Monday, March 10, 2025
More
    હોમપેજક્રાઈમભારતની જીત બાદ એમપીના મહૂમાં થઈ રહી હતી ઉજવણી, 'નારા-એ-તકબીર'ની બૂમો પાડી...

    ભારતની જીત બાદ એમપીના મહૂમાં થઈ રહી હતી ઉજવણી, ‘નારા-એ-તકબીર’ની બૂમો પાડી જામા મસ્જિદ પાસેથી આવ્યું મુસ્લિમ ટોળું અને કરી દીધો પથ્થરમારો: દુકાન-ગાડીઓ ફૂંકી, સેનાએ સંભાળ્યો મોરચો

    300 પોલીસકર્મીઓનો કાફલો ખડકી દીધા બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ શકતી નહોતી. જે બાદ ઘટનાસ્થળે આર્મી ખડકી દેવામાં આવી હતી. મોટાપાયે આર્મીના જવાનો હથિયાર લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના (Madhya Pradesh) મહૂમાં (Mhow) ભારતની જીતની ઉજવણી (Celebrating India’s victory) થઈ રહી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમના વિજય બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ હતો અને તે જ અનુક્રમે મહૂમાં પણ ઉજવણી કરવામાં આવી રહી હતી. ભારતની જીત પર ખુશી વ્યક્ત કરતા લોકોએ રેલી (Rally) કાઢીને ઉજવણી કરી હતી. તે દરમિયાન જ મહૂની ‘જામા મસ્જિદ’ (Jama Masjid) નજીકથી પથ્થરમારો (Stone Pelting) શરૂ થઈ ગયો હતો. તે ઘટનાના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે, ટોપીધારી મુસ્લિમ ટોળું (Muslim Mob) પથ્થરમારો કરીને હિંસા ફેલાવી રહ્યું છે.

    વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના રવિવારે (9 માર્ચ) રાત્રે 10 કલાકે બનવા પામી હતી. ભારતની જીત બાદ 100થી વધુ લોકો 40થી વધુ બાઇક પર સવાર થઈને રેલી કાઢી રહ્યા હતા. તે જ દરમિયાન જામા મસ્જિદ પાસે ઉભેલા મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બાઇક રેલીમાં પાછળ રહેલા લોકોને મુસ્લિમ ટોળાંએ ખેંચી લીધા અને તેમને માર મારવાનો શરૂ કરી દીધો હતો.

    દુકાન-ગાડીઓમાં લગાવી આગ, પોલીસે શરૂ કર્યો લાઠીચાર્જ

    રેલીમાં સામેલ થયેલા લોકોને માર માર્યા બાદ વિવાદ વધવા લાગ્યો હતો. કારણ કે, બાઇક લઈને આગળ નીકળી ગયેલા લોકોને જાણ થઈ કે, પાછળ રહેલા તેમના સાથીઓને મારવામાં આવી રહ્યા છે તો તેઓ પણ પાછળ આવવા લાગ્યા હતા. દરમિયાન મુસ્લિમ ટોળાંએ પથ્થરમારો શરૂ રાખ્યો હતો અને નજીકના પત્તી બજારમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. અહીં ઘર અને દુકાનોની બહાર મૂકેલી ગાડીઓમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. તે સિવાય દુકાનોને પણ સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં 5થી 6 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય રહ્યું છે.

    - Advertisement -

    હોબાળો વધી જતાં આસપાસના ચાર પોલીસ સ્ટેશનની પોલીસને મહૂ બોલાવવામાં આવી હતી. લગભગ 300 પોલીસદળના જવાનોને ખડકી દેવામાં આવ્યા હતા. કલેકટર આશિષ સિંઘ અને DIG નિમિષ અગ્રવાલ પણ રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મુસ્લિમ ટોળાંએ આ દરમિયાન પત્તી બજાર, માર્કેટ ચોક, જામા મસ્જિદ, બતખ મોહલ્લા અને ધાનમંડીમાં બહાર પાર્ક કરેલી લગભગ 12થી વધુ બાઇકોને સળગાવી દીધી હતી. બે કારમાં પણ તોડફોડ કરીને આગ ચાંપી દેવામાં આવી હતી.

    પત્તી બજાર વિસ્તારમાં પ્રેસ ક્લબના અધ્યક્ષ રાધેલાલના ઘરમાં પણ આગ લગાવી દેવામાં આવી હતી. તે સિવાય બતખ મોહલ્લા અને માર્કેટ ચોકમાં પણ દુકાનોને આગને હવાલે કરી દેવામાં આવી હતી. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે પત્તી બજાર અને માણક ચોક ખાતે લાઠીચાર્જ શરૂ કર્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા.

    આર્મીએ સંભાળ્યો મોરચો

    300 પોલીસકર્મીઓનો કાફલો ખડકી દીધા બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ શકતી નહોતી. જે બાદ ઘટનાસ્થળે આર્મી ખડકી દેવામાં આવી હતી. મોટાપાયે આર્મીના જવાનો હથિયાર લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને ટોળાંને વિખેરી દેવામાં આવ્યું હતું. આ સાથે કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ઉપદ્રવીઓએ પેટ્રોલ બૉમ્બ ફેંકીને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિજય સરઘસ જામા મસ્જિદ પાસે પહોંચ્યું કે તરત જ ‘નારા-એ-તકબીર’ની બૂમો પાડીને ટોળાંએ હુમલો કરી દીધો હતો. વાયરલ થયેલા વિડીયોમાં પણ તે નારા સંભળાતા જોવા મળે છે.

    ભારે જહેમત બાદ સેનાએ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને હિંસા ખતમ કરી હતી. આ ઘટનાને લઈને કલેકટર આશિષ સિંઘે જણાવ્યું છે કે, હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને વ્યવસ્થા સુચારું કરવામાં આવી રહી છે. હાલ પોલીસ ઘટનાને લઈને તપાસ કરી રહી છે અને આરોપીઓની ઓળખ કરી કાર્યવાહી કરવાની શરૂ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં