ગાઝા પછી ઇઝરાયેલ હવે મધ્ય-પૂર્વીય દેશ ઈરાન સામે યુદ્ધે ચડ્યું છે. 13 જૂનના રોજ ઇઝરાયેલે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર હવાઇ હુમલા કર્યા બાદ સંઘર્ષ સતત ચાલુ છે. દરમ્યાન ઇઝરાયેલી સશસ્ત્ર બળોએ ઈરાન વિરુદ્ધ રવિવારે (15 જૂન) રાત્રે કરેલી કાર્યવાહીની વિગતવાર જાણકારી આપી છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ઈરાનનાં 1/3 મિસાઈલ લોન્ચર્સ નાશ પામ્યાં છે. આ સિવાય પણ ઘણુંખરું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
IDF અનુસાર, ઇઝરાયેલ પર લૉન્ચ કરવામાં આવે તે પહેલાં જ લગભગ 20થી વધુ સરફેસ ટૂ સરફેસ મિસાઇલોનો નાશ કરી દેવામાં આવ્યો. આ મિસાઇલો ઇઝરાયેલ પર મારવાની તૈયારી કરવામાં આવી રહી હતી, પરંતુ મિનિટો પહેલાં જ ઇઝરાયેલી સેનાએ હિસાબ કરી નાખ્યો.
What did the IAF accomplish in Iran last night?
— Israel Defense Forces (@IDF) June 16, 2025
❌20+ surface-to-surface missiles were dismantled minutes before they were to be launched toward Israel’s home front.
🎯Approx. 100 military targets were struck in Isfahan, central Iran.
✈️Around 50 fighter jets and aircraft… pic.twitter.com/8FLXjp6qI0
આ સિવાય IDFનું કહેવું છે કે તેમણે મધ્ય ઈરાનમાં લગભગ 100 સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે. ઉપરાંત, 50 એરક્રાફ્ટ અને ફાઇટર જેટની મદદથી આ ઑપરેશનમાં અનેક મિસાઈલ સ્ટોરેજ સાઇટનો પણ નાશ કરવામાં આવ્યો, તેમજ સરફેસ ટૂ સરફેસ મિસાઈલ લૉન્ચર્સને પણ ટાર્ગેટ કરવામાં આવ્યાં. આ લૉન્ચર્સ પરથી ઇઝરાયેલ પર મિસાઇલો મારવાનો ઈરાનનો પ્લાન હોવાનું કહેવાય છે.
પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું કે, આના પરથી અમે એટલું કહી શકીએ કે ઈરાનની મિસાઈલ લૉન્ચર સિસ્ટમનો 1/3 ભાગ નષ્ટ થઈ ચૂક્યો છે. આ પોસ્ટમાં એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. થર્મલ ઇમેજિંગ દ્વારા કેપ્ચર કરાયેલી ફુટેજમાં મિસાઈલથી ભરેલી ટ્રક્સ અને ત્યારબાદ તેમનો નાશ થતો જોઈ શકાય છે.
IDFનું નિવેદન સ્પષ્ટ કરે છે કે ઇરાનની મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતા પર ગંભીર પ્રહાર કરવામાં આવ્યો છે, જે ઇઝરાયલની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત તાજેતરમાં જ સામે આવેલ CNNના અહેવાલ અનુસાર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે ટેલ નોફ એરબેઝ પર બોલતા કહ્યું કે, “ઇઝરાયલી વાયુસેનાએ હવે તહેરાનના હવાઈ ક્ષેત્ર પર નિયંત્રણ મેળવી લીધું છે.”
The IDF eliminated 4 senior Iranian intelligence officials, including the Head of the IRGC’s Intelligence Organization.
— Israel Defense Forces (@IDF) June 16, 2025
Yesterday, IAF fighter jets guided by precise IDF intelligence struck a structure in Tehran housing top Iranian intelligence officials.
The 4 officials are:… pic.twitter.com/nygndSwY6h
ઇઝરાયેલી સશસ્ત્ર બળોએ એ પણ જણાવ્યું કે આ હવાઈ હુમલાઓમાં ઈરાનની સેનાના ચાર ટોચના કમાન્ડરોને પણ તેમણે ઠાર કર્યા છે, જેમાં ઇન્ટેલ ચીફ અને તેના ડેપ્યુટીનો પણ સમાવેશ થાય છે. IDF અનુસાર, આ લક્ષિત હુમલાઓમાં IRGC ઇન્ટેલ ઑપરેશનના હેડ મોહમ્મદ કાઝેમી, તેનો ડેપ્યુટી મોહમ્મદ હસન, કુદ્સ ફોર્સ ઇન્ટેલ હેડ મોહસીન બાકરી અને તેનો ડેપ્યુટી એમ કુલ ચાર કમાન્ડરો માર્યા ગયા હતા. IDFએ કહ્યું કે, આ તમામે ઇઝરાયેલ પર આતંકવાદી ઑપરેશનો કરાવવામાં અને તેનું પ્લાનિંગ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.