Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાન ઘડીરહ્યું છે નુપુર શર્માની હત્યાનું કાવતરું, બોર્ડર પાર કરીને રિઝવાન અશરફ...

    પાકિસ્તાન ઘડીરહ્યું છે નુપુર શર્માની હત્યાનું કાવતરું, બોર્ડર પાર કરીને રિઝવાન અશરફ ભારત આવ્યો, ઇસ્લામિક પુસ્તકો અને ધારદાર હથિયાર સાથે ઝડપાયો

    આ ઘૂસણખોર રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેને BSFએ પકડી લીધો છે.

    - Advertisement -

    પાકિસ્તાન ઘડીરહ્યું છે નુપુર શર્માની હત્યાનું કાવતરું. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડી લીધો છે. આ ઘૂસણખોર રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેને BSFએ પકડી લીધો છે. લગભગ પાંચ સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે. તેણે પોતાનું નામ રિઝવાન અશરફ જણાવ્યું છે. તેની પાસેથી ધાર્મિક પુસ્તકો અને ધારદાર હથિયારો મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન રિઝવાને જણાવ્યું છે કે તે નૂપુરની હત્યા કરવાના ઈરાદે અહીં આવ્યો હતો. પાકિસ્તાન ઘડીરહ્યુંછે નુપુર શર્માની હત્યાનું કાવતરું.

    ઇસ્લામી પુસ્તકો અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યાં

    મીડિયા રીપોર્ટ મુજબ મળતી માહિતી અનુસાર, BSFએ રવિવારે સવારે શ્રીગંગાનગરમાં 24 વર્ષીય પાકિસ્તાની નાગરિક રિઝવાનને હિંદુમલકોટ સેક્ટરમાં ચેકપોસ્ટ પર ભારતીય સરહદમાં પ્રવેશ કરતી વખતે પકડ્યો હતો. આરોપીઓ પાસેથી ઇસ્લામિક પુસ્તકો અને ધારદાર હથિયારો મળી આવ્યા છે. શ્રી ગંગાનગરના એસપી આનંદ શર્માએ જણાવ્યું કે આરોપીની પૂછપરછ ચાલી રહી છે. શ્રીગંગાનગર પોલીસ આ મામલાને લઈને ટૂંક સમયમાં નિવેદન જાહેર કરવા જઈ રહી છે, પોલીસ આ ષડયંત્ર અંગે મોટો ખુલાસો કરી શકે છે. રિઝવાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે અને આ રિઝવાન ગંગાનગરથી પ્રવેશ્યા બાદ અજમેર શરીફ જવા માંગતો હતો.

    - Advertisement -

    શંકાસ્પદ આતંકી 16 જુલાઈના રોજ લગભગ 11 વાગ્યે શ્રીગંગાનગર જિલ્લાને અડીને આવેલી હિંદુ માલકોટ બોર્ડર ફેન્સિંગની આસપાસ ફરતો હતો. પેટ્રોલિંગ ટીમને શંકા ગઈ અને તેની પૂછપરછ કરી. તે યોગ્ય રીતે જવાબ આપી શક્યો નહીં. જડતી લેતા તેની પાસેથી બે ચાકુ મળી આવ્યા હતા, જેમાં 11 ઈંચની ધારદાર છરી હતી. આ ઉપરાંત ઇસ્લામિક પુસ્તકો, નકશા, કપડાં અને ખાવાની વસ્તુઓ પણ મળી હતી.

    આરોપી ઉત્તર પાકિસ્તાનનો રહેવાસી છે

    પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ રિઝવાન અશરફ જણાવ્યું છે. તે ઉત્તર પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન શહેરનો રહેવાસી છે. તેણે જણાવ્યું કે તેણે નૂપુર શર્માની હત્યા કરવાના ઈરાદાથી સરહદ પાર કરી હતી. ષડયંત્રને અંજામ આપતા પહેલા તે અજમેર શરીફ જવાનો હતો. બીએસએફે આરોપીને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને આઠ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

    કન્હૈયાલાલ હત્યામાં પાકિસ્તાન કનેક્શન

    નોંધનીય છે કે ગૌસ મોહમ્મદ અને રિયાઝ દાવત-એ-ઈસ્લામ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. ગૌસ વિશે એવી માહિતી પણ સામે આવી છે કે તેણે કરાચીમાં તેના હેડક્વાર્ટરની પણ મુલાકાત લીધી હતી જ્યાં તે ગેંગસ્ટર ઇલ્યાસ કાદરીને પણ મળ્યો હતો. આ સિવાય ગૌસ બે વખત અરબસ્તાન પણ ગયો હતો. પોલીસ હવે દાવત-એ-ઈસ્લામી વોટ્સએપ ગ્રુપ ચેટની તપાસ કરી રહી છે. હત્યાનું કાવતરું સ્થાનિક રીતે ઘડવામાં આવ્યું હતું કે પાકિસ્તાન સાથે તેનું કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં