Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપલામુ હિંસામાં નવો ખુલાસોઃ મસ્જિદ પાસે આવેલ હનુમાન મંદિરમાં થતી પુજા આરતીથી...

    પલામુ હિંસામાં નવો ખુલાસોઃ મસ્જિદ પાસે આવેલ હનુમાન મંદિરમાં થતી પુજા આરતીથી પણ કટ્ટર મુસ્લિમોને છે વાંધો, દરેક હિંદુ તહેવારો પર કરે છે હંગામો

    પલામુમાં કોઈ પણ હિંદુ તહેવાર હોય ત્યારે મુસલમાનો દ્વારા ઉત્પાત મચાવવામાં આવે છે, ત્યાં સુધી કે કોઈ હિંદુ પરિવારમાં લગ્ન હોય તો કોઈં પણ કારણો આગળ કરીને ઝઘડો કરવામાં આવે છે.

    - Advertisement -

    ઝારખંડના પલામુમાં થયેલા દંગા બાબતે દિન પ્રતિદિન નવા નવા ખુલાસાઓ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. હાલમાં ત્યા ધારા 144 લગાડી દેવામાં આવી છે સાથે સાથે 13 લોકોની ગિરફતારી પણ કરવામાં આવી છે. એસપી ચંદન સિંહાએ કહ્યું કે પંકી હિંસા કેસમાં અત્યાર સુધીમાં કુલ 2 એફઆઈઆર નોંધવામાં આવી છે. ઉપદ્રવમાં સંડોવાયેલા 13 લોકોની ઓળખ કરી, તેણે જેલ ભેગા કરવામાં આવ્યા છે. જ્યારે 100 લોકોના નામ સહિત 1000 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. નવા ખુલાસા મુજબ હનુમાન મંદિરમાં થતી પુજા આરતીથી પણ કટ્ટર મુસ્લિમોને વાંધો

    આ મામલે સ્થાનિક લોકોએ ગંભીર આરોપ લગાવ્યા હતા, તેઓનું કહેવું છે કે અહિયાં કોઈ પણ હિંદુ તહેવાર હોય ત્યારે મુસલમાનો દ્વારા ઉત્પાત મચાવવામાં આવે છે, ત્યાં સુધી કે કોઈ હિંદુ પરિવારમાં લગ્ન હોય તો કોઈં પણ કારણો આગળ કરીને ઝઘડો કરવામાં આવે છે. હાલમાં તોરણદ્વાર વળી ઘટનામાં જે પણ હિંસા કરવામાં આવી તે પૂર્વ નિયોજિત હતી. કારણ કે અહિયાં આટલા મુસ્લિમો રહેતા જ નથી તો આટલી સંખ્યામાં આવ્યા ક્યાંથી? 

    ઑપઇન્ડિયા સ્ટાફને મળેલી માહિતી મુજબ આ હિંસાનું આયોજન છેલ્લા કેટલાક મહિનાઓથી કરવામાં આવી રહ્યું હતું. તેના માટે મુખ્ય કારણ મસ્જિદથી લગભગ 150-200 મીટરના અંતરે આવેલ પ્રાચીન હનુમાન મંદિર છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે દર મંગળવારે હનુમાન મંદિરમાં ભજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાબત આ લોકોને પસંદ હતી નહિ. જ્યાં હાલમાં પ્રશાસને કાર્યક્રમો બંધ કરાવી દીધા છે. 

    - Advertisement -

    સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ એક મહિના પહેલા મંદિરમાં ભજન માટે લાઉડસ્પીકર લગાવવામાં આવ્યું હતું. જેનો મસ્જિદ સાથે જોડાયેલા લોકોએ વિરોધ કર્યો હતો. મસ્જિદ કમિટીના લોકો આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જે બાદ મંદિરમાંથી લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યું હતું. પરંતુ મસ્જિદમાંથી આજે પણ નમાજ લાઉડ સ્પીકર પર જ પઢવામાં આવે છે. 

    વધુમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે મસ્જિદ કમિટીના ચેરમેન અબુ હસન અને ચીફ નેહલ અંસારીના ઈશારે હિન્દુઓને હેરાન કરવામાં આવ્યા છે. આ લોકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે લાઉડસ્પીકરને કારણે તેમને નમાઝ પઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફરિયાદના આધારે હિન્દુ પક્ષને પોલીસ સ્ટેશન બોલાવીને હેરાન કરવામાં આવતો હતો. 

    તમને જણાવી દઈએ કે, પલામુમાં તોરણદ્વાર હટાવવા બાબતે મુસ્લિમોએ વિરોધ નોધાવીને પત્થર મારો અને પેટ્રોલ બોમ્બ પણ ફેક્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં