફઆઈના સભ્યો પહેલાં સાઉદી અરબ અને તૂર્કી જેવા દેશોમાં ગયા હતા અને ત્યાં શરણ લીધું હતું. ત્યારબાદ ત્યાંથી તેઓ ISISના ગઢ ગણાતા સીરિયા પહોંચ્યા હતા. 

    NIA અનુસાર, કેટલાક એવા કિસ્સાઓ પણ ધ્યાનમાં આવ્યા છે જેમાં યુવાનોને વિદેશમાં મારી નાંખવામાં આવ્યા હોય કે તેમની ધરપકડ કરવામાં આવી હોય અને ત્યારબાદ ભારત પરત મોકલી દેવામાં આવ્યા હોય. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -

    અહેવાલ અનુસાર, 2017માં કેરળ પોલીસને કેટલાક મુસ્લિમ યુવાનો સીરિયા જઈને ત્યાં ISIS સાથે જેહાદમાં સામેલ થયા હોવાની જાણકારી મળી હતી. જેમાંથી મોટાભાગના આરોપીઓ PFIના સભ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કેરળના આ યુવાનોને ISISમાં સામેલ કરનાર મુખ્ય માસ્ટરમાઈન્ડ હમઝા નામનો એક શખ્સ હોવાનું જાણવા મળ્યું હતું. 

    હમઝાએ આ માટે પહેલાં રાષ્ટ્રવિરોધી વિચારધારા રાખનારા PFIના સમર્થકો સાથે મિત્રતા કરતો હતો અને તેમને સીરિયા મોકલતો હતો. જેમાં યુવાનો સાઉદી અરેબિયા, મલેશિયા અને તૂર્કી થઈને સીરિયા પહોંચતા હતા. PFIનો જ એક નેતા મોહમ્મદ સમીર આ યુવાનોને સીરિયામાં પ્રવેશ કરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. 

    સીરિયા જેહાદમાં સામેલ થવા ગયેલા PFIના નેતાઓ અબ્દુલ મનાફ અને મોહમ્મદ સમીર સીરિયામાં માર્યા ગયા હતા. આ મામલે કેરળ પોલીસે 17 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને હમઝાને માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો. પોલીસે ISISમાં જોડાય તે પહેલાં જ પાંચની ધરપકડ કરી લીધી હતી. 

    સીરિયામાં ઇસ્લામિક શાસનની જાહેરાત થયા બાદ હમઝાએ ઘણા મુસ્લિમ યુવકોને ISISમાં જોડાવા માટે તૈયાર કરીને મોકલ્યા હતા. જોકે, તેમાંથી કેટલાકને પકડી લેવામાં આવ્યા હતા, કેટલાક સીરિયા પહોંચ્યા જ ન હતા તો કેટલાક પહોંચ્યા એ માર્યા ગયા હતા. 

    કેન્દ્ર સરકારે તાજેતરમાં જ PFI અને અન્ય પણ કેટલાંક કટ્ટરપંથી સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સંગઠનો પર આતંકવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ અને દેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં