Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટએશિયા કપ 2023: છેવટે પાકિસ્તાનને યજમાની કરવાની તક મળી શકશે; ભારતની મેચો...

    એશિયા કપ 2023: છેવટે પાકિસ્તાનને યજમાની કરવાની તક મળી શકશે; ભારતની મેચો માટે પણ અભૂતપૂર્વ વ્યવસ્થા કરાશે

    BCCIનાં સેક્રેટરી જય શાહે ઘણાં સમય અગાઉ જ એ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારત કોઇપણ સંજોગોમાં પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટ રમવા માટે નહીં જ જાય. હવે આ બંને દેશોનાં ક્રિકેટ બોર્ડ્સ છેવટે કોઈ સમાધાનની નજીક આવ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

    - Advertisement -

    લગભગ ત્રણથી ચાર મહિનાનાં વાદવિવાદ બાદ એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન જ કરશે તેવાં સંજોગો ઉભાં થઇ રહ્યાં છે. ક્રિકેટ વેબસાઈટ Espncricinfoમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે,PCB અને BCCI વચ્ચે થઇ શકનારા સમાધાન અનુસાર ભારત એશિયા કપ 2023ની તેની તમામ મેચો કોઈ ન્યુટ્રલ વેન્યુ પર રમી શકે છે. જો કે આ ન્યુટ્રલ વેન્યુ કયું હશે તે અંગે હજી સુધી કોઈજ ખુલાસો કરવામાં આવ્યો નથી.

    આ રીપોર્ટ અનુસાર ભારત એશિયા કપની તેની મેચો પાકિસ્તાનમાં તો નહીં જ રમે તે હવે લગભગ નક્કી થઇ ગયું છે. અગાઉ PCBએ એવું વલણ લીધું હતું કે જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાન પણ આ વર્ષનાં અંતભાગમાં ભારતમાં રમાનાર ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં રમવા ભારત નહીં જાય.

    BCCIનાં સેક્રેટરી જય શાહે ઘણાં સમય અગાઉ જ એ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારત કોઇપણ સંજોગોમાં પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટ રમવા માટે નહીં જ જાય. હવે આ બંને દેશોનાં ક્રિકેટ બોર્ડ્સ છેવટે કોઈ સમાધાનની નજીક આવ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ઉપરોક્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એશિયા કપની પોતાની તમામ મેચો ભારત દુબઈ, ઓમાન કે પછી શ્રીલંકામાં રમશે. આટલું જ નહીં પરંતુ ઇંગ્લેન્ડને પણ ભારતની મેચો માટેનું એક ન્યુટ્રલ વેન્યુ ગણવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    જો કે પાકિસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો દુબઈ અને ઓમાન એ બંનેમાંથી એક સ્થળ પર અંતિમ પસંદગીનો કળશ ઢોળાઈ શકે તેમ છે. એશિયા કપ 2023 આ વર્ષનાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ભાગમાં રમાશે અને તે 13 દિવસ ચાલશે. ગ્રુપ સ્ટેજમાંથી ટોચની 2 ટીમો Super 4 રમશે અને આ Super 4ની ટોચની બે ટીમો છેવટે ફાઈનલ રમશે.

    ભારતનાં ન્યુટ્રલ વેન્યુ પર રમવાને કારણે એશિયા કપ 2023 પર શી અસર પડશે?

    જો આ સમાચારને માન્ય ગણીને આપણે સમગ્ર ટુર્નામેન્ટની વાત કરીએ તો જો ભારત દુબઈ કે પછી ઓમાનમાં જ તેની બધી મેચો રમશે તો સહુથી પહેલાં તો તેનાં ગ્રુપમાં રમનારી ટીમોએ ભારત સામે તેની એક માત્ર મેચ રમવા માટે આ સ્થળોએ પાકિસ્તાનથી ટ્રાવેલ કરવું પડશે. કદાચ એવું પણ બને કે ભારતનાં ગ્રુપની તમામ મેચો જ આ સ્થળે જ રમાડી દેવામાં આવે જેથી ટ્રાવેલનો સમય અને ખર્ચ બંને બચી જાય. ગ્રુપ સ્ટેજ બાદ જ્યારે સુપર 4 અને જો ભારત ટુર્નામેન્ટની ફાઈનલ સુધી જાય છે તો આ માટે પણ અન્ય ટીમોએ દુબઈ અથવા ઓમાન સુધી આવવું પડશે.

    પરંતુ અહીં મુખ્ય પ્રશ્ન એ પણ છે કે જો ભારત એશિયા કપની ફાઈનલમાં આવશે તો તે મેચ એશિયા કપની યજમાની કરતાં દેશ પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈ અથવાતો ઓમાનમાં રમાશે. શું આવી પરિસ્થિતિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલેકે PCB અને પાકિસ્તાની નાગરિકો માટે શરમજનક અથવાતો મશ્કરીપૂર્ણ નહીં હોય?

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં