પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે વિવાદિત ચિત્રકાર એમએફ હુસૈનના (MF Husain) વાંધાજનક પેઇન્ટિંગસ્ને (Objectionable Paintings) જપ્ત (Seized) કરવાના આદેશ આપ્યા હોવાનું સામે આવ્યું છે. તે એવી તસવીરો હતી, જેમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું હતું અને વાંધાજનક ચિત્રણ કરવામાં આવ્યું હતું. આ ચિત્રોનું દિલ્હી આર્ટ ગેલેરી દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહ્યું હતું અને આખું આયોજન એક ખાનગી સ્થળ પર રાખવામાં આવ્યું હતું. આ મામલે 22 જાન્યુઆરીએ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, “ATR (Action Taken Report) અનુસાર, તપાસ અધિકારીઓએ પહેલાં જ CCTV ફૂટેજ અને દિલ્હી આર્ટ ગેલેરીના NVRને જપ્ત કરી લીધું છે. ATRમાં વધુમાં કહેવાયું છે કે, દિલ્હી આર્ટ ગેલેરી દ્વારા પેઇન્ટિંગની એક યાદી પ્રદાન કરવામાં આવી હતી, જેમાં વિચારાધીન પેઇન્ટિંગનો ઉલ્લેખ ક્રમ 6 અને 10 પર કરવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે, પ્રદર્શન એક ખાનગી સ્થળ પર આયોજિત કરવામાં આવી રહ્યું હતું અને ઉપરોક્ત પેઇન્ટિંગસ્ માત્ર લેખકો અને કલાકારોના મૂળ કામને પ્રદર્શિત કરવા માટે હતા.”
વધુમાં આદેશમાં કહેવાયું છે કે, “આ સ્થિતિમાં ફરિયાદી દ્વારા U/S 94 BNS હેઠળ, એક આવેદન આપવામાં આવ્યું છે, જેમાં અધિકારીઓને સંબંધિત પેઇન્ટિંગસ્ જપ્ત કરવાના નિર્દેશો આપવાની માંગણી કરવામાં આવી છે. આવેદનમાં નોંધાયેલા તથ્યો અને સ્થિતિઓને જોતાં તે આવેદનનો સ્વીકાર કરવામાં આવે છે અને અધિકારીઓને તે પેઇન્ટિંગસ્ જપ્ત કરવાના અને 22 જાન્યુઆરીએ રિપોર્ટ સબમિટ કરવાના નિર્દેશ આપવામાં આવે છે.”
હિંદુ દેવી-દેવતાઓના બનાવ્યા હતા વિવાદિત ચિત્રો
નોંધવા જેવું છે કે, મકબૂલ ફિદા હુસૈન (એમએફ હુસૈન) ભારતીય ચિત્રકાર હતો. 19ના દાયકામાં તેના ચિત્રો જાણીતા બન્યા હતા. પરંતુ તેણે હિંદુ દેવી-દેવતાઓના વાંધાજનક ચિત્રો દોરીને નફરત ફેલાવવાનું કામ કર્યું હતું. જેના કારણે 2005માં વિવિધ હિંદુ સંગઠનોએ પ્રદર્શન કર્યા હતા. ભારતમાં વધી રહેલા વિરોધ બાદ તેણે દેશ છોડી દીધો હતો અને વિદેશમાં રહેવા લાગ્યો હતો. તેણે હિંદુ દેવી-દેવતાઓના અનેક વાંધાજનક ચિત્રો બનાવ્યા હતા, જે બાદમાં વિરોધનું મૂળ કારણ બન્યા હતા. હવે એ જ ચિત્રો દિલ્હી આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવવાના હતા, જેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને તે વાંધાજનક ચિત્રોને જપ્ત કરવાની માંગણી કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે આદેશ આપ્યા છે.