Wednesday, February 5, 2025
More
    હોમપેજક્રાઈમરસ્તા પરથી પસાર થતા નાઝીરે ઘર આગળ રમતી બાળકીઓની છેડતી કરી, CCTVમાં...

    રસ્તા પરથી પસાર થતા નાઝીરે ઘર આગળ રમતી બાળકીઓની છેડતી કરી, CCTVમાં કરતૂત કેદ થતાં પકડાયો: સુરતના ભેસ્તાનની સોસાયટીની ઘટના

    નાઝીર ક્યાંય આઘોપાછો થાય તે પહેલાં જ ગણતરીના કલાકોમાં પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેને ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

    - Advertisement -

    સુરતના (Surat) ભેસ્તાનની એક સોસાયટીમાં બે સગીર વયની બાળકીઓની છેડતીની ઘટના સામે આવી છે. નજીકમાં જ રહેતા મોહમ્મદ નાઝીર અન્સારીએ સોસાયટીમાં રમી રહેલી બાળકીઓ સાથે જાહેરમાં અડપલાં કર્યાં હતાં અને આ આખી ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે બાળકીના પરિવારે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સુરતના ભેસ્તાન ખાતે આવેલા ઉન પાટિયા નજીકના અલીફ નગરની છે. અહીં રહેતા એક પરિવારની બે બાળકીઓ ગત 2 જાન્યુઆરી, 2025ના રોજ સાઈકલ લઈને સોસાયટીમાં રમી રહી હતી. આ દરમિયાન અક્સા નગરની કંકાલીબસ્તીમાં આવેલી આશિયા મસ્જિદ પાસે રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો 26 વર્ષીય મોહમ્મદ નાઝીર મોહમ્મદ અન્સારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેની નજર નજીકમાં રમી રહેલી બે સગીર બહેનો પર પડી હતી.

    રસ્તામાં રમતી બાળકીઓ સાથે જાહેરમાં અડપલાં કર્યાં

    તેણે બાળકી પાસે જઈને તેમને પકડી લીધી હતી. બે પૈકી એક બાળકીને ઉચકીને તેણે અડપલાં કરવા માંડ્યાં હતાં. બાળકીઓ અને તેમની સાથે રમી રહેલા અન્ય બાળકો નાઝીરની આ હરકત જોઈ ડઘાઈ ગયા હતા. આટલું જ નહીં, તેણે બીજી બાળકી સાથે પણ આવી જ હરકત કરી. દરમિયાન આરોપી બાળકીઓને ત્યાં મૂકીને ભાગી છૂટ્યો હતો. આ આખી ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બીજી તરફ બાળકીના પરિવારે ભેસ્તાન પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તરત જ કાર્યવાહી શરૂ કરી હતી.

    - Advertisement -

    આરોપીનું સરઘસ કાઢતાં પોલીસ જિંદાબાદના નારા લાગ્યા

    CCTVના આધારે ભેસ્તાને તપાસ શરૂ કરતા આરોપીની ઓળખ થઈ આવી હતી. પોલીસે તેને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી હતી. નાઝીર ક્યાંય આઘોપાછો થાય તે પહેલાં જ ગણતરીના કલાકોમાં પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેને ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આટલું જ નહીં, પોલીસે આરોપીનું સરાજાહેર સરઘસ પણ કાઢ્યું હતું. આરોપીનું સરઘસ કાઢવામાં આવતાં સ્થાનિક લોકોએ ભેસ્તાન પોલીસને ‘જિંદાબાદ’ના નારા સાથે વધાવી લીધી હતી.

    નોંધનીય છે કે પોલીસે આરોપીને ઝડપીને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં